દ્વારકા જિલ્લામાં તાલીમ પૂર્ણ કરીને આવેલા પોલીસકર્મીઓને જુદા જુદા મથકમાં ફરજ સોંપાઈ

  • January 05, 2024 10:56 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજ્યમાં હથિયારધારી પુરુષ તથા મહિલા લોકરક્ષક ઉમેદવારોની કાર્યવાહી અંતે મેરિટ મુજબ ફાળવણી થતા દેવભૂમિ દ્વારકા જિલ્લામાં તાલીમ સેન્ટર ખાતેથી તાલીમ પૂર્ણ કરીને આવેલા હથિયારધારી તથા બીન હથિયારધારી પુરુષ તથા મહિલા લોકરક્ષકોને જુદા જુદા પોલીસ મથકમાં જવાબદારી સોંપતો હુકમ ગઈકાલે જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડે દ્વારા કરવામાં આવ્યો છે.
જેમાં હિતેન્દ્રસિંહ જાડેજાને દ્વારકા, શાંતિબેન ઓડેદરાને પોલીસ હેડ ક્વાર્ટર, રેશમાબેન ગોરીને ઓખા મરીન, નિધીબેન ડાંગરને ખંભાળિયા, કમળાબેન પરમાર અને ભારતીબેન ચૌધરીને દ્વારકા, કાજલબેન કોબીયા અને કારીબેન ડુવાને ભાણવડ તથા શિલ્પાબેન સમેયા અને નીતાબેન મકવાણાને કલ્યાણપુર પોલીસ મથકમાં નિમણૂક આપતો હુકમ કરવામાં આવ્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application