ભારત સરકારના શિક્ષા મંત્રાલય દ્રારા પ્રધાનમંત્રી ઉચ્ચ શિક્ષા અભિયાન પીએમ ઉષા યોજના અંતર્ગત ૧૦૦ કરોડની ગ્રાન્ટ મંજૂર કરવામાં આવી છે અને આ બધું કુલપતિ નિલંબરીબેન દવેના પ્રયાસોના કારણે શકય બન્યું હોવાનું સૌરાષ્ટ્ર્ર યુનિવર્સિટીના રજીસ્ટાર રમેશભાઈ પરમારે જણાવ્યું છે.કુલપતિની પીઠ થાબડતી રજીસ્ટારની સત્તાવાર જાહેરાતમાં જણાવ્યા મુજબ મલ્ટી ડિસિપ્લિનરી એયુકેશન એન્ડ રિસર્ચ યુનિવર્સિટી માટે આ ગ્રાન્ટ મંજૂર કરવામાં આવી છે. તાજેતરમાં કુલપતિ નીલંબરીબેન દવેએ નીતિ આયોગની મીટીંગમાં કરેલા સૂચનો અને પ્રયાસોના ફલસ્વપ આ ઐતિહાસિક સિદ્ધિ પ્રા થઈ છે. સૌરાષ્ટ્ર્ર યુનિવર્સિટીએ આ માટે વિસ્તૃત માહિતીસભર પ્રપોઝલ પણ મોકલી હતી.
ભારતની શ્રે ૨૬ યુનિવર્સિટીઓમાની એક સૌરાષ્ટ્ર્ર યુનિવર્સિટી માટે ગ્રાન્ટ મંજૂરીની આ બાબત ગૌરવપૂર્ણ ક્ષણ છે. આ ગ્રાન્ટ મળતા હવે સંસ્થાના કેમ્પસમાં વાઇફાઇ સુવિધા, સ્માર્ટ કલાસીસ, વચ્ર્યુઅલ લેબ જેવી સુવિધા ઉભી કરવામાં અનુકૂળતા રહેશે. શૈક્ષણિક અને સંશોધન પ્રવૃત્તિને વેગ મળશે અને રાષ્ટ્ર્રીય કક્ષાએ સૌરાષ્ટ્ર્ર યુનિવર્સિટી અગ્રેસર બનશે.
આ તો રૂટિનમાં મળ્યું છે, નીતિ આયોગમાં કોઈ પ્રેઝન્ટેશન કરવાનું હોતું નથી: નીદત બારોટ
સૌરાષ્ટ્ર્ર યુનિવર્સિટીના કુલપતિ આત્મશલાઘામાં રાચે છે તેવો આક્ષેપ કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવકતા ડોકટર નિદત બારોટે જણાવ્યું છે કે ટિન પ્રક્રિયાના ભાગપે બન્યું છે. આમાં નીતિ આયોગમાં કે કયાંય પ્રેઝન્ટેશન કરવાનું હોતું નથી. ભારત સરકાર પહેલા ષા યોજના અંતર્ગત ગ્રાન્ટ આપતી હતી અને હવે તેનું નામ પીએમ ઉષા થયું છે. અગાઉ ષા હેઠળ સૌરાષ્ટ્ર્ર યુનિવર્સિટીના ગ્રાન્ટ મળતી હતી હવે નોલેજ કોન્ફર્ટીયમ ઓફ ગુજરાત (કેસીજી) અને રાય સરકાર મારફત આ યોજનામાં ગ્રાન્ટ મળે છે. આ યોજનાની ગાઈડ લાઈનમાં સ્પષ્ટ્રપણે જણાવ્યું છે કે જે યુનિવર્સિટીને અગાઉ ૧૦૦ કરોડ ષા હેઠળ ન મળ્યા હોય તેમને પીએમ ઉષા યોજનામાં ૧૦૦ કરોડ આપવાના થાય છે. ગુજરાતમાં સૌરાષ્ટ્ર્ર યુનિવર્સિટી અને દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી બે એવી યુનિવર્સિટી હતી કે જેને અગાઉ આ રકમ મળી નથી અને તેથી તેને ટિન પ્રક્રિયાના ભાગપે ૧૦૦ કરોડ મંજૂર કરવામાં આવ્યા છે. કાર્યકારી કુલપતિ અને કુલ સચિવ પોતાના ફોટા પડાવી પ્રેસનોટ મોકલી આત્મસલાઘામાંથી બહાર આવે તે જરી છે. ડોકટર નિદાત બારોટે જણાવ્યું છે કે પીએમ ઉષા યોજનાની ગાઈડલાઈનના પાના નંબર ૩૨માં મુદ્દા નંબર બી (એક)માં જણાવ્યું છે કે જે યુનિવર્સિટીને અગાઉ ૧૦૦ કરોડ નથી મળ્યા એ યુનિવર્સિટીને આ વખતે મેરીટની ગણતરી માં ૧૦૦ ગુણ આપવામાં આવશે. આ ગાઈડ લાઈનના પાના નંબર ૪૬ માં રાય સરકારે કરવાના થતા એમ ઓ યુ દર્શાવ્યા છે. તેથી શિક્ષણ જગતને ગેરમાર્ગે દોરવાનું કામ કુલપતિએ હવે બધં કરવું જોઈએ.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપહેલગામ હુમલાના આતંકવાદીઓને પકડવામાં મદદ કરશે US, તુલસી ગબાર્ડ બોલી, આ ઇસ્લામિક આતંકવાદી હુમલો
April 25, 2025 09:58 PMપાર્કિંગ નહીં તો દુકાન સીલ!: એસજી હાઇવે પર ઇસ્કોન ગાંઠિયા સહિત 12 દુકાનો પાર્કિંગના મામલે સીલ
April 25, 2025 09:56 PMરાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ હવે 24 કલાક રહેશે ચાલુ...જાણો કારણ
April 25, 2025 09:12 PMજામનગરના જિલ્લા પંચાયત સર્કલ પાસે VHP દ્વારા કાશ્મીરના મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ
April 25, 2025 07:42 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech