૨૫ વ્રતધારીબહેનોએ કરેલ સ્થાપન નિમિતે જ્ઞાન કંઠન
સમસ્ત મહેશ્વરી સંપ્રદાયના પરમ પૂજય ઇષ્ટદેવલુણંગ ગણેશ દેવનું સ્થાનક દેવભૂમિ દ્વારકા જીલ્લાના, ભાણવડ તાલુકાના ઘુમલી મુકામે કે જે બરડા ડુંગરની તળેટીમાં ઘુમલી નામનું ઐતિહાસિક તેમજ ભરપુર કુદરતી સૌંદર્ય ધરાવતું સ્થળ આવેલું છે જયાં સોનકંસારીની પૌરાણીક જગ્યા તેમજ ડુંગરની ટોચે આવેલ માં આશાપુરાનું મંદિર તેમજ તળેટીએ આવેલ લુણંગ ગણેશ દેવનું પવિત્ર મંદિર આવેલ છે.
આ પવિત્ર સ્થળે ઘણાં વર્ષોથી મહેશ્વરી સંપ્રદાયના ધાર્મિક મેળા યોજવામાં આવે છે જેમાં હજારોની સંખ્યામાં યાત્રાળુ પગપાળા તેમજ જુદા જુદા વાહનો દ્વારા દર્શનાર્થે આવે છે.
દર વર્ષની જેમ આ વર્ષે પણ મહેશ્વરી સંપ્રદાયનું પવિત્ર અઢીડા વ્રત નું સ્થાપન મહેશ્વરી સંપ્રદાયના ર૫(પચીસ) ધર્મપ્રેમી લોકો (૧) મુકેશ નાથાભાઈ મતિયા – જામનગર, (૨) ભરત રાજાભાઈ ભાગવત – જામનગર, (૩) કરશન તેજશીભાઈ મેઘાણી – જામનગર, (૪) મનોજ દેવાભાઈ પારીયા જામનગર, (૫) ધનજીભાઈ મેઘજીભાઈ પારીયા - જામનગર, (૬) કૈલાશ જગુભાઇ લાલણ - રાજકોટ, (૭) લક્ષ્મણ રામજીભાઈ પાયાગ - બીદડા, (૮) વાલજીભાઈ મેઘજીભાઈ પાતારીયા –ભુજપર, (૯) હરીભાઈ રતુભાઈ ઘેડા - કેરા, (૧૦) રવિ અશોકભાઈ લાખિયા - આદિપુર, (૧૧) દામજીભાઈ કાંયાભાઈ ડોરૂ - ગાંધીધામ, (૧૨) દિનેશભાઈ કાંયાભાઈ ડોરૂ-ગાંધીધામ,(૧૩) દેવીબેન સવજીભાઈ માતંગ – જામનગર, (૧૪) જેઠીબેન ગિરધરભાઈ કનેચા - જામનગર, (૧૫) હિરીબેન બાનાભાઈ ધુલિયા - જામનગર, (૧૬) ક્રિષ્નાબેન ભરતભાઈ ભાગવત જામનગર, (૧૭) કેશરબેન વાલજીભાઈ પાતરિયા - ભુજપર, (૧૮) લક્ષ્મીબેન ખીમજીભાઈ માતંગ - જામનગર, (૧૯) દેશાબેન નારણભાઈ પારીયા - જામનગર, (૨૦) ઉમાબેન કમાભાઈ ફફલ જામનગર, (૨૧) રાજીબેન લાખાભાઈ વિઝુડા - જામનગર, (૨૨) કામલબેન સામતભાઈ રોશીયા જામનગર, (૨૩) જયાબેન હમીરભાઈ મકવાણા - જામનગર, (૨૪) ભાનુબેન આલાભાઈ હાથિયા- જામનગર, (૨૫) ખીમીબેન રાજાભાઈ ભાગવત – જામનગર વાળાઓએ લુણંગ ગણેશ દેવની પવિત્ર જગ્યા ઘુમલી મુકામે કરેલ છે. જેઓના પથારીગુર અવલાડાડા માતંગ લુણંગ ગણેશ મંદિરના પુજારી છે. આ વ્રતની સ્થાપના તારીખઃ ૨૪-૯-૨૦૨૪ ના રોજ રાત્રે કરવામાં આવેલ છે. જેમાં તા. ૨૫-૯-૨૦૨૪ ના રોજ રાત્રે ૧૦-૦૦ કલાકે મહેશ્વરી સંપ્રદાયના ધર્મગુરૂઓ દ્વારા જ્ઞાનકંઠન/અખાણી કરવામાં આવશે. તેમજ તા.૨૫/૨૬-૯-૨૦૨૪ ના રોજ અઢીડા વ્રત ની ઉજવણી કરી બારમતી પંથ કરવામાં આવશે.
