પીએમના રોડ શોની જવાબદારી મહાપાલિકાને સોંપાઈ

  • February 23, 2024 03:17 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી આગામી તા.૨૫ ફેબ્રુઆરીને રવિવારના રોજ બપોરે એઇમ્સ અને જનાના હોસ્પિટલ સહિતના વિકાસકામોના લોકાર્પણ માટે રાજકોટ આવી રહ્યા છે અને રાજકોટમાં તેમનો ભવ્ય રોડ શો તેમજ જંગી જાહેર સભા યોજાનાર છે. દરમિયાન સમગ્ર કાર્યક્રમનું સંકલન જિલ્લા વહીવટી તત્રં દ્રારા કરવામાં આવી રહ્યું છે પરંતુ રોડ શોની સંપૂર્ણ જવાબદારી રાજકોટ મહાપાલિકા તંત્રને સોંપવામાં આવી હોવાનું જાણવા મળે છે.

પ્રધાનમંત્રીના રોડ શોના અનુસંધાને મહાનગરપાલિકા કચેરીની કમિશનર બ્રાન્ચમાં આજે સવારથી મ્યુનિસિપલ કમિશનર આનદં પટેલના અધ્યક્ષસ્થાને અધિકારીઓ અને ઇજનેરોની મિટિંગનો ધમધમાટ સતત ચાલુ રહ્યો હતો. આજે સવારે ૧૦થી બપોરે એક વાગ્યા સુધીમાં મ્યુનિ.કમિશનરએ કુલ ચાર મિટિંગ યોજી હતી જેમાં સૌપ્રથમ સેન્ટ્રલ, વેસ્ટ અને ઇસ્ટ સહિત ત્રણેય ઝોનના સ્ટાફ સાથે ઝોનલ મિટિંગ અને ત્યારબાદ ઓવર ઓલ રિવ્યુ મિટિંગ યોજી હતી. બપોરે એક વાગ્યે મિટિંગનો દોર પૂર્ણ થયા બાદ મ્યુનિસિપલ કમિશનર આનદં પટેલ રોડ શોના ટની સાઇટ વિઝીટ માટે અધિકારીઓ અને ઇજનેરોના કાફલા સાથે પહોંચ્યા હતા અને ત્યાં આગળ સતત એક કલાક સુધી સાઈટ વિઝીટ કરી જરી સૂચનાઓ આપી હતી. દરમિયાન આજે બપોરે રિશેષ બાદથી ફરી મિટિંગ યોજવામાં આવનાર હોવાનું જાણવા મળે છે.

દરમિયાન મ્યુનિસિપલ કમિશનર આનદં પટેલનો સંપર્ક કરતા તેમણે આજકાલ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે શહેરના જુના એરપોર્ટના પ્રવેશદ્રારથી રેસકોર્ષનાં પ્રવેશદ્રાર સુધી ૮૦૦ મીટર નો રોડ શો યોજાશે, આ રોડ શોમાં રાસ–ગરબા વિગેરે સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવા માટે પાંચ કલ્ચરલ ગ્રૂપ્સને નિમંત્રીત કરાયા છે તેઓ ગુજરાતની ભાતીગળ સંસ્કૃતિને ઉજાગર કરતા રાસ ગરબા રમીને પ્રધાનમંત્રીને આવકારશે. યારે રોડ ઉપર ૨૧ સ્ટેજ બનાવાશે યાં આગળ વિવિધ જ્ઞાતિ સમાજની સંસ્થાઓ તેમજ અન્ય એનજીઓ દ્રારા પીએમનું અભિવાદન કરવામાં આવશે. દરેક સ્ટેજ ઉપર મહાપાલિકાના એક અધિકારી નોડેલ ઓફિસર તરીકે ઉપસ્થિત રહેશે તે માટેનો ઓર્ડર રિલીઝ કરાયો છે. મ્યુનિ.કમિશનરએ ઉમેયુ હતું કે મહાપાલિકા અને ડાના વિવિધ ૨૮ વિકાસકામોના લોકાર્પણ–ખાતમુહર્ત સમારોહ માટે અલગથી ઉચ્ચ અધિકારીઓને ડુટી સોંપવા પણ ઓર્ડર કરાયો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે આ તકે રાજકોટ મહાપાલિકા તથા રાજકોટ શહેરી વિકાસ સત્તા મંડળના કુલ .૪૯૫.૧૦ કરોડના વિવિધ ૨૮ વિકાસકામોનું લોકાર્પણ અને ખાતમુહર્ત પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના હસ્તે કરવામાં આવનાર છે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી રેસકોર્ષ ખાતે જાહેર સભાને સંબોધન કરશે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીને ઉષ્માભેર આવકારવા અને તેમના સ્વાગત માટે જુના એરપોર્ટથી સભા સ્થળ રેસકોર્ષ સુધી રોડ–શો યોજાશે.મહત્વપૂર્ણ છે કે પીએમના કાર્યક્રમને અનુસંધાને શનિ–રવિ દરમિયાન મહાપાલિકાના તમામ કર્મચારીઓની રજાઓ રદ કરાઇ છે તેમજ કર્મચારીઓને હેડ કવાર્ટર નહીં છોડવા માટે પરિપત્રિત હત્પકમ પણ જારી કરાયો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application