માણાવદર તાલુકાના બાંટવાથી પાજોદ વચ્ચેના માર્ગ ઉપર ગઇ રાત્રીના કારમાં જઇ રહેલા અમદાવાદના સોનાના દાગીનાના બે સેલ્સમેનને બાઇકચાલકો છરીની અણીએ રૂા.૧.૧૫ કરોડના સોના–ચાંદીના દાગીનાની લૂંટ ચલાવીને નાસી છુટયાની ઘટનાએ ભારે ચકચાર જગાવી દીધી છે. આ બનાવની જાણ થતાં જ રાત્રે જ એસપી હર્ષદ ત્રિવેદી સ્થળ ઉપર દોડી ગયા હતાં તેમજ અને લૂંટારૂઓને ઝડપી લેવા ચારે તરફ નાકાબંધીના આદેશો કર્યા હતાં તેમજ ડોગ સ્કવોડને કામે લગાડી હતી.
પ્રા વિગતો મુજબ અમદાવાદની કલા ગોલ્ડ પેઢીના બે સેલ્સમેન ધનરાજભાઇ અને યાજ્ઞિકભાઇ ગઇકાલે રાત્રે કારમાં બાંટવાથી પાજોદ તરફ આગળ વધી રહ્યા હતાં ત્યારે માર્ગમાં કારમાં પંચર પડતા ઉભા રહ્યા હતાં ત્યારે રાત્રે ૮–૩૦ વાગ્યાના અરસામાં બાઇકમાં આવેલા બે હિન્દીભાષી શખસોએ કાર ઉભી રખાવી. બન્ને સેલ્સમેનને છરીથી છરકા મારી ધાક ધમકી આપી તેમની પાસે રહેલા રૂા. ૧.૧૬ કરોડના સોના–ચાંદીની લૂંટ ચાલવી હતી અને બન્ને સેલ્સમેનના મોબાઇલ પણ ઝૂંટવીને ભાગી છૂટયા હતાં. દરમિયાન બે મોબાઇલ ફોન તૂટેલી હાલતમાં થોડે દૂરથી મળી આવ્યા હતાં.
દરમિયાન આ અંગે બાંટવા પોલીસને જાણ કરાતા સ્થળે દોડી જઇ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં આ અંગે જાણ કરાતા એસપી હર્ષદ ત્રિવેદી પણ દોડી ગયા હતાં. દરમિયાન જાણવા મળ્યા મુજબ જૂનાગઢ અને સુરતમાં પણ શાખાઓ ધરાવતી અમદાવાદની પેઢીના આ બન્ને સેલ્સમેનને લૂંટી લેવાની ઘટના અંગેની તપાસ એલસીબીને સોંપવામાં આવી હતી તેમજ ડોગ સ્કવોડને પણ કામે લગાડવામાં આવી હતી. જાણવા મળ્યા મુજબ સેલ્સમેન પાસે અઢી કીલો સોનું, ૫ કિલો ચાંદી અને અઢી લાખની રોકડ હોવાનું ખુલ્યું હતું.
દરમિયાન જાણવા મળ્યા મુજબ ગઇકાલે આ બન્ને સેલ્સમેન બપોરે માણાવદર અને બાંટવાની સોની બજારમાં પણ ગયા હતાં. પોલીસે આ બન્ને શહેરના સોની વેપારીઓને પણ બોલાવીને વિગતો મેળવી હતી. આ બનાવમાં બન્ને સેલ્સમેન બાંટવા પોલીસ સ્ટેશનમાં દોડી ગયા હતાં, જયાં બનાવની ખાતરી કરીને પરોઢીયે ચાર વાગ્યે વીધીસર ફરિયાદ લેવામાં આવી હતી
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationધરપકડ વોરંટ બાદ નેતન્યાહુને વધુ એક મોટો ફટકો, હમાસે ગાઝામાં 15 ઈઝરાયલી સૈનિકોને માર્યા
November 22, 2024 05:50 PMઈઝરાયેલે ખાલિદ અબુ-દાકાને ઉતાર્યો મોતને ઘાટ, પેલેસ્ટાઈનના જેહાદ જૂથનો હતો કમાન્ડર
November 22, 2024 05:48 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech