મુરીલા ગામમાં ફાયરીંગ કરનાર ઝડપાયો

  • June 01, 2023 10:17 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગણતરીની કલાકોમાં લાલપુર પોલીસે પકડી રીમાન્ડ પર લેવા કાર્યવાહી

લાલપુરના મુરીલા ગામમાં પિતરાઇ ભાઇ પર તમંચાથી ફાયરીંગ કરનાર આરોપીને ગણતરીની કલાકોમાં પકડી લઇ રીમાન્ડ પર લેવાની તજવીજ હાથ ધરી છે.
લાલપુરના મુરીલા ગામમાં વાડામાં ડોકા કાઢવા જેવી નજીવી બાબતનું મનદુ:ખ રાખીને બે દિવસ પહેલા મુરીલા ગામમાં રહેતા ખીમા મેરામણભાઇ વસરા નામના યુવાન પર દેશી તમંચા વડે નારણ વસરા નામના શખ્સે ફાયરીંગ કરી જીવલેણ ઇજા પહોચાડી હતી, ઇજાગ્રસ્તને જામનગરની જી.જી. હોસ્પીટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા.
આ અંગે ખીમાભાઇ દ્વારા લાલપુર પોલીસ સ્ટેશનમાં આઇપીસી ૩૦૭ અને આર્મ્સ એકટ મુજબ આરોપી નારણ પુંજા વસરા રહે. મુરીલાની વિરુઘ્ધ ફરીયાદ નોંધાવી હતી, જેમાં જીલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુ દ્વારા આરોપીને પકડી પાડવા સુચના આપી હતી, આથી ડીવાયએસપી વાઘેલા, સીપીઆઇ આર.એમ. રાઠવાના માર્ગર્દન હેઠળ લાલપુરના પીએસઆઇ એમ.એન. જાડેજા તથા સ્ટાફ દ્વારા તપાસ કરીને ગણતરીની કલાકોમાં આરોપી નારણ પુંજા વસરાને દબોચી લીધો હતો. તેમજ તમંચો રીકવર કરવા સહીતની તપાસ લંબાવી હતી, આ કાર્યવાહી પીએસઆઇ જાડેજા તથા સ્ટાફના વાય.પી. ગોહીલ,હરદેવસિંહ ઝાલા, પ્રવિણ બેડીયાવદરા અને ડી.ડી. ચંદ્રાવાડીયા વિગેરે દ્વારા કરવામાં આવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application