વિશ્વભરમાં સ્થૂળતાથી પીડાતા લોકોની વસ્તી એક અબજને વટાવી ગઈ છે. જેમાં વયસ્કો અને વૃદ્ધોની સાથે બાળકોનો પણ સમાવેશ થાય છે. સ્થૂળતાના વધતા જોખમોને લઈને કરવામાં આવેલા સંશોધનમાં આ વાત સામે આવી છે. ધ લેન્સેટ જર્નલમાં પ્રકાશિત થયેલા એક સંશોધન અહેવાલ મુજબ, વિશ્વભરના બાળકો અને કિશોરોમાં સ્થૂળતાનો દર ૧૯૯૦ની સરખામણીએ ૨૦૨૨માં ચાર ગણો વધ્યો. પુખ્ત વસ્તીમાં, સ્થૂળતા દર સ્ત્રીઓમાં બમણાથી વધુ અને પુષોમાં ત્રણ ગણાથી વધુ છે.
સંશોધકોએ ચિંતા વ્યકત કરતા કહ્યું કે જે રીતે વિશ્વમાં તમામ ઉંમરના લોકોમાં સ્થૂળતાની સમસ્યા વધી રહી છે તે જોતા ભવિષ્યમાં ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓનું જોખમ છે. લોકોએ તેમના વજનને નિયંત્રિત કરવા માટે પગલાં લેવા જોઈએ. વધુ પડતું વજન અથવા સ્થૂળતા ઘણા ક્રોનિક રોગોમાંનું એક પરિબળ માનવામાં આવે છે. સંશોધન મુજબ, વધુ વજનવાળા લોકોને ડાયાબિટીસ, હૃદય રોગ અને હાર્ટ એટેકનું જોખમ વધારે હોય છે.
ઈમ્પીરીયલ કોલેજ લંડનના પ્રોફેસર અને સંશોધનના લેખક માજીદ એઝાતી કહે છે કે તે ચિંતાજનક છે કે ૧૯૯૦માં વિશ્વના મોટાભાગના ભાગોમાં પુખ્ત વયના લોકોમાં વધુ જોવા મળતી સ્થૂળતાની સમસ્યા હવે શાળાએ જતા બાળકો અને કિશોરોમાં વધી રહી છે. બીજી બાજુ, વિશ્વના સૌથી ગરીબ ભાગોમાં લાખો લોકો હજુ પણ કુપોષણથી પ્રભાવિત છે.
૧૫.૯ કરોડ બાળકો અને કિશોરોને પણ જોખમ
રિપોર્ટ અનુસાર, ૨૦૨૨માં ૧૫.૯ કરોડ બાળકો–કિશોરો અને ૮૭.૯ કરોડ પુખ્ત વયના લોકો સ્થૂળતાનો શિકાર બન્યા હતા. બાળકોની સાથે સાથે વૃદ્ધોમાં પણ આ સમસ્યા વધી છે. આ ઉપરાંત, ત્રણ દાયકામાં ઓછા વજનથી પ્રભાવિત બાળકો અને કિશોરોનું પ્રમાણ છોકરીઓમાં લગભગ પાંચ ટકા અને છોકરાઓમાં ત્રીજા ભાગથી ઓછું થયું છે. આ સમયગાળા દરમિયાન ઓછા વજનવાળા પુખ્ત વયના લોકોનું પ્રમાણ પણ ૫૦ ટકાથી વધુ ઘટું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટ કલેકટર તંત્ર કાલે ઉજવાશે રાષ્ટ્રીય મતદાતા દિવસ
January 24, 2025 03:15 PMઅમદાવાદમાં કોલ્ડપ્લેની ટીમનું ગ્રાન્ડ વેલકમ, હોટલમાં ટીમ પર ગુલાબની પાંદડીઓનો વરસાદ થયો, જુઓ વીડિયો
January 24, 2025 03:14 PMપાંચ કરોડની જમીન પચાવી પાડવાના મામલે જયેશ પટેલના ભાઇની ધરપકડ
January 24, 2025 01:04 PMજામજોધપુરમાં બે જુથ વચ્ચે બબાલ: સામ સામી ફરીયાદ
January 24, 2025 01:00 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech