દુકાનદારે કલર કરેલી લીલા રંગની મરઘી પોપટ ગણાવીને વેચી નાખી, લગાવ્યો આટલા હજાર રૂપિયાનો ચૂનો

  • June 01, 2023 11:00 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


 દુનિયામાં દરરોજ અજીબોગરીબ કિસ્સાઓ જોવા મળતા  હોય છે. તેમાં છેતરપીંડીના કેટલાય એવા કિસ્સા હોય છે, જેને સાંભળીને ચોંકી જવાય, ઘણી વાર કેટલાક  કિસ્સા હાસ્યાસ્પદ પણ હોય છે. હાલમાં જ આવી એક મજેદાર પોસ્ટ વાયરલ થઈ રહી છે. આ કિસ્સો પાકિસ્તાનનો હોવાનો કહેવાય છે. હકીકતમાં સોશિયલ મીડિયા પર એક લીલા રંગની મરઘીની તસ્વીર વાયરલ થઈ રહી છે. જેને પોપટ સમજીને વેચી નાખી હતી.



આપણા પાડોશી દેશ પાકિસ્તાનના એક દુકાનદારે જુગાડ લગાવીને છેતરપીંડી કરી હતી. દુકાનદારે એક શખ્સને પોપટ હોવાનું કહીને મરઘી વેચી દીધી હતી. વાયરલ થઈ રહેલી પોસ્ટમાં એક લીલા રંગની મરઘી જોવા મળે  છે. જેને પોપટ ગણાવીને પાકિસ્તાનમાં વેચી દીધી હતી. પોસ્ટમાં જણાવ્યા અનુસાર, શખ્સે જણાવ્યું કે, તેણે એક દુકાનદાર પાસેથી તેને ખરીદ્યો અને તેને ઉલ્લુ બનાવીને મરઘી વેચી દીધી. આ શખ્સે આ પોપટ માટે થઈને 6500 રૂપિયા આપ્યા હતા.


શખ્સ જ્યારે ઘરે આવ્યો અને પોપટ જોયો તો, તે હેરાન થઈ ગયો. કારણ કે જેણે દુકાનદારે પોપટ કહીને વેચ્યો હતો, તે હકીકતમાં એક મરઘી હતી. દુકાનદારે જુગાડ લગાવીને મરઘી પર લીલો રંગ લગાવ્યો હતો. આ પોસ્ટ ઈંસ્ટાગ્રામ પર વાયરલ થઈ રહી છે આ પોસ્ટને અત્યાર સુધીમાં 22 હજારથી વધારે લોકોએ જોઈ છે. આ પોસ્ટ પર લોકો અલગ અલગ કમેન્ટ આપી રહ્યા છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application