ઈન્ડસ્ટ્રીના સૌથી શ્રીમંત વ્યક્તિ છે રોની સ્ક્રૂવાલા, નેટવર્થ 12800 કરોડ
જ્યારે બોલીવુડના સૌથી પૈસાવાળા વ્યક્તિનું નામ લેવામાં આવે તો પહેલું નામ શાહરૂખ ખાન કે સલમાન ખાનનું યાદ આવે પરંતુ એવું નથી, એક અલગ જ હસ્તી છે કે જે ઈન્ડસ્ટ્રીના સૌથી શ્રીમંત છે. બોલીવુડનો એકમાત્ર અબજપતિ એ છે કે જેની પાસે શાહરૂખ ખાન-સલમાન ખાનની સંપત્તિ તો કઈ જ નહીં.
બોલીવુડ ઈન્ડસ્ટ્રીમાં કામ કરનારા અનેક હસ્તી છે જેમની પાસે ખુબ પ્રોપર્ટી છે. આ સ્ટાર્સની નેટવર્થ જાણીને લોકો હેરાન રહી જાય છે. જો બી ટાઉનમાં સૌથી અમીર સેલિબ્રિટીની વાત કરીએ તો લોકોને તો એમ જ થતું હશે કે શાહરૂખ ખાન કે સલમાન ખાન સૌથી વધુ પૈસાવાળા હશે. પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે એવું જરાય નથી. બોલીવુડની સૌથી અમીર વ્યક્તિ જે છે ત્યાં સુધી તો સલમાન ખાન અને શાહરૂખ ખાન હજુ પહોંચ્યા જ નથી. જાણો બોલીવુડના એકમાત્ર અબજપતિ વ્યક્તિ કોણ છે અને તેમની કેટલી નેટવર્થ છે.
બોલીવુડના સૌથી ધનિક સેલિબ્રિટીની વાત કરીએ તો તેમનું નામ રોની સ્ક્રૂવાલા છે. ફોર્બ્સના એક રિપોર્ટ મુજબ ફિલ્મ પ્રોડ્યુસર રોની સ્ક્રૂવાલાની નેટવર્થ 12800 કરોડ રૂપિયા છે. તેઓ બોલીવુડના સૌથી ધનિક વ્યક્તિ છે અને ઈન્ડસ્ટ્રીના પહેલા અબજપતિ છે. તેઓ ફિલ્મો પ્રોડ્યૂસ કરે છે.
રોની સ્ક્રૂવાલાએ પોતાની કરિયરની શરૂઆત એક બિઝનેસમેન તરીકે કરી. તેમણે 70ના દાયકામાં ટુથબ્રશ બનાવવાની કંપની બનાવી. વર્ષ 1981માં તેઓ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં આવ્યા. ભારતમાં જ્યારે ફક્ત દુરદર્શનનો દબદબો હતો ત્યારે તે સમયે રોની સ્ક્રૂવાલાએ કેબલ ટીવીની શરૂઆત કરી હતી. રોની સ્ક્રૂવાલાએ કેબલ ટીવી દ્વારા મનોરંજનનું સ્તર બદલી નાખ્યું.
આરએવીપી નામની કંપની બનાવી
રોની સ્ક્રૂવાલાએ વર્ષ 1990માં યુટીવી સોફ્ટવેર કોમ્યુનિકેશન નામની કંપની બનાવી. તેમણે વર્ષ 2012માં આ કંપનીને 1.4 બિલિયન ડોલરમાં વેચી મારી. ત્યારબાદ આરએસવીપી નામની કંપની શરૂ કરી જે ફિલ્મો બનાવે છે.
અનેક કંપનીઓમાં રોકાણ
રોની સ્ક્રૂવાલાની આરએસવીપીએ અનેક ફિલ્મો બનાવી છે. રોની સ્ક્રૂવાલા ફક્ત આ કંપનીથી કમાણી કરે છે એવું નથી તેમણે અલગ અલગ કંપનીઓમં રોકાણ કર્યું છે. રોની સ્ક્રૂવાલાની નેટવર્થ આગળ સલમાન ખાન અને શાહરૂખ ખાન ક્યાંય ટકતા નથી. એક રિપોર્ટ મુજબ શાહરૂખ ખાનની નેટવર્થ 7300 કરોડ રૂપિયા જ્યારે સલમાન ખાનની નેટવર્થ 3000 કરોડ રૂપિયા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationRTE (ફ્રી શિક્ષણ) ના વર્ષ ૨૦૨૫ના ઓનલાઇન ફોર્મ વિનામૂલ્યે ભરવાનું હેલ્પ સેન્ટર
February 24, 2025 11:39 AMરાજકોટ નજીક પડવલા અને ખોખડદળ વચ્ચેના રસ્તા પર ટેન્કરે પલટી મારી, સદનસીબે કોઈ જાનહાની નહીં
February 24, 2025 11:37 AMમહા કુંભમાંથી પરત ફરી રહેલા રાજકોટના કારખાનેદારનું નાથદ્વારામાં હાર્ટ એટેકથી મોત
February 24, 2025 11:37 AMઓખાના ભરણપોષણના ગુન્હાના આરોપીને ઉતરપ્રદેશમાંથી શોધી જેલ હવાલે કરતી ઓખા મરીન પોલીસ
February 24, 2025 11:33 AMભારતની જીતથી નારાજ પાક ક્રિકેટ ચાહકોએ દુકાનોમાં રાખેલા ટેલિવિઝન સેટ તોડ્યા
February 24, 2025 11:32 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech