આર્થિક વહીવટોમાં આમ તો રાજયભરમાં પોલીસ હમ નહીં સુધરેંગેની જેમ હોય તે રીતે ઉચ્ચ સ્તરીય પગલા કે કોર્ટના આકરા વલણ બાદ પણ ફરી હતા એને એ જેવું બનતું રહે છે. રાજકોટ શહેર પોલીસે લાખોની ઉઘરાણાના બારોબાર પતાવટના કરેલા મામલામાં હાઈકોર્ટ ઈઓડબલ્યુ પીઆઈ જે.એમ.કૈલાની ભરકોર્ટમાં ઝાટકણી કાઢી હતી. પોલીસની રિકવરી એજન્ટની ભુમિકા કોઈ સંજોગોમાં ચલાવી લેવાય નહીં. તપાસમાં કસુરવાર ઠરશે તો પીઆઈ ઘર ભેગા થશે તેવું સરકાર પક્ષને સ્પષ્ટ્ર સુચિત કરી દેવાયું હતું.
રાજકોટના કારખાનેદારે હાઈકોર્ટમાં લાખોની ઉઘરાણીમાં એકપક્ષીય કાર્યવાહી કરી પોલીસે રોકડ તથા ઓડી કાર લઈ લીધાની કરેલી ફરિયાદમાં ગઈકાલે હાઈકોર્ટમાં જસ્ટીશ સંદીપ એન. ભટ્ટ દ્રારા સુનાવણી હાથ ધરાઈ હતી. સમગ્ર મામલામાં જેની સામે ફરિયાદ, આક્ષેપો થયા છે તે રાજકોટ શહેર પોલીસ ઈકોનોમીક ઓફેન્સ વિંગના પીઆઈ જે.એમ.કૈલા કોર્ટના ફરમાનને લઈને હાજર રહ્યા હતા. ભરકોર્ટમાં પીઆઈની પોલીસ ઓથોરીટીની ઝાટકણી કાઢવામાં આવી હતી.
અવારનવાર પોલીસની રિકવરી એજન્ટની ભુમિકાની ગંભીર નોંધ હાઈકોર્ટે લીધી હતી. સરકાર પક્ષે એવો બચાવ કરાયો હતો કે, ફરિયાદ સંદર્ભે જેની સામે તપાસ છે તે પીઆઈ કૈલાને સાઈડ લાઈન કરી દેવાયા છે. અન્યની બદલી કરી નખાઈ છે. પોલીસને ઉધડો લેતા કોર્ટે આકરૂ વલણ દાખવતા કહ્યું કે, હાઈકોર્ટની ચેતવણી છતાં પોલીસ કાયદો હાથમાં લઈને રિકવરી એજન્ટનો રોલ ભજવે છે જે સાંખી શકાય નહીં. પોલીસ કોઈ રિકવરી એજન્ટ નથી.
પોલીસને નાણાકીય બનાવટમાં આટલો બધો કેમ ઈન્ટ્રેસ્ટ પડે છે. હાઈકોર્ટ દ્રારા ખુલાસો માંગીને આગામી તા.૨૦ના રોજ રિપોર્ટ રજુ કરવા આદેશ કર્યેા હતો. સાથે સાથે એવું પણ કહ્યું કે, જો તપાસમાં પીઆઈનો રોલ આવશે તો પીઆઈને ઘર ભેગા કરવામાં આવશે. જાણવા મળ્યા મુજબ સમગ્ર કેસમાં અત્યારે તો પોલીસ અને ફરિયાદી વચ્ચે સમાધાન થઈ ચુકયું છે જેને લઈને હવે હાઈકોર્ટ કેવો અભિગમ અપનાવે તેના પર જાણકારો પોલીસ વર્તુળોની મીટ હશે
પોલીસ સુધરશે ખરી ? કે પછી કયારે ઉચ્ચ અધિકારીને રેલો આવશે ?
રાજકોટ શહેર પોલીસ નાણાકીય પતાવટો, હવાલાઓ, જમીન કાંડોમાં સમયાંતરે વિવાદમાં આવતી રહે છે પરંતુ જાણે ઉચ્ચ સ્તરીય, ગાંધીનગરના સત્તાવાહકો કે પછી કોર્ટનું પણ આકરૂ વલણ શેઠની શીખામણ ઝાપા સુધી રહેતું હશેની માફક હતી એવીને એવી જ બની જાય છે. ફરી વધુ એક વખત હાઈકોર્ટે પોલીસની ઝાટકણી કાઢી છે તો હવે પોલીસ સુધરશે ખરી ? કે પછી પાઘડીનો વળ છેડેની માફક સ્થાનિક ઉચ્ચ અધિકારીને રેલો આવશે ? શું સ્થાનિક ઉચ્ચ અધિકારીઓ સીપી, એડી. સીપી, ડીસીપી બધા અજાણ જ રહેતા હશે ? સ્ટાફ પર કોઈ કંટ્રોલ જ નહીં રહેતો હોય ? કે બધં એસી ચેમ્બરમાં તાબાના અધિકારીઓ જે વાત કરે જે આપે તે શીરાની માફક ગળે ઉતરી જતું હશે લઈ લેવાતું હશે અને બધુ ચાલવા દેવાતું હશે ? આવી ચર્ચાઓ જાણકારોમાં ચાલતી હશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationશ્રીલંકાની સરકારે ગૌતમ અદાણી સાથેનો વીજ ખરીદી કરાર આ કારણથી કર્યો રદ્દ
January 24, 2025 07:43 PMજામનગરના આકાશમાં આવતીકાલ તા.૨૫ તથા તા.૨૬મી જાન્યુઆરીના રોજ સર્જાશે અદ્ભુત દ્રશ્યો
January 24, 2025 07:12 PMમહાકુંભ મેળામાં જતા યાત્રિકો માટે ખુશખબર: પશ્ચિમ રેલવે દ્વારા સ્પેશિયલ ટ્રેનોમાં વધારાના કોચ
January 24, 2025 07:03 PMસિવિલ મેડિસિટી બની મેડિકલ ટુરિઝમનું કેન્દ્ર: આંતરરાષ્ટ્રીય સ્તરે જટિલ સર્જરી સફળતાપૂર્વક સંપન્ન
January 24, 2025 07:02 PMનળ સરોવરમાં પક્ષીઓની ગણતરી, 25 અને 26 જાન્યુઆરીએ પ્રવેશ બંધ
January 24, 2025 07:01 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech