રાજકોટ માર્કેટ યાર્ડના વેપારીનો ૪૩ લાખના તલનો જથ્થો ટ્રકચાલક બારોબાર ચાઉં કરી ગયો

  • September 17, 2024 12:03 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ બેડી માર્કેટ યાર્ડના તલના વેપારીના ૪૩ લાખના તલનો જથ્થો ટ્રકચાલક રોહીતસીંગ હરજીસિંગ નામનો રાજસ્થાની શખસ બારોબાર ઓળવી ગયાની ફરિયાદ કુવાડવા રોડ પોલીસ મથકે નોંધાઈ છે.
બેડી યાર્ડમાં શ્રી જલીયાણ નામે વિવેકભાઈ ગણાત્રા તથા હરેશભાઈ ચોટાઈ પેઢી ધરાવે છે. કમિશન એજન્ટ તલનો વેપાર ગુજરાત અને અન્ય રાયોમાં કરે છ.
ટ્રક મારફતે ગત તા.૯ના રોજ રાજસ્થાનના જયપુરમાં યશ ઈન્ડસ્ટ્રીઝમાં ૪૩ લાખની કિંમતના ૩૫ ટન તલ રૂડાનગર ટ્રાન્સપોર્ટમાં આવેલા ત્રિમુર્તિ ટ્રાન્સપોર્ટ મારફતે ટ્રકમાં રાજસ્થાન મોકલ્યા હતા.
જયપુર બે દિવસમાં ડિલવરી થઈ જતી હોય છે, તા.૧૪ સુધી ટ્રક પહોંચ્યો ન હોવાનું જાણવા મળ્યું હતું. ટ્રાન્સપોર્ટ માલીક નારણભાઈએ ટ્રક મોકલાવી હોવાથી ટ્રાન્સપોર્ટનો સંપર્ક કરાયો હતો. તા.૧૨ના ટ્રકના ચાલક રોહીતસિંગ ફોન કરીને એવું કહ્યું હતું કે, ટ્રક રાજસ્થાનમાં રાજસમદં પાસે નમી ગયો છે.
 તલના કટ્ટા નમી ગયા હોવાથી મજુરો મારફતે સરખા કરાવીને આવતીકાલે ટ્રક લઈને પહોંચશે. જો કે, બે દિવસ પછી પણ ટ્રક પહોંચ્યો ન હતો. બે દિવસ બાદ ફરી સંપર્ક સાધતા ટ્રક ચાલકનો નંબર બધં આવતો હતો.
 તપાસ કરતા ટ્રક રાજસ્થાનના ધાજન ગામ પાસે ખાલી મળ્યો હતો જે અંગે જયપુરની પેઢીના યશભાઈ દ્રારા રાજકોટ યાર્ડના વેપારીને જાણ કરાઈ હતી. ટ્રક ચાલક રાજકોટથી ૪૩,૨૮,૩૯૩ રૂપિયાના તલનો જથ્થો લઈને નીકળ્યા બાદ ગાયબ થઈ ગયો હતો. ટ્રક ખાલી મળ્યો હોવાથી ચાલકે તલનો જથ્થો બારોબાર વેચી દીધો હોવાની વેપારીને આશંકા જન્મી હતી.
તપાસના અંતે ટ્રક ચાલક રાજસ્થાનના ખેરાજેશા ગામના રોહીતસિંગ હરજીસિંગ સામે રાજકોટ યાર્ડની શ્રી જલીયાણ પેઢીના કર્મચારી જયદીપ ધીરજલાલ કોટેચા ઉ.વ.૩૧ રહે. ઉત્કર્ષ રેસી. સાધુ વાસવાણી કુંજ રોડ રાજકોટ દ્રારા ગઈકાલે કુવાડવા રોડ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા એક ટીમ રાજસ્થાન દોડી ગઈ છે. ટ્રક કબજે લેવા તજવીજ આરોપીના ગામ તરફ તપાસ કરાઈ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application