ગુજરાત ભાજપના જિલ્લા અને મહાનગરોના અધ્યક્ષની પસંદગીનો તખતો દિલ્હી ખસેડાયો

  • January 09, 2025 10:56 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ગુજરાત ભાજપના સંગઠન માળખાને લઈને હવે કાઉન્ટ ડાઉન શ થઈ ચૂકયું છે ચૂંટણી નિરીક્ષકોના અહેવાલ સાથે આગેવાનોની ટીમ ગઈ કાલે દિલ્હી પહોંચી ગઈ છે આમ શહેર અને જિલ્લા પ્રમુખ ની પસંદગીનો તખતો દિલ્હી ખસેડાયો છે જેનો આખરી નિર્ણય અમિત શાહ અને મોદી કરશે.ગુજરાત ભાજપ સંગઠનના મહામંત્રી રત્નાકર મહામંત્રી રજની પટેલ મુખ્ય ચૂંટણી અધિકારી ઉદય કાનગડ નવી દિલ્હી પહોંચ્યા છે બુધવારે પાર્ટીના નેતૃત્વ સાથે મુલાકાત કરીને જિલ્લા અને મહાનગરોના નવા અધ્યક્ષના નામો અંગે ચર્ચા કરી હોવાનું જાણવા મળે છે. આ સાહના અતં સુધીમાં તમામ જિલ્લા અને મહાનગરોના ભાજપ અધ્યક્ષના નામોની જાહેરાત થાય તેવા સંકેત મળી રહ્યા છે.
આ માટે ગુજરાતના નિરીક્ષકો ભુપેન્દ્ર યાદવ ગમે ત્યારે ગુજરાતની મુલાકાતે આવી શકે છે. આ સાહના અતં સુધીમાં મોટાભાગના જિલ્લ ા અને મહાનગરોના ભાજપ અધ્યક્ષના નામ જાહેર થઈ જશે.  હાલ પ્રદેશ અધ્યક્ષ પદે ભાજપ ઓબીસી ચહેરાની પસંદગી થઇ શકે છે, તેમાં પણ આ ચહેરો ઉત્તર ગુજરાત અથવા સૌરાષ્ટ્ર્રમાંથી આવી શકે તેવી સંભાવનાઓ વ્યકત થઈ રહી છે. આવા સંજોગોમાં ભાજપ નવા પ્રદેશ અધ્યક્ષના નામ માટે પૂર્વ કેન્દ્રીય મંત્રી અને સુરેન્દ્રનગરના ભૂતપૂર્વ સાંસદ ડોકટર મહેન્દ્ર મુંજપરા ની રેસમાં હોવાની ચર્ચા પક્ષના અંતરગં વર્તુળોમાં થઈ રહી છે છતાં ગુજરાત ભાજપ અન્ય ઓબીસી નેતા માટે પણ શોધ ચલાવી રહી હોવાનું જાણવા મળ્યું છે. આ ઉપરાંત ઘણાં સમયથી ઉત્તર ગુજરાતના ઓબીસી નેતા અને રાયસભા સાંસદ મયકં નાયક, સૌરાષ્ટ્ર્ર ના ઉદય કાનગડ ના નામો ચર્ચામાં છે. ગુજરાત ભાજપના પ્રમુખને લઈને ઘણા સમીકરણો ચાલી રહ્યા છે, જેમાં પાર્ટીના કોઈ સિનિયર નેતાને આ પદ સોંપવામાં આવે તેવું લગભગ સુનિશ્ચિત થઈ ગયું છે. આ નવા નેતા બિન વિવાદિત અને સર્વ સ્વીકૃત ચહેરો હોય તે બાબતનું પાર્ટીનું હાઇકમાન્ડ ધ્યાન રાખશે તેવું જાણવા મળ્યું છે. બિનવિવાદિત ચહેરો પાર્ટી હાઈ કમાન્ડની પહેલી તક આપશે. આ અંગે આખરી નિર્ણય  કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહની પસંદગી પ્રમાણેના કરશે ચૂંટણી અધિકારી તરીકે કેન્દ્રીય પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવને મૂકાયા બાદ તેમની અમિત શાહ સાથેની નિકટતા આ મત માટે કારણભૂત છે. ભૂપેન્દ્ર યાદવ અગાઉ ગુજરાત પ્રદેશ ભાજપના પ્રભારી પણ રહી ચૂકયા છે. આમ ગુજરાત સંગઠનની રચના ની જાહેરાત માટેનું કાઉન્ટડાઉન શ થઈ ચૂકયું છે આગામી ગણતરીના દિવસોમાં જ ગુજરાતના તમામ જિલ્લ ાઓમાં અને મહાનગરોમાં સંગઠનની રચના પૂર્ણ થઈ જશે ત્યારબાદ પ્રદેશ અધ્યક્ષ ના નામની ઘોષણા દિલ્હીથી કરવામાં આવશે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application