સન્માન સાથે જીવવાના અધિકારમાં સારા પતિ તરીકે કામ કરવાની ફરજનો સમાવેશ

  • October 30, 2024 11:04 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજસ્થાન હાઈકોર્ટે અજમેર નિવાસી અરજદારને કામચલાઉ જામીન પર મુક્ત કરવાનો આદેશ આપ્યો

રાજસ્થાન હાઈકોર્ટે અજમેર નિવાસી અરજદારને કામચલાઉ જામીન પર મુક્ત કરવાનો આદેશ આપતા કહ્યું છે કે ભારતીય બંધારણની કલમ 21 હેઠળ સન્માન સાથે જીવવાના અધિકારમાં સારા પતિ તરીકે કામ કરવાની ફરજ પણ સામેલ છે.
અરજદાર હાલમાં સંજીવની મલ્ટીસ્ટેટ ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટી કૌભાંડના આરોપમાં જોધપુર જેલમાં બંધ છે. અરજદારે તેની પત્નીની ગંભીર તબિયતને ધ્યાનમાં રાખીને 60 દિવસ માટે કામચલાઉ જામીનની માંગણી કરી હતી. કોર્ટને કહેવામાં આવ્યું કે પત્નીની સારવાર જવાહરલાલ નેહરુ હોસ્પિટલ, અજમેરના ન્યુરોસર્જરી વિભાગમાં કરવામાં આવી રહી છે. તબીબોએ તાત્કાલિક સર્જરીની સલાહ આપી છે. જસ્ટિસ અરુણ મોંગાની સિંગલ બેન્ચે કહ્યું હતું કે માનવ તરીકે સન્માન સાથે જીવન જીવવાનો અધિકાર જરૂરી છે, જેમાં સારા પતિ તરીકે કામ કરવું પણ સામેલ છે. કોર્ટે કહ્યું કે લોકોના મૂળભૂત અધિકારોમાં હિંદુ રીતિ-રિવાજોના સંદર્ભમાં એક સારા પતિ તરીકે કામ કરવાનો, માનવ તરીકે સન્માન સાથે જીવવાનો અધિકાર સામેલ છે. અરજદારના ફરાર કે પુરાવા સાથે છેડછાડનો કોઈ ખતરો નથી. આ કેસમાં મોટાભાગના પુરાવા દસ્તાવેજી પ્રકૃતિના છે અને તે પહેલાથી જ સાચવવામાં આવ્યા છે. ત્યારે આવી પરિસ્થિતિમાં જામીન મળી શકે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application