ગ્રીનકાર્ડ માટે ભલામણ: જો લાગુ થશે તો લાખો ભારતીયોને થશે ફાયદો

  • October 28, 2023 11:50 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


જે લોકો અમેરિકામાં સ્થાયી થવા માંગતા તે લોકો માટે સારા સમાચાર છે. અમેરિકાના એશિયન અમેરિકન મૂળ નિવાસી અને પેસિફિક આઇલેન્ડર કમિશનએ ગ્રીન કાર્ડ સંબંધિત એક મોટી ભલામણ કરી છે. આનાથી ગ્રીન કાર્ડની રાહ જોતા વિદેશીઓ, ખાસ કરીને ભારતીયોને ફાયદો થશે. પ્રારંભિક તબક્કામાં એમ્પ્લોયમેન્ટ ઓથોરાઈઝેશન કાર્ડ અને અન્ય જરૂરી મુસાફરી દસ્તાવેજો જારી કરવાની ભલામણ કરવામાં આવી છે.ગ્રીન કાર્ડ સત્તાવાર રીતે કાયમી નિવાસી કાર્ડ તરીકે ઓળખાય છે. તે અમેરિકામાં ઇમિગ્રન્ટ્સના પુરાવા તરીકે જારી કરાયેલ દસ્તાવેજ છે. ગ્રીન કાર્ડ ધારકોને કાયમી વસવાટ કરવાનો અધિકાર આપવામાં આવે છે.


એએનએચપીના સભ્ય અજય જૈન ભુટોરિયાએ કહ્યું કે જો આ ભલામણ લાગુ કરવામાં આવશે તો 80 લાખથી વધુ વિદેશીઓને તેનો લાભ મળશે. તેમાંથી મોટાભાગના ભારતીયો છે. તેમાં એવા અરજદારોનો પણ સમાવેશ થાય છે જેઓ 5 વર્ષથી વધુ સમયથી બેકલોગમાં છે અને જેમણે 2018માં અરજીઓ સબમિટ કરી હતી. એવો અંદાજ છે કે તેના અમલીકરણમાં 18 મહિનાથી વધુ સમય લાગી શકે છે.


આ નિયમ વિના, જેઓ બેકલોગમાં સામેલ કોન્ટ્રાક્ટ કામદારો છે જેમણે સતત વર્ક વિઝા (-1/-1) રિન્યુ કરાવવા પડે છે. આ પ્રક્રિયા દરમિયાન તેઓ સ્વતંત્ર રીતે મુસાફરી કરી શકતા નથી. 2 મહિનાથી વધુ બેરોજગાર રહી શકતા નથી. તેમના માટે નોકરી બદલવી અથવા વધારાનું કામ લેવું ખૂબ મુશ્કેલ છે.
નવી માર્ગદર્શિકા એમ્પ્લોયર વચ્ચે કોઈપણ નિયંત્રણો વિના અવાર જવરની સ્વતંત્રતા પ્રદાન કરશે, જેનાથી કામદારો અને અર્થતંત્ર બંનેને ફાયદો થશે. એડવાન્સ પેરોલ મેળવવાથી મુસાફરીની સુવિધા મળશે, યુએસ એમ્બેસીઓમાં વિઝા એપોઇન્ટમેન્ટ બેકલોગ ટાળી શકાશે અને વતન દેશોમાં વૃદ્ધ માતા-પિતાની સંભાળ રાખવામાં મદદ મળશે.

ભુટોરિયાએ જણાવ્યું હતું કે ગ્રીન કાર્ડ એપ્લિકેશન પ્રક્રિયામાં ઘણા તબક્કાઓ હોય છે અને પ્રક્રિયા ’આઈ-140’ એપ્લિકેશન ફાઇલ કરવાથી શરૂ થાય છે અને આગામી મહત્વપૂર્ણ પગલું ’આઈ-485’ (એપ્લીકેશન ફોર એડજસ્ટમેન્ટ ઓફ સ્ટેટસ) છે. હાલમાં આ તબક્કે તેઓ તેમનું એમ્પ્લોયમેન્ટ ઓથોરાઈઝેશન કાર્ડ અને પ્રવાસ દસ્તાવેજ ’એડવાન્સ પેરોલ’ મેળવે છે, જે તેમને ગ્રીન કાર્ડ અરજી પ્રક્રિયા પૂર્ણ ન થાય ત્યાં સુધી કોઈપણ એમ્પ્લોયર માટે કામ કરવાની મંજૂરી આપે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application