જૂનાગઢ જિલ્લા સરકારી કચેરીઓમાં પ્રિપેડ વીજ મીટર લગાવવાનો ધમધમાટ

  • October 26, 2023 12:13 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ઈલેક્ટ્રિકલ નેટવર્કમાં આધુનિકરણ અને સિસ્ટમ સુધારણા માટેની ભારત સરકારની રિવેમ્પડ ડિસ્ટ્રીબ્યુશન સેક્ટર સ્કીમ હેઠળ મોબાઈલમાં વપરાતા પ્રિપેડ કાર્ડની જેમ વીજ વપરાશ માટે પણ પ્રીપેડ વીજ મીટર લાવવામાં આવ્યા છે. જૂનાગઢ જિલ્લ ામાં આ માટે વીજતંત્ર દ્વારા  આગામી દિવસોમાં તાલુકા કક્ષાની સરકારી કચેરીઓમાં  પ્રિપેડ વીજ મીટર  લગાવવામાં આવશે. 
​​​​​​​
 આ સંદર્ભે અધિક્ષક ઇજનેર  બી. ડી. પરમારે જણાવ્યું કે, કેન્દ્ર સરકારના આદેશ મુજબ માર્ચ-૨૦૨૫ સુધીમાં ખેતીવાડી સિવાયના બધા જ વીજધારકોને ત્યાં પ્રીપેડ વીજ મીટર લગાડવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. જેમાં પ્રથમ જિલ્લ ા તાલુકા કક્ષાની સરકારી કચેરીઓમાં આ પ્રિપેડ વીજ મીટર લગાવવામાં આવશે. જિલ્લ ામાં પ્રથમ તબક્કામાં ૧,૪૬,૦૮૩ વીજ મીટર લગાવવાનું આયોજન છે. આ માટે જરૂરી ટેકનિકલ ફેરફારો પણ કરવામાં આવશે.
તેમણે જણાવ્યું કે, આ યોજના હેઠળ મોબાઈલના વપરાશ માટે જેમ સીમકાર્ડને રિચાર્જ કરાવવું પડે છે, તેવી જ રીતે વીજ વપરાશ માટે પણ રિચાર્જ કરાવવાનું રહેશે. આ સિસ્ટમ મોબાઇલ એપ્લિકેશન આધારિત હશે. જેના મારફત ગ્રાહકો કયા વીજ ઉપકરણનો વધુ વપરાશ કરે છે તેની પણ જાણકારી મળી રહેશે. ઉપરાંત ગ્રાહકોને બિલ ભરવા માટે લાઈનમાં ઉભા રહેવાથી પણ મુક્તિ મળશે. આમ, ગ્રાહકોનો કિંમતી સમય પણ બચશે.
રિચાર્જ પૂર્ણ થયે હેપ્પી અવર્સ દરમિયાન એટલે કે રાત્રિના અને તહેવારોના સમય માટે વીજ પુરવઠો બંધ નહીં કરવામાં આવે. તેમજ ગ્રાહકોને રિચાર્જ સંબંધી સહિતની એસએમએસ દ્વારા પણ જરૂરી જાણકારી આપવામાં આવશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application