રાજકોટમાં ચૂંટણી બંદોબસ્તમાં રહેલી પોલીસને ઈનામ અપાશે

  • May 09, 2024 03:24 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ લોકસભાની બેઠક આ વખતની ચૂંટણીમાં ગુજરાત જ નહીં સમગ્ર દેશમાં હોટ બની હતી. રાજકોટમાં શાંતિપૂર્ણ મતદાન અને સુરક્ષા ગોઠવણની નોંધ ઉચ્ચસ્તરે પણ લેવાઈ છે. રાજકોટમાં ચૂંટણી ફરજ બજાવનારા અધિકારીઓથી લઈ નાના સ્ટાફ સુધીના કે જેમની અતિ નોંધનીય કામગીરી કે ટીમ વર્ક હતું તેવા કર્મચારીઓને પોલીસ કમિશનર દ્રારા પ્રોત્સાહિત કરીને ઈનામ આપવામાં આવશે.
રાજકોટ બેઠકના ભાજપના ઉમેદવાર પરસોતમભાઈ રૂપાલાની શાબ્દિક ટીપ્પણીને લઈને ક્ષત્રિય સમાજનું ૪૫ દિવસ સુધી ચાલેલા વિરોધ, આંાદેલન શાંપિૂર્ણ, બૂધ્ધગમ્ય અને લોકશાહી ઢબે ચાલ્યું પરંતુ ચૂંટણી મતદાનના દિવસે કોઈ અંધાધૂંધી ન થાય તે માટે રાય સરકારથી લઈ રાજકોટના સી.પી. સુધીના ચિંતિત હતા.
રાજકોટ સેન્સેટિવ સીટ બની ગઈ હતી. ડીજીપી વિકાસ સહાયની પણ આ સીટ પર સતત નજર હતી. મતદાન પ્રક્રિયામાં કોઈ અડચણ ન થાય કોઈ સ્થળે કાંઈ ધાંધલ, ધમાલ ન બને એ માટે પોલીસ કમિશનર રાજુ ભાર્ગવના માર્ગદર્શન હેઠળ મુશ્કેટાટ બંદોબસ્ત ગોઠવાયો હતો. એડી સી.પી. વિદી ચૌધરી સહિતના ઉચ્ચ અધિકારીને જવાબદારી સોંપાઈ હતી. ચૂંટણી બંદોબસ્ત સાતે મતદાન દિવસ શાંતિપૂર્ણ રહેતા સૌએ હાશકારો અનુભવ્યો હતો. આ સાથે સી.પી. રાજુ ભાર્ગવે જ જણાવ્યું હતું કે, ડીજીપી સહિતના ઉચ્ચસ્તરિય અધિકારીઓ, પદાધિકારીઓ સતત સંપર્કમાં હતા. માગ્યા મુજબ બંદોબસ્ત, ટીમો મળી હતી. સારી રીતે અધિકારીઓ, સ્ટાફ સતર્કતા દાખવી ચૂંટણી ફરજ નિભાવી હતી જે બદલ સૌને અભિનંદન અપાયા છે. આ સાથે અધિકારીઓ, કર્મચારીઓને ચૂંટણી બંદોબસ્ત સંદર્ભે પુરસ્કોર, ઈનામો આપવામાં આવશે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application