નીતિન ગડકરી સુધી ફરિયાદ થતા લેવાયું પગલું
ખંભાળિયાના દેવળીયાથી દ્વારકાના કુરંગા સુધીના ફોર લેન સીસી રોડને સરકાર દ્વારા ટોલ રોડ બનાવી, અને નેશનલ હાઈવે કરવા માટે રૂપિયા 1,200 કરોડનો ખર્ચ કર્યો છે. આ માર્ગ પર વાહન ચલાવવા આવતા-જતા કુલ 210 રૂપિયાનો ટોલ સ્વરૂપે ચાંદલો કરવો પડે છે.
ત્યારે આ નેશનલ હાઈવે બન્યાના થોડા સમયમાં ઠેર ઠેર ખાડા પડી ગયા જોવા મળે છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં તાજેતરમાં વરસી ગયેલા ભારે વરસાદ વચ્ચે આ ખાડાઓનું કદ વધી જતા ખાસ કરીને વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. સરકાર દ્વારા જુદા જુદા રસ્તા રીપેરીંગની કામગીરી કરવામાં આવી રહી છે, ત્યારે દેવળીયા - કુરંગા વચ્ચેનો આ ટોલ રોડ વ્યવસ્થિત રીતે ન થતા આ બાબત ચોથી જાગીર દ્વારા કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી સુધી પહોંચાડવામાં આવી હતી.
જિલ્લાના અધિકારીના ફોન ઉપાડવાની પણ દરકાર ન કરતા નેશનલ હાઈવે ઓથોરિટીને રેલો આવતા રાતોરાત તમામ પુલના ગાબડા પર રીપેરીંગ કામ કરી અને વાહન ચાલકોને થડકા ન આવે તેમજ ખાડાના રહે તે માટેની કામગીરી કરી નાખવામાં આવી હતી. જેથી વાહન ચાલકોને થોડી રાહત થઈ હતી.
યાત્રાધામ દ્વારકા તેમજ બેટ દ્વારકામાં દરરોજ જુદા જુદા વિસ્તારોમાંથી હજારોની સંખ્યામાં યાત્રિકો આવે છે. ત્યારે અહીંના રસ્તાઓ ખાડા ખડબાવાળા ન હોય એ બાબતની તકેદારી રાખવા માંગ કરાઈ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationવાવડીમાં નિર્દોષ યુવકને પાઇપના ઘા મારી મોતને ઘાટ ઉતારનાર પાંચેયની ધરપકડ
June 07, 2025 03:09 PMકામે લાગી જાવ, ફિલ્ડમાં રહો, લોકો સુધી જાવ, કરેલા કામ બતાવો: કોર્પોરેટરોને સીએમની શીખ
June 07, 2025 03:07 PMરશિયા યુક્રેન પર પરમાણુ હુમલાની તૈયારી કરી રહ્યું છેઃ બ્રિટિશ કર્નલની ગંભીર ચેતવણી
June 07, 2025 03:02 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech