રાજકોટ સરકારમાં બધે નકલીની બોલબાલા ચાલે છે કે પકડાય છે. કારસ્તાનો ખુલે છે. રાજકોટ પોલીસમાં પણ ચોકકસ પોલીસનો 'પ્યારો' પ્રાઇવેટ પર્સન પીન્ટુ (નકલી પોલીસ) અસલી પોલીસ વચ્ચે, સાથે રહે, પોલીસ મથકમાં જ પડયો પાથર્યેા હોય, લાઠી રાખે, છાંકા પાડે, તોડ કરે છતાં પીન્ટુને નથી કોઇ રોકનારૂ કે ટોકનારૂ નથી કે શું ? અધિકારીઓને પણ ખ્યાલ હોય છે જાણતા હોય છે આ પીન્ટુ નાના પોલીસ કર્મીઓને તો ગાંઠતો પણ ન હોવાનું અને ગમે ત્યારે આવા પીન્ટુના કારણે અસલી પોલીસની આબરૂ ખરડાશે કે પોલીસના નામે કાંડ કરીને બટ્ટો લગાડશે તેવો સનિ પોલીસ કર્મીઓમાં કચવાટ હોવાની ભારે ચર્ચા છે.
પોલીસ સાથે જ રહીને કે કેટલાકનો પડછાયો બનીને પીન્ટુ પોલીસની નસ પારખી ગયો છે. પોલીસ કઇ રીતે કામગીરી કરે છે, કેવી કામગીરી કરે છે ? શું કરવાથી શું મળે ? કયાં લાભ કયાં ગેરલાભ મળે ? ફિલ્ડમાં કયાં સ્થળે, વિસ્તારોમાં શું ચાલી રહ્યું છે ? કેવા ધંધા, કોના ધંધા ? બધી અંદરની વાતો પીન્ટુના પેટમાં ઉતરી ગઇ છે. અગાઉ પોલીસ સાથે એક એજન્સી મારફત કામ કરતો પીન્ટુ અત્યારે તો એજન્સીમાંથી કાઢી નખાયો છે કે મુકી દીધી છે. હવે તો નથી કોઇ ટીઆરબી, હોમગાર્ડ કે જીઆરડી અથવા આવા કોઇ દળમાં, આમ છતાં પહેલા તાલુકા વિસ્તારમાં અને હવે યુનિવસિર્ટી પોલીસ મથકને ઘર બનાવી લીધુ છે કે ત્યાં ઘર કરી ગયો છે.
પીન્ટુ પીસીઆરમાં ફરે, પોલીસના સરકારી બાઇક લઇને વિસ્તારોમાં જાય, ખાનગી વાહનમાં પોલીસ જેવી જ લાઠી રાખે પોતાની ઓળખ પણ પોલીસ તરીકે જ આપે, સામાન્યજનને તો પોલીસના વાહનમાં હોય, ખાખીધારી અસલી પોલીસની સાથે હોય અથવા તો પોલીસ મથકમાં જ પોલીસ સાથે ખુરશી ઢાળીને બેઠો હોય તો પોલીસ જ લાગે કે પીન્ટુને પોલીસ જ માની બેસે.
પીન્ટુએ નવું ઘર યુનિવર્સિટી પોલીસ મથકમાં કયુ છે. ત્યાં જ પડયો પાથર્યેા રહે છે. અરજદારો આવે કે કોઇ કામ માટે આવે તો જાણે પોતે જ પોલીસ હોય તેવી રીતે વાત કરે વાત સાંભળે કે ચર્ચા કરે અને મોકો મળે એટલે વહીવટ પણ કરી લેતો હોવાની ચર્ચા છે. પોલીસ સ્ટેશનમાં જ આવુ બધુ ચાલતું હોય અને અધિકારીઓ મૌન રહે કે ચાલવા દે એ પણ આર્યજનક કહેવાય. કદાચ પીન્ટુ પ્રાઇવેટ પર્સન હોવાથી પોલીસને પણ તોડ પાણીમાં પકડાવવાનો સેટીંગનો ડર ન રહે એ માટે પીન્ટુને છૂટ અપાઇ હશે ? આવી પણ એક ચર્ચા છે.
પીન્ટુ પોલીસની કામગીરી જાણી ગયો કે શીખી ગયો હોવાથી કદાચ અસલી પોલીસ કામના ભારણને લઇને કે કામ ન કરવું પડે એવી આળશે પણ પીન્ટુને કામ આપતી કે ઉપયોગ કરતી હશે એવું બને પણ પીન્ટુ ગમે ત્યારે પોલીસની આવી આળશુ અથવા તો છૂપા વહીવટો આવા પ્રાઇવેટ પર્સનથી કરાવી શકાયની નીતિ ગમે ત્યારે અસલી પોલીસની આબરૂનું ધોવાણ કરાવશે.
કદાચ પીન્ટુને અધિકારીના આશિર્વાદ કે આખં મિંચામણા હોય તેમ ચોકકસ પોલીસનો પ્યારો પીન્ટુ હવે નાના સુના કર્મચારીઓ કે સીધા નાના અધિકારીઓને