દાવેદારોનું લિસ્ટ પ્રદેશએ નવી દિલ્હી પહોંચાડુ,ં મિટિંગમાં તમામ ચર્ચા–વિચારણા પૂર્ણ પરંતુ નામ જાહેર ન થયું: ચર્ચાતા નામોમાંથી જ પસંદગી થશે કે ગત ટર્મની જેમ ભાજપ સરપ્રાઇઝ આપી ચોંકાવશે? : અમિતભાઇ શાહ અને સી.આર.પાટીલ વિચાર વિમર્શ કરે ત્યારબાદ નામ જાહેર થવાની સંભાવનાઆજકાલ પ્રતિનિધિ
રાજકોટ
ભારતીય જનતા પાર્ટી સંગઠન સંરચના અંતર્ગત રાજકોટ શહેર ભાજપ પ્રમુખનું નામ તા.૮ અથવા મોડામાં મોડું તા.૯ જાન્યુઆરી સુધીમાં જાહેર થશે તેવી ચર્ચા હતી. દાવેદરોના નામ નવી દિલ્હી સુધી પહોંચી ગયા અને મિટિંગમાં તમામ ચર્ચા વિચારણા પૂર્ણ થયા પછી પણ આજે બપોર સુધી કોઇ જાહેરાત કરાઇ નથી ત્યારે જો હવે એક બે દિવસમાં જાહેરાત ન થાય તો કમુરતા ઉતર્યે જ મુહર્ત આવશે તેમ મનાય રહ્યું છે. ચર્ચાતા નામોમાંથી જ કોઇ નામ જાહેર થશે કે ભાજપ ગત ટર્મની જેમ સરપ્રાઇઝ આપી સૌને ચોંકાવશે.
દાવેદારોનું લિસ્ટ પ્રદેશ ભાજપએ ગઇકાલે જ નવી દિલ્હી પહોંચાડી આપ્યું છે અને મિટિંગમાં ચર્ચા–વિચારણા પણ થઇ પરંતુ કોઇ નિષ્કર્ષ નહીં આવતા નામ જાહેર થયું નથી. હવે કેન્દ્રીય મંત્રી અમિતભાઇ શાહ અને પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ સહિતનું મોવડી મંડળ વિચાર વિમર્શ કરે ત્યાર બાદ નામ જાહેર થવાની સંભાવના છે.
રાજકોટ શહેર ભાજપના પ્રમુખ પદે મુકેશભાઇ દોશી રિપિટ થાય તે માટે બોઘરા જૂથ દ્રારા પ્રયત્નશીલ છે, અન્ય અમુક ટોચના નેતાઓ પણ મુકેશભાઇ દોશી માટે મહેનત કરી રહ્યા છે, તેમને પ્રમુખ પદે હજુ ત્રણ વર્ષ પૂર્ણ થયા નથી તેમજ તેમણે કરેલી કામગીરીના આધારે તેમને રિપિટ કરવાની માંગ રજૂ થઇ છે. મુકેશભાઇ દોશી વિધ્ધ જે લોકોએ જે કઇં રજૂઆતો કરી તે શા માટે કરી તેના સાચા કારણો પણ પ્રદેશના ધ્યાને મુકવામાં આવ્યા છે.યારે પાણી જૂથ ડો.જૈમન ઉપાધ્યાય માટે ઉપરાંત વર્ષેા સુધી ઉચ્ચ પદ ઉપર રહેલા રાજકોટ ભાજપના એક નેતા સહિતના આગેવાનો કશ્યપ શુકલના નામ માટે ભલામણ કરી રહ્યા છે. પાણી જૂથ વ્યૂહાત્મક રીતે હત્પં નહીં તો તું ય નહીંની થિયરી મુજબ જો ડો.જૈમન ઉપાધ્યાયનું નામ પસંદગી ન પામે તો વિકલ્પે કશ્યપ શુકલના સમર્થનમાં હોવાની પક્ષના વર્તુળોમાં ચર્ચા છે.
અલબત્ત મહાનગરોના પ્રમુખ માટે પક્ષ શું ફોમ્ર્યુલા નક્કી કરે છે તેના ઉપર બધું આધારિત રહેશે, જો કે પક્ષ યાં જેને પ્રમુખ બનાવવા ઇચ્છે તે મુજબની ફોમ્ર્યુલા તૈયાર કરે તે પણ હકીકત છે. જ્ઞાતિ સમીકરણ મહત્વનું બની રહેશે પરંતુ અન્ય મહાનગરોમાં કઇ જ્ઞાતિને પ્રમુખપદ અપાય તેની અસર સ્વાભાવિક રીતે જ રાજકોટ ઉપર આવશે.
રાજકોટ સહિત સૌરાષ્ટ્ર્ર ગુજરાતમાં સંગઠન સંરચનામાં અનેક શહેરો અને જિલ્લાઓમાં ભાજપમાં ચાલતો જૂથવાદ સપાટી ઉપર આવ્યો છે પરંતુ રાજકોટના જૂથવાદએ તો નવા સીમાચિન્હો સર કર્યા છે. કદાચ રાજકોટ જ એક એવું શહેર છે કે જેમાં શહેર પ્રમુખ, તાલુકા પ્રમુખ અને જિલ્લા પ્રમુખ સહિતના ત્રણેય પદોની નિયુકિત ટલ્લે ચડી છે. હવે તો પ્રદેશ ભાજપના નેતાઓ પણ રાજકોટનું નામ સાંભળતા જ માથું ખંજવાળે છે. ભૂતકાળમાં પણ વિવાદો, માથાકૂટ, લોબિંગ થયા છે પરંતુ આટલો જૂથવાદ જોવા મળ્યો નથી
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationટ્રમ્પના ટેરિફની અસર, અમેરિકી શેરબજારમાં સતત બીજા દિવસે ઘટાડો, ડાઉ જોન્સમાં 1450 પોઇન્ટનો ઘટાડો
April 04, 2025 10:42 PMઓસ્ટ્રેલિયામાં લોકોની મહેનતની કમાણી પર હેકર્સની નજર, પેન્શન ફંડના 20 હજારથી વધુ ખાતા હેક
April 04, 2025 10:41 PMસુરતમાં જૈન મુનિ શાંતિસાગર દુષ્કર્મ કેસમાં દોષિત જાહેર, આવતીકાલે સજા
April 04, 2025 09:19 PMવડોદરા હિટ એન્ડ રન ઘટસ્ફોટ: રક્ષિત ચૌરસિયાએ ગાંજો પીને સર્જ્યો હતો અકસ્માત
April 04, 2025 09:12 PMજામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા ગુલાબનગર રોડ પર કરાયેલ ગેરકારે દબાણ દૂર કરવામાં આવ્યું
April 04, 2025 06:36 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech