BREAKING NEWS

ભગવું બુલડોઝર ફરી વળ્યું

  • April 28, 2026 01:54 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ ૧૫ મહાનગરપાલિકાઓ ૮૪ નગરપાલિકાઓ ૩૪ જિલ્લા પંચાયતો ૨૬૦ તાલુકા પંચાયતોની સામાન્ય ચૂંટણીઓ તથા ૧૧ નગરપાલિકાઓની પ્રસંગોપાત ખાલી પડેલી ૧૩ બેઠકની પેટા ચૂંટણીઓ રવિવારે યોજાયા પછી આજે સવારે ૯:૦૦ વાગ્યાથી રાયના અલગ અલગ ૩૮૨ સ્થળોએ મતગણતરી કરવામાં આવી હતી. નવરચિત નવ સહિત ૧૫ મહાનગરપાલિકાઓમાં મતગણતરીના પ્રારંભથી જ ભાજપનો દબદબો જોવા મળ્યો હતો અને અહીં કોંગ્રેસ કે આમ આદમી પાર્ટી જેવા રાજકીય પક્ષો કે પોતાની જાતને તાકાતવર ગણાવતા ઉમેદવારો ખાસ ઉકાળી શકયા નથી.
આ લખાઈ રહ્યું છે ત્યારે ૧૧–૩૦ વાગ્યે એક પણ મહાનગરપાલિકા, નગરપાલિકા કે જિલ્લા પંચાયત કોંગ્રેસને ન મળી નથી. કોંગ્રેસ એકાદ તાલુકા પંચાયતમાં આગળ છે. અનેક સ્થળે આપને બેઠકો મળી છે યારે કેટલીય બોડીમાં તો કોંગ્રેસનું ખાતું પણ નથી ખુલ્યું. રાજકોટ, સુરત અને વાપીમાં અમુક વોર્ડમાં ભાજપની પેનલ તૂટી હોવાના અહેવાલો મળી રહ્યા છે.
નગરપાલિકાઓની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના અમુક ઉમેદવારો ચૂંટાયા છે પરંતુ અહીં પણ દબદબો તો ભાજપનો જ જોવા મળે છે. જિલ્લા અને તાલુકા પંચાયતોની ચૂંટણીના પરિણામો કોણ જાહેર થતા જાય છે અને તેમાં પણ મોટાભાગે ભાજપના ઉમેદવારો વિજેતા બની રહ્યા છે. વાપી અને સુરતમાં અમુક વોર્ડમાં ભાજપની પેનલ તૂટી હોવાના સમાચારો પણ બહાર આવી રહ્યા છે.
સૌપ્રથમ પોસ્ટલ બેલેટની મત ગણતરી શ કરવામાં આવી હતી અને તે પૂરી થયા પછી સ્ટ્રોંગ મમાંથી ઇવીએમ કાઢીને તેની મતગણતરી શ કરવામાં આવી હતી. મતગણતરી ના પ્રારંભિક કટ ટ્રેન્ડમાં ભાજપ તેના નજીકના પ્રતિસ્પર્ધી કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી કરતા ઘણું આગળ નીકળી ગયું છે અને અન્ય પાર્ટીઓ સાથેની ભાજપનો આ ગેપ જેમ જેમ નવા નવા રાઉન્ડની ગણતરી પૂરી થતી જાય છે તેમ તેમ વધી રહ્યો છે ગુજરાતમાં સ્થાનિક સ્વરાયની સંસ્થાઓમાં વધુ એક વખત ભાજપનું દબદબો જોવા મળી રહ્યો છે. ચૂંટણીના પરિણામમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી એ તેમના ભૂતકાળના દેખાવની સરખામણીએ પ્રમાણમાં થોડો વધુ સારો દેખાવ કર્યેા છે પરંતુ ભાજપને પરાસ્ત કરવામાં તેમનો પન્નો ટૂંકો પડો છે.
ટિકિટ આપવામાં ભાજપના કડક માપદડં અને અનેક સિનિયર નેતાઓની ટિકિટ આપવામાં આવતા પ્રારંભથી ચેટ ચૂંટણીના છેલ્લા દિવસ સુધી ભાજપમાં ભડકાની પરિસ્થિતિ હોવાનું મીડિયામાં જણાવવામાં આવતું હતું પરંતુ પરિણામના દિવસે કંઈક જુદું જ ચિત્ર જોવા મળ્યું છે અને આવા અસંતોષ વચ્ચે પણ ભાજપનો વિજય થયો છે.
૧૫ મહાનગરપાલિકાઓની કુલ ૧૦૪૪ બેઠકમાંથી ચૂંટણી યોજાઈ તે પહેલા જ ભાજપે ૪૩ બેઠકો પોતાની તરફેણમાં બિનહરીફ કરી દીધી હતી આવી જ રીતે નગરપાલિકાઓની ચૂંટણીમાં ૨૬૨૪ બેઠકમાંથી ભાજપને ચૂંટણી પહેલા જ ૩૮૫ બેઠક બિનહરિફ મળી ગઈ હતી જોકે નગરપાલિકાઓમાં કોંગ્રેસને પણ બહાર બેઠક અને અન્યને ત્રણ બેઠક બિનહરીફ મળી ચૂકી છે ચૂંટણી પહેલા ૭૧૫ બેઠકો બિન હરીફ પ્રા કરનાર ભાજપે ચૂંટણીમાં પણ પોતાની તાકાત દેખાડી દીધી છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application