લોધીકા પશુ દવાખાનામાં ડોકટરની જગ્યા બે વર્ષથી ખાલી પડી છે

  • August 22, 2024 12:28 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


તાલુકા કક્ષાના લોધિકા ગામે સરકારી પશુ દવાખાનામાં છેલ્લ ા બે વર્ષ થયા પશુ ડોકટરની જગ્યા ખાલી છે, જેથી લોધીકા અને આસપાસના ગામોના પશુપાલકો યારે તેમના પશુઓ બીમાર પડે છે ત્યારે પશુ ડોકટરના અભાવે પરેશાની ભોગવે છે.
આ અંગે તાલુકા શિવસેનાના પ્રમુખ ગૌરવ હંસોરા ઉપ–પ્રમુખ અશોકભાઈ વસોયા મહામંત્રી મુકેશભાઈ ખુટ વગેરેએ રજૂઆતમાં જણાવ્યા મુજબ લોધિકા ગામે તાલુકા કક્ષાનું પશુ દવાખાનું આવેલું છે લોધિકા સહિત આસપાસના ખેડૂતો અને માલધારીઓ મોટા પ્રમાણમાં છે. આ ઉપરાંત અહીં લોધિકા ગામમાં વિશાળ ગૌશાળા આવેલી છે જેમાં ગાયો અને રખડતા પશુઓને સાચવવામાં આવે છે. યારે આ ગૌશાળામાં પશુ બીમાર પડે છે ત્યારે પશુ ડોકટરના અભાવે મુશ્કેલી પડે છે અનેક રજૂઆતો છતાં આ પ્રશ્નનો કોઈ ઉકેલ આવતો નથી. લોધીકા અને આસપાસના ગામના લોકોમાં ઘણા પરિવારોની આજીવિકા નું મુખ્ય સાધન દૂધ ઉત્પાદન અને વેચાણ છે. યારે પશુઓ બીમાર પડે છે ત્યારે ખાનગી પશુ ડોકટરોનો સહારો લેવો પડે છે ત્યારે લાંબા સમયથી પશુ દવાખાનામાં ડોકટરની જગ્યા ભરવાની જર હોવા છતાં જવાબદાર તત્રં દ્રારા કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી ત્યારે વહેલી તકે આ પ્રશ્નનો હલ થાય તેવી લોકોની રજૂઆત છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application