યુવાનને સારાં જાહેર ઢોરમાર મારનાર શખ્સોને પોલીસે ઉપડી લીધા

  • December 29, 2023 04:08 PM 

ભાવનગર શહેરના કુમુદવાડી વિસ્તારમાં યુવાનને જાહેરમાં ત્રણ શખ્સોએ માર માર્યો હતો. શહેરના કુંભારવાડા વિસ્તારમાં રહેતો યુવક યુવતી સાથે વોટ્સએપમાં વાતો કરતો હોય જે વાતની દાઝ રાખી ચાર શખ્સોએ યુવકનું કુમુદવાડીથી અપહરણ કરી લઈ તેને જુદી જુદી જગ્યાએ લઈ જઈ ઢોર માર મારી પોલીસ મથક લઈ આવ્યા હતા. ત્યા પણ યુવકને ધાક ધમકી આપતા યુવકના ભાઈએ ફરીયાદ નોંધાવી હતી. જેમાં બોરતળાવ પોલીસે ચાર શખ્સોને ઝડપી લીધા હતા.


આ બનાવની જાણવા મળતી વિગતો અનુસાર ભાવનગર શહેરના કુંભારવાડા વિસ્તારમાં આવેલ રામદેવનગર, નારી રોડ પર રહેતા મહેશભાઈ પર ચાર શખ્સોએ કુમુદવાડી વિસ્તારમાં સ્કૂટર પર આવી અને હુમલો કરી માર મારી અપહરણ કરાયું હતું. અને બાદમાં ડિવિઝન ખાતે મૂકી આવ્યા હતા. જે બનાવ મામલે મુન્નાભાઈ મથુરભાઈ પરમારે બોરતળાવ પોલીસ મથકમાં મિલન, મનિષ અને બે અજાણ્યા શખ્સો સામે ફરીયાદ નોંધાવી હતી કે, તેઓનો ભાઈ મહેશભાઈ કુમુદવાડી વિસ્તારમાથી ગત તા. ૨૭ના રોજ સવારે ૯.૩૦ કલાકના આવી રહ્યો હતો. તે વેળાએ ઉક્ત શખ્સોએ ઘસી આવી તેઓનો ભાઈ યુવતી સાથે વોટ્સએપમાં વાતો કરતો હોય જે વાતની દાઝ રાખી કુમુદવાડીમાં સિતારામ પાનના ગલ્લા પાસે લાકડાના ધોકા વડે આડે ધડ માર મારી, તેનું અપહરણ કર્યું હતું. અક્ષરપાર્કના ખારામાં લઈ જઈ ઢોર માર્યો હતો. ત્યાર બાદ ત્યાથી તેને લોહીયાળ હાલતે ડીવિઝન લઈ આવ્યા હતા. જ્યા શખ્સોને તુ અમારા ભાઈને મુકી દે તેને દવાખાને લઈ જવો છે. તેમ કહેતા શખ્સોએ મહેશને છુટો મુકશો તો અમે મારીશું તેમ કહી ધમકી આપી હતી. તે દરમિયાન તેઓના ભાઈ મહેશભાઈને ઈજાગ્રસ્ત હાલતે ખાનગી હોસ્પિટલમાં સારવારમાં ખસેડયો હતો. જે અંગેની ફરિયાદના આધારે બોરતળાવ પોલીસ મથકના પીએસઆઈ સોલંકી દ્વારા તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી બોરતળાવ પોલીસ મથકની ટીમે ગુનાની ગંભીરતાને લઇ યુવાન પર હુમલો કરનાર મિલન, મનીષ, ઋત્વિક અને અમરદાસ ઉર્ફે મુન્ના નામના શખ્સોને ઝડપી લીધા હતા. અને તમામ શખ્સો વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application