કુદરતી સૌંદર્ય ધરાવતાં એવા બરડા ડુંગરની તળેટીમાં જંગલ વિસ્તારમાં આવેલ સમસ્ય મહેશ્વરી સંપ્રદાયના લુણંગ દેવના મંદિરના સ્થાનકે ધાર્મિક ઉત્સવ દરમ્યાન કોઈને અગવડ ન પડે તે માટે ટ્રસ્ટ દ્વારા જનરેટર દ્વારા લાઈટ, પાણી, ભોજન, આરામ માટેની વ્યવસ્થા, બારમતીપંથના આયોજન માટેની વ્યવસ્થા કરવામાં આવેલ છે.
આ ધાર્મિક પવિત્ર જગ્યાનો વિકાસ થાય તેમજ ધર્મપ્રેમી લોકોને ટ્રસ્ટ દ્વારા સગવડ આપવામાં આવે છે તેમાં વિશેષ વધારો થાય તે માટે ટ્રસ્ટના હોદેદારોશ્રીઓ રાણાભાઈ વારસાખિયા, કે.ડી. માતંગ, કાનજીભાઈ ફકલ (જય અંબે ઓટો ગેરેજ), કિરણકુમાર એલ. ગડણ, જયંત વારસાખિયા (એડવોકેટ), કે.ડી. જોડ (નિ.ના. મામ.), માલશીભાઈ ગોરડીયા, ગાંગાભાઈ માતંગ, ગીરીશભાઈ માતંગ, બાબુભાઇ જોડ, સતિષભાઈ ચુંયા, બાબુભાઈ વિંજોડા, સમિતિના સભ્યો, સમાજના મંડળો / ટ્રસ્ટો, પંચ ધર્મગુરૂશ્રીઓ, મહારાજશ્રીઓ અને આગેવાનો વિગેરે તન-મન-ધનથી પ્રયત્ન કરી રહ્યા છે.
આ ધાર્મિક જ્ઞાનકંઠનનો લાભ લેવા સમસ્ત મહેશ્વરી સંપ્રદાયના તમામ જ્ઞાતિજનો, ધર્મગુરૂશ્રીઓ, મહારાજશ્રીઓ તથા ધર્મપ્રેમી લોકોને ઉપસ્થિત રહેવા ટ્રસ્ટના પ્રમુખરાણાભાઈ વારસાખિયા દ્વારા ''વાયક'' પાઠવવામાં આવે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationશ્રીલંકાની સરકારે ગૌતમ અદાણી સાથેનો વીજ ખરીદી કરાર આ કારણથી કર્યો રદ્દ
January 24, 2025 07:43 PMજામનગરના આકાશમાં આવતીકાલ તા.૨૫ તથા તા.૨૬મી જાન્યુઆરીના રોજ સર્જાશે અદ્ભુત દ્રશ્યો
January 24, 2025 07:12 PMમહાકુંભ મેળામાં જતા યાત્રિકો માટે ખુશખબર: પશ્ચિમ રેલવે દ્વારા સ્પેશિયલ ટ્રેનોમાં વધારાના કોચ
January 24, 2025 07:03 PMસિવિલ મેડિસિટી બની મેડિકલ ટુરિઝમનું કેન્દ્ર: આંતરરાષ્ટ્રીય સ્તરે જટિલ સર્જરી સફળતાપૂર્વક સંપન્ન
January 24, 2025 07:02 PMનળ સરોવરમાં પક્ષીઓની ગણતરી, 25 અને 26 જાન્યુઆરીએ પ્રવેશ બંધ
January 24, 2025 07:01 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech