દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના ખાખરડા ગામે રહેતા વજુભા બનેસંગ જાડેજા નામના એક ક્ષત્રિય વૃદ્ધની આજથી આશરે અઢી માસ પૂર્વે હત્યાનો બનાવ ખુલવા પામ્યો હતો. જેમાં પોલીસ દ્વારા કરવામાં આવેલી સઘન તપાસમાં ખંભાળિયા પોલીસ મથકમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ દશરથસિંહ રણુભા જાડેજાનું નામ ખુલવા પામ્યું હતું.
પોતાના કાકા તેમજ કાકાના દીકરા એવા પિતરાઈ ભાઈના વજુભા બનેસંગ જાડેજા દ્વારા પોતાની વાડીમાં મૂકવામાં આવેલા વીજ કરંટના કારણે મૃત્યુ નિપજ્યાની બાબતનું મનદુઃખ રાખીને પોલીસ કર્મી દશરથસિંહ રણુભાએ વજુભા જાડેજાની હત્યા કર્યાનું ખુલવા પામ્યું હતું. છેલ્લા ઘણા સમયથી પોલીસ પકડથી દૂર રહેલા દશરથસિંહ થોડા દિવસો પૂર્વે પોલીસ સમક્ષ હાજર થયા હતા અને પોલીસે તેના ત્રણ દિવસના રિમાન્ડ દરમિયાન જરૂરી માહિતી સાથે હત્યામાં ઉપયોગમાં લેવામાં આવેલા હથિયાર તલવારને પણ કબજે લીધી હતી.
અહીંના ડીવાયએસપી હાર્દિક પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ ચાલી રહેલી આ તપાસમાં આરોપી પોલીસ કર્મીના રિમાન્ડ પૂર્ણ તથા તેને કોર્ટમાં રજૂ કરાતા નામદાર અદાલતે તેને હવાલે કરવાનો હુકમ કર્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમનપામાં જુનિયર ક્લાર્કની ભરતી પરીક્ષાની ઓ.એમ.આર.શીટ વેબસાઇટ ઉપર મુકાઇ
May 15, 2025 03:17 PMન્યુયોર્ક ટાઈમ્સ બાદ વોશિંગ્ટન પોસ્ટે પણ માની પાકિસ્તાન સામે ભારતની જીત
May 15, 2025 03:07 PMપોરબંદરમાં પોલીસે ઔદ્યોગિક એકમોના સંચાલકો સાથે યોજી બેઠક
May 15, 2025 02:54 PM૧.૦૮ કરોડના ગેરકાયદે બાયોડીઝલ મામલે ભરત રામાણીના આગોતરા જામીન રદ કરવાની અરજી ફગાવી દેવાઈ
May 15, 2025 02:52 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech