ત્રિકોણબાગ થી માલવિયા ચોક સુધી રોડ પહોળો કરવામાં આવશે

  • December 19, 2023 03:48 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ મહાપાલિકાના સેન્ટ્રલ ઝોન હેઠળના વોર્ડ નં.7માં આવેલો ત્રિકોણબાગ ચોકથી માલવીયા ચોક સુધીનાં લાખાજીરાજ માર્ગની બન્ને બાજુએ દોઢ-દોઢ મીટર કપાત કરી આ રસ્તો પહોળો કરવા મહાપાલિકાએ ચાલુ ગત સાંજે મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલના અધ્યક્ષ સ્થાને કપાતના અસરગ્રસ્તોની મિટિંગ યોજાઇ હતી જેમાં મહદ અંશે સર્વસંમતિ સધાતા હવે આ રોડ પહોળો કરવાનો માર્ગ મોકળો થયો છે.વિશેષમાં મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલએ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ઉપરોક્ત હયાત રસ્તાની પહોળાઇ 20 મીટરની છે અને લાઇન ઓફ પબ્લિક સ્ટ્રીટની કપાત બાદ સરેરાશ 23 મીટર પહોળાઇ થશે. ( રોડની બન્ને બાજુએ દોઢ દોઢ મીટર અથર્તિ બન્ને બાજુ 4.92 ફૂટની કપાત કરી રસ્તો કુલ 9.84 ફૂટ પહોળો કરાશે) ત્રિકોણબાગ ચોકથી માલવીયા ચોક સુધીનો કુલ 371 મીટર લંબાઇનો રસ્તો પહોળો કરવા માટે 1611.17 ચોરસ મીટર જમીન સંપાદિત કરવાની થાય છે. આ રોડ ઉપરની બે સરકારી મિલકત અને 18 ખાનગી મિલકત સહિત કુલ 20 મિલકતો કપાત કરવાની થાય છે.કમિશનરએ ઉમેર્યું હતું કે ગત સાંજે યોજાયેલી હિયરિંગ મિટિંગમાં વિસ્તૃત ચચર્િ વિચારણા થઇ છે અને મહદ અંશે બધા સહમત છે તેમ છતાં કપાતના અસરગ્રસ્તોને આગામી એક સપ્તાહ સુધીમાં વળતરનો વિકલ્પ પસંદ કરી મહાપાલિકાને જાણ કરવા જણાવ્યું છે, ત્યારબાદ તુરંત જ સ્ટેન્ડિંગ કમિટીમાં દરખાસ્ત કરાશે.


ટ્રાન્સફરેબલ ડેવલપમેન્ટ રાઇટ્સનો વિકલ્પ અપાયો
હિયરિંગમાં કપાતના વળતર તરીકે ચાર વિકલ્પ આપવામાં આવ્યા હતા જેમાં (1) કપાતમાં જતી જમીન સામે જમીન (2) કપાત સામે જંત્રી ભાવ અનુસાર રોકડ વળતર (3) ભવિષ્યમાં બિલ્ડીંગ પ્લાન મંજૂરી સમયે એફ.એસ.આઇ. માર્જિન તથા પાર્કિંગમાં થોડી છૂટછાટ અને (4) ટ્રાન્સફરેબલ ડેવલપમેન્ટ રાઇટ્સ (ટીડીઆર) સહિતનો સમાવેશ થાય છે. અગાઉ પ્રથમ ત્રણ વિકલ્પો જ અપાતા હતા. ટૂંકમાં હવેથી વિકલ્પ સ્વરૂપે ટીડીઆર આપવાનું રાજકોટમાં નવું શરૂ કરાયું છે.


યુરોપિયન જિમખાનાએ હજુ પણ વળ ન મુક્યો?
મહાપાલિકા દ્વારા જ્યારથી આ રસ્તો પહોળો કરવાનું જાહેર કરાયુ ત્યારથી જ યુરોપિયન જિમખાનાએ વાંધા વચકા કાઢવાનું શ કર્યું હતું ! દરમિયાન હવે કપાત કરી રસ્તો પહોળો થશે જ તે નિશ્ચિત બની જવા છતાં હજુ પણ યુરોપિયન જિમખાનાએ વળ મુક્યો નહીં હોવાનું મ્યુનિ.સુત્રોમાંથી જાણવા મળે છે. ગતસાંજે મળેલી હિયરિંગ મિટિંગમાં પણ કપાતના વળતર માટે ચારમાંથી એક વિકલ્પ પસંદ કરવાને બદલે અમે ટ્રસ્ટીઓની મિટિંગ યોજી તેમાં નિર્ણય કયર્િ પછી જણાવશું ! તેવો પ્રત્યુતર આપ્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application