અત્યાર સુધી ઘણી બધી શાનદાર કાર વિશે સાંભળ્યું અને વાંચ્યું હશે પરંતુ આ ખરેખર એક શાનદાર કાર છે. આ કારનું બોનેટ વોઈસ કમાન્ડથી આપોઆપ ખુલે છે અને આ કાર કોઈપણ આકાર લઈ શકે છે. આટલું જ નહીં જો કોઈ સ્ક્રેચ આવે તો આ કાર પોતે જ તેને દૂર કરે છે. જાણો આ કારના નામ, ફીચર્સ અને અન્ય વિગતો.
આ કાર છે BMW GINA, જેનું બોનેટ વોઈસ કમાન્ડથી ખુલે છે. બોનેટ ખોલ્યા બાદ સૌથી પહેલા કારનું એન્જીન દેખાય છે. આટલું જ નહીં આ કારની સૌથી અદ્ભુત વાત એ છે કે તમારી પસંદ મુજબ આ કારનો આકાર બદલી શકો છો. જો BMW કાર પર સ્ક્રેચ હોય તો તે આપોઆપ રિપેર થઈ જાય છે.
આ કાર કઈ સામગ્રીમાંથી બનાવવામાં આવી છે?
આ BMW કારમાં કંપનીએ મેટલ સ્ટ્રક્ચરને પોલીયુરેથેનથી કવર કર્યું છે. જે પ્લાસ્ટિક પ્રકારનું એડવાન્સ વર્ઝન છે. આ કાર ઘણી ફ્લેક્સિબલ છે. આ કારમાં BMW iX Flow, i Vision Dee અને BMW Vision Next 100 ઉપલબ્ધ છે. આ કોન્સેપ્ટ કાર ડ્રાઇવિંગ અને રાઇડિંગનો અલગ અનુભવ આપશે.
કારની ડિઝાઇન BMWના કેલિફોર્નિયા સ્થિત થિંક ટેન્ક સ્ટુડિયો દ્વારા આપવામાં આવી છે. આ કારને બનાવવામાં ફેબ્રિકનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને બોનેટને પણ શર્ટના બટન અને ઝિપની જેમ ડિઝાઇન કરવામાં આવ્યું છે. આ જ કારણ છે કે આ કારને ઇચ્છિત દેખાવ આપવો ખૂબ જ સરળ છે.
BMW GINA ના બાહ્ય અને આંતરિક દરેક ભાગ ફ્લેક્સીબલ છે. આ ટેક્નોલોજી હેઠળ કારની ફેબ્રિક સ્કીનની નીચે મૂવેબલ મેટલ વાયર લગાવવામાં આવ્યા છે અને આ વાયરોને એડજસ્ટ કરીને કારનો આકાર બદલી શકાય છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કર્તવ્ય માર્ગ પર ફરકાવ્યો ત્રિરંગો
January 26, 2025 10:40 AMપ્રજાસત્તાક દિવસે જમ્મુના MAM સ્ટેડિયમમાં બોમ્બની ધમકી, ઉપરાજ્યપાલ અહીં ધ્વજ ફરકાવશે
January 26, 2025 09:14 AMપ્રજાસત્તાક દિવસે 8 ગુજરાતી સહિત 1390 પદ્મ પુરસ્કારો એનાયત થશે
January 26, 2025 08:59 AMપ્રજાસત્તાક દિવસે 8 ગુજરાતી સહિત 1390 પદ્મ પુરસ્કારો એનાયત થશે
January 26, 2025 08:58 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech