રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના જન્મસ્થાન પોરબંદર ખાતે દરરોજ વિશાળસંખ્યામાં પ્રવાસીઓ ફરવા માટે આવે છે અને ગાંધીજીનો જ્યાં જન્મ થયો હતો તે જુના ઘર ઉપરાંત કીર્તિમંદિરની પણ તેઓ મુલાકાત લે છે ત્યારે ત્યાં આવેલા મ્યુઝિયમમાં પણ નિયમિત રીતે મોટી સંખ્યામાં પ્રવાસીઓ જતા હોય છે અને અહી આવે ત્યારે દીવાલ પર ફ્રેમમાં મઢાવીને રાખેલા સન્માનપત્ર ઉપર ચોકકસપણે સહુની નજર જાય છે. જેમાં ગાંધીજીને પોરબંદરવાસીઓએ સન્માનપત્ર અર્પણ કર્યુ હતુ તેના શબ્દો આજે પણ અમર બની ગયેલા અનુભવાઇ રહ્યા છે.
કીર્તિમંદિર ખાતે આવેલા મ્યુઝિયમમાં પોરબંદરવાસીઓએ સ્વદેશભકત, કર્મવીર મહાત્મા ગાંધીજીને અર્પણ કરેલુ સન્માનપત્ર પ્રવાસીઓ માટે આકર્ષણપ બની જાય છે જેમાં આ સન્માનપત્રમાં એવુ જણાવાયુ છે કે
‘સ્વદેશભકત, કર્મવીર મહાત્માશ્રી
મોહનદાસ કરમચંદ ગાંધી
પૂજ્ય તપસ્વી,
પોરબંદર શહેરની ભૂમિને પોતાની જન્મભૂમિ તરીકે આખી પૃથ્વીમાં પ્રખ્યાત કરનાર આપ મહાત્માને માનપત્ર આપતા, આપની જન્મભૂમિના નિવાસીજનો તરીકે અત્યારે અમારા અંતરમાં જે જે લાગણીઓ ઉભરાય છે તે વર્ણવવાને ભાષાના શબ્દો અસમર્થ છે. તેમજ બાલ્યકાળના સાક્ષીભૂત એ જુના સ્થાનો જોતા આપના અંતરમાં પણ કંઇ કંઇ ભાવો ઉભરાય એ સ્વાભાવિક છે.
કર્તવ્યનું ભાન ભૂલી, નિશ્ર્ચેષ્ટ થયેલી ભારતવર્ષની પ્રજાના જીવનમાં એકતાના, સ્વાશ્રયતાના અને અહિંસાત્મકતાના પવિત્ર પ્રાણો મૂકવાને આપ સતત પ્રયત્નો સેવી રહ્યા છો, ભારતવર્ષે આદરેલા જાહેર જીવનપી મહાયજ્ઞની વરણીમાં આપને એકમતે અધ્વર્યુ (પ્રમુખ) નીમેલા છે અને આપના નાવિકપણા નીચે પંથ કાપતી આ દેશની જાહેરજીવનપી નૌકા સહીસલામત ઇચ્છિત સ્થાને પહોંપશે એવી અમોને સંપૂર્ણ શ્રધ્ધા છે.
આપણાં ધર્મશાસ્ત્રોમાં રાજા-પ્રજાનો સંબંધ પિતા-પુત્ર જેવો વર્ણવેલો છે. તે જયાં સ્વધર્મની ભાવના ભુલાઇ નથી, ત્યાં દેશી રાજ્યો એજ પ્રજાના સાચા સ્વરાજ્યો જેવા છે.
આ ભાવના અને રાજા-પ્રજા વચ્ચેનો પુરાણો પિતા-પુત્રનો સંબંધ કાઠીયાવાડમાં દરેક સ્થળે આપના પુનિત પ્રભાવથી દઢીભૂત કરી આપ રાજા પ્રજા ઉભયનું પરમહિત સાધવામાં સર્વથા ફતેહમંદ થાઓ, એ અમારી અંત:કરણની શુભાકાંક્ષા છે. આપની આ જન્મભૂમિમાં રાજા-પ્રજા વચ્ચેનો મીઠો સંબંધ બની રહેલો છે, આ જાણીને આપશ્રી મગરુબ થશો.
સુભાગ્યે આ સંસ્થાનના ઘણા વિભાગમાથી હજુ સાદા જીવનને ગૃહઉદ્યોગોનો લય થયો નથી. બરડાના અનેક ગામડામાં રેંટીયા અને શાળો ચાલે છે.
છાયાના વણકરોનું ઉનનું વણાટકામ સર્વત્ર વખણાય છે. વળી અહીના ખત્રીઓ રેશમી વણાટનું અને અહીની સ્ત્રીઓ અવકાશના સમયમાં બાંધણી બાંધવાના ગૃહઉદ્યોગોનું કાર્ય કરે છે. આપના તપસ્વી કરથી એ ઉદ્યોગો વિશેષ બળવાન બનો એવી અંત:કરણની અભિલાષા છે. દેશહિતના અનેક સુકાર્યો સાધતા આપ સહકુટુંબ દીર્ભાયુ ભોગવો એ અમારી પ્રભુપાસે પ્રાર્થના છે.
લિ. અમે છીએ આપના સ્વદેશબંધુ પોરબંદરના સમસ્ત પ્રજાજનો’ તે પ્રકારનો ઉલ્લેખ આ સન્માનપત્રમાં કરવામાં આવ્યો છે. અહીં આવતા પ્રવાસીઓનું આ સન્માનપત્ર અચુકપણે ધ્યાન ખેંચે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઇઝરાયલનું ગાઝા પર મોટું આક્રમણઃ ત્રણ દિવસમાં મોતનો આંકડો 250ને પાર
May 17, 2025 08:03 PMબેંગલુરુમાં વરસાદનું વિઘ્ન! RCB vs KKR મેચના ટૉસમાં વિલંબ, પણ ચાહકોનો ઉત્સાહ અકબંધ
May 17, 2025 07:34 PMજામનગર જીલ્લા કલેકટરના અધ્યક્ષ સ્થાને ફરિયાદ સમિતિની બેઠક યોજાઇ
May 17, 2025 05:38 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech