કાલાવડ થી જામનગર બોર્ડની પરીક્ષા આપવા માટે આવેલી એક વિદ્યાર્થીની ઓટોરિક્ષામાં બેસીને પરત જતી હતી, દરમિયાન પોતાનો પરીક્ષાની રીસીપ્ટ તથા અન્ય કાગળ અને સામાન સાથેનો થેલો એક રિક્ષામાં ભુલાઈ ગયો હતો. જેને જામનગરના પોલીસ વિભાગ ના સીસીટીવી કેમેરા ના કમાન્ડ એન્ડ કંટ્રોલરૂમ ની ટિમનો સંપર્ક સાધ્યા પછી સીસીટીવી કેમેરાની મદદથી રીક્ષાચાલકને શોધી લેવાયો હતો, અને વિદ્યાર્થીનીને તેનો થેલો પરત સોંપી દેવાયો છે.
કાલાવડ તાલુકાના ડુંગરાણી દેવળીયા ગામની શીતલબેન બાબુભાઈ બુસા નામની વિદ્યાર્થીની, કે જે ગઇકાલે સવારે બોર્ડની પરીક્ષા આપવા માટે જામનગર આવી હતી, અને ત્યારબાદ ઓટોરિક્ષામાં બેસીને જામનગરથી ધુંવાવ પહોંચી હતી.
દરમિયાન પોતાની રીસીપ્ટ તથા અન્ય જરૂરી કાગળ અને સામાન સાથેનોં થેલો રીક્ષામાં ભુલાઈ ગયો હતો. આથી તેણી તરત જ પરત જામનગર આવ્યા પછી પોલીસ વિભાગના સીસીટીવી કેમેરાના કંટ્રોલ રૂમનો સંપર્ક કર્યો હતો, અને કમાન્ડ એન્ડ કંટ્રોલરૂમની ટીમે જુદા જુદા સીસીટીવી કેમેરાઓની ચકાસણી કર્યા પછી રીક્ષા ચાલકને શોધી કાઢ્યો હતો, અને તેની પાસેથી રિક્ષામાં ભુલાયેલો થયેલો પરત મેળવી લીધો હતો, અને વિદ્યાર્થીનીને સોંપી દઈ ઉમદા કાર્ય કર્યું હતું. જેથી વિદ્યાર્થીનીએ તમામ પોલીસ ટીમનો આભાર માન્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: એક જ દિવસમાં 183 નવા કેસ, એક્ટિવ કેસ 800ને પાર, આરોગ્ય તંત્ર એલર્ટ
June 07, 2025 08:24 PMકોંગ્રેસ નેતા સોનિયા ગાંધીની તબિયત અચાનક લથડી, સારવાર માટે શિમલાની IGMC હોસ્પિટલમાં ખસેડાયા
June 07, 2025 06:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech