રાજકોટના ક્ષત્રિય સંમેલનમાં બીજા તબક્કાના આંદોલનની થશે જાહેરાત

  • April 11, 2024 11:24 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


આગામી તારીખ ૧૪ ના બપોરે ૪:૦૦ વાગે રાજકોટ નજીક મોરબી રોડ પર આવેલા રતનપરના મંદિર સામેના ભાગે ક્ષત્રિય સમાજનું વિશાળ મહાસંમેલન મળવાનું છે અને તેમાં લાખોની જનમેદની ઉમટી પડશે તેવી જાહેરાત ક્ષત્રિય સમાજના અગ્રણી પી. ટી.જાડેજા અને રમજુભા જાડેજા એ કરી છે. ક્ષત્રિય સમાજની કોર કમિટીના આગેવાન પી.ટી.જાડેજા એ જણાવ્યું હતું કે આ કોઈનો વ્યકિતગત પ્રશ્ન નથી પરંતુ સમાજનો પ્રશ્ન છે. નારી અસ્મિતાનો પ્રશ્ન છે અને તેથી રાજકોટ ખાતેના મહાસંમેલનમાં રાજવી પરિવારથી મંડી કોઈને વ્યકિતગત આમંત્રણ આપવા નહીં આવે અને આમ છતાં લાખોની મેદની ઉમટી પડશે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે સૌરાષ્ટ્ર્રમા તમામ જિલ્લામાં સંમેલનનો થઈ ચૂકયા છે. ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં પણ મોટાભાગના જિલ્લાઓમાં સંમેલનો થઈ ચૂકયા છે. તારીખ ૧૪ ના રાજકોટના સંમેલન પહેલા પાલનપુર અને ડીસા માં સંમેલન યોજાઈ જશે. અમે આંદોલનનો પ્રથમ તબક્કો પૂરો કરી દીધો છે. ક્ષત્રિય સમાજનું આ આંદોલન ગામેગામ શેરીગલી અને ઘર સુધી પહોંચી ગયું છે. હવે રાજકોટ ખાતેના સંમેલન પછી એટલે કે ફોર્મ ભરાઈ ગયા પછી આંદોલનનો બીજો તબક્કો જાહેર કરવામાં આવશે


ધંધુકામાં ૨૫,૦૦ની અપેક્ષા હતી આવી ગયા ૨૫૦૦૦: પી. ટી. જાડેજા
ગઈકાલે ધંધુકા ખાતે આજુબાજુના ચાર જિલ્લાના ક્ષત્રિય સમાજના લોકોનું સંમેલન રાખવામાં આવેલું હતું. આ સંમેલનમાં ૨,૫૦૦ જેટલા લોકો આવશે તેવી અપેક્ષા હતી અને તે મુજબ જમણવારની વ્યવસ્થા કરવામાં આવી હતી. પરંતુ ૨૫ હજારથી વધુ લોકો ઉમટી પડા હતા અને વધારાના આ લોકો માટે જમણવારની પણ તાત્કાલિક વ્યવસ્થા કરવી પડી હતી તેમ પી.ટી.જાડેજાએ જણાવ્યું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News