રાજકોટ મહાનગરપાલિકાની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, રાજકોટ હસ્તકની શ્રી માં ખોડીયાર પ્રાથમિક શાળા નં.76 નું ગુજરાત સરકાર અને સમગ્ર શિક્ષા અભિયાનની ગ્રાન્ટમાંથી આઘુનિક સુવિઘાથી સજજ નવા બિલ્ડીંગનું ખાતમુર્હુત વિઘાનસભા-68ના ઘારાસભ્ય ઉદયભાઈ કાનગડના હસ્તે કરવામાં આવ્યું હતું. જેમાં રાજકોટ શહેરના વિવિધ મહાનુભાવો પણ સાથે જોડાઈ અને વિધાર્થીઓને ઉતમ પ્રકારની સુવિઘાઓ મળી રહે તે માટે અનુરોઘ કરાયો હતો.
ઉપરોકત કાર્યક્રમમાં રાજકોટ શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ દોશી, ધારાસભ્ય ઉદયભાઈ કાનગડ, રમેશભાઈ ટીલાળા, રાજકોટ મહાનગરપાલિકા નેતા શાસક પક્ષ લીલુબેન જાદવ, રાજકોટ શહેર ભાજપ મહામંત્રી વિરેન્દ્રસિંહ ઝાલા, અશ્વીનભાઈ મોલીયા, પ્રમુખશ્રી સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ ડી.વી.મહેતા, શિક્ષણ સમિતિ ચેરમેન વિક્રમ પુજારા, વાઈસ ચેરમેન ડો. પ્રવિણકુમાર નિમાવત અને સાથો સાથ શિક્ષણ સમિતીના તમામ સદસ્ય અજયભાઈ પરમાર, મનસુખભાઈ વેકરીયા, રસીકભાઈ બદ્રકિયા, વિક્રમસિંહ જાડેજા, વિરમભાઈ સાંબડ, હિતેશભાઈ રાવલ, જગદીશભાઈ ભોજાણી, સુરેશભાઈ રાધવાણી ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
ગુજરાત સરકાર અને સમગ્ર શિક્ષા અભિયાનની ગ્રાન્ટમાંથી નવી શાળાનું નિમર્ણિ કરવામાં આવશે. શાળાનું જુનું મકાન સને 1991 માં બાંઘકામ કરી આપવામાં આવેલ જે મકાન જર્જરીત થતા નવી શાળાનું મકાન તૈયાર કરવામાં આવશે જેમાં કુલ 17 (સતર) વર્ગખંડોનું બાંધકામ કરવાામાં આવશે. શાળામાં કુલ 537 બાળકો અભ્યાસ કરે છે. અને હાલ 16 શિક્ષકો કાર્યરત છે. આ તમામ શાળા પરીવારના બાળકો અને શિક્ષકોને શિક્ષણ અનુરૂપ યોગ્ય વાતાવરણ મળી રહે તે માટે અંદાજિત કિંમત 2 કરોડ 68 લાખ ના ખર્ચે શાળાનુ બાંઘકામ થશે. કુલ 17 વર્ગખંડો કોમ્પ્યુટર લેબની આઘુનિક સુવિદ્યા સાથે ઉપલબ્ધ કરવામાં આવશે.
શાળામાં ગ્રીન બોર્ડ, ઈલેકટ્રીક ફીટીંગ, પંખા, ટયુબ લાઈટ, કુમાર-ક્ધયા માટે અલાયદી ટોયલેટ વ્યવસ્થા, શાળાના મેદાનમાં પેવર બ્લોક, મધ્યાહન ભોજન શેડ, વિધાર્થીઓના પીવાના પાણીની સુવિઘા તેમજ હાથ ઘોવાની સુવિઘા વિકસાવવામાં આવશે. ફાયર સેફટી માટેની તમામ સુવિઘાઓ સાથેનુ અધતન બિલ્ડીંગ તૈયાર કરી સોંપવામાં આવશે. કાર્યક્રમને તમામ મોરચે સફળ બનાવવા ચેરમેન વિક્રમ પુજારા, વા.ચેરમેન ડો.પ્રવીણ નિમાવત, શાસનાધિકારી કિરીટસિંહ પરમારના માર્ગદશન હેઠળ શિક્ષણ સમિતિ પરીવાર, યુ.આર.સી., સી.આર.સી., શાળાના આચાર્યો દ્વારા કામગીરી કરવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationત્રીજો રાજકીય પક્ષ સ્થાપનાર શંકરસિંહ વાઘેલા ભાલા સાથે ઊતરશે ચૂંટણી જંગમાં
November 21, 2024 10:35 PMઈન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટે ઈઝરાયેલના PM નેતન્યાહુ વિરુદ્ધ ધરપકડ વોરંટ કર્યુ જાહેર...જાણો ગુનો શું છે
November 21, 2024 09:32 PMસાંજ સુધીમાં અદાણીને બીજો મોટો ફટકો, કેન્યાએ અદાણી ગ્રૂપ સાથેનો કરાર કર્યો રદ્દ
November 21, 2024 09:31 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech