સામાન્ય જનતાને ફરી એકવાર મોંઘવારીના મારનો સામનો કરવો પડી શકે છે. ચિંતાનો વિષય છે કે અનાજ, કઠોળ અને તેલીબિયાંના ઉત્પાદનમાં ઘટાડો થઈ શકે છે. આ ઉપરાંત ખાંડનું ઉત્પાદન પણ ૪ ટકા ઓછું રહેવાનો અંદાજ છે. ભવિષ્યમાં પણ લોકો મોંઘવારીનો ભોગ બની શકે છે. છેલ્લા બે સાહમાં બટાટા, ડુંગળી, ટામેટા જેવા મુખ્ય શાકભાજીના ભાવમાં વધારો થયો છે, જેની અસર ખાધ મોંઘવારી દર પર જોવા મળી શકે છે. કન્યુમર મિનિસ્ટ્રીના ડેટા અનુસાર રિટેલ માર્કેટમાં બટાકાની કિંમત વાર્ષિક ધોરણે ૩૩ ટકા વધી છે અને હાલમાં તે ૨૦ પિયા પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહી છે. તે જ સમયે, ડુંગળીના છૂટક ભાવમાં ૨૦ ટકાનો વધારો થયો છે અને તે ૩૦–૩૫ પિયા પ્રતિ કિલો છે. ટામેટાના ભાવમાં વાર્ષિક ધોરણે ૫૦ ટકાનો વધારો થયો છે.
રિપોર્ટ અનુસાર આગામી કેટલાક મહિનામાં ટામેટાં અને બટાટા જેવા શાકભાજીના ભાવમાં વધુ વધારો થઈ શકે છે. યારે ગત વર્ષે આ સમયગાળા દરમિયાન ટામેટા અને બટાકાના ભાવમાં અનુક્રમે ૩૬ ટકા અને ૨૦ ટકાનો ઘટાડો નોંધાયો હતો. જો કે, જુલાઈ ૨૦૨૩ માં ચોમાસાની નબળી સ્થિતિને કારણે, ટામેટાના ભાવમાં ૨૦૨ ટકાનો વધારો થયો હતો અને દેશના ઘણા ભાગોમાં ૨૦૦ પિયા પ્રતિ કિલો સુધી વેચાયા હતા.
સીએમઆઈઈના ડેટા અનુસાર, ઓછી ઉપજ અને અનિયમિત વરસાદને કારણે ખરીફ અને રવિ ઉત્પાદન ગત વર્ષ કરતાં ઓછું રહેવાની ધારણા છે. ગયા વર્ષે ૫.૬ ટકા ઓછો વરસાદ થયો હતો. જેના કારણે ખરીફ પાકની વાવણી માટેનો વિસ્તાર ઓછો થયો છે. મોડી વાવણીને કારણે ચોખા અને સોયાબીન જેવા પાકની લણણી મોડી થવાને કારણે રવિ ઉત્પાદન પણ ખોરવાઈ શકે છે. જોકે, ઘઉંનું ઉત્પાદન ગયા વર્ષની સરખામણીમાં થોડું વધારે હોઈ શકે છે.
૨૦૨૩–૨૪ સીઝન ઓકટોબર–સપ્ટેમ્બરમાં દેશમાં ખાંડનું ઉત્પાદન લગભગ ૪ ટકા ઘટીને ૩૧.૬ મિલિયન ટન રહેવાનો અંદાજ છે. પ્રથમ ઉત્પાદન અંદાજો બહાર પાડતા, ઓલ ઈન્ડિયા સુગર ટ્રેડ એસોસિએશને જણાવ્યું હતું કે, અંદાજિત ૩૧.૬ મિલિયન ટન ખાંડનું ઉત્પાદન અને ૫૭ લાખ ટનના આરંભિક અનામત સાથે, ખાંડની ઉપલબ્ધતા ૩૭.૩ મિલિયન ટન થવાની સંભાવના છે. આ ૨૯ મિલિયન ટનના અંદાજિત સ્થાનિક વપરાશ કરતાં વધુ છે. યુપીમાં ૨૦૨૩–૨૪ સીઝનમાં ખાંડનું ઉત્પાદન ૧.૧૭ કરોડ ટનથી વધુ રહેવાનો અંદાજ છે. મહારાષ્ટ્ર્રમાં ૯૬ લાખ ટન અને કર્ણાટકમાં ૪૭ લાખ ટન ઉત્પાદનનો અંદાજ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationફલ્લા ગામમાં ગ્રામ પંચાયત પણ વોકિટોકીથી સજ્જ
May 14, 2025 12:06 PMમિશન ઇમ્પોસિબલ 8': ટોમ ક્રૂઝના દિલધડક સ્ટંટ દર્શકોને જકડી રાખશે
May 14, 2025 12:05 PMદીપિકા પ્રભાસની ફિલ્મ 'સ્પિરિટ'માં મહત્વનો રોલ અદા કરશે
May 14, 2025 12:00 PMમૂળીનાં ભેટ અને દાધોળીયા ગામેથી ૧૬ ની ખનિજ ચોરી ઝડપાઇ
May 14, 2025 11:57 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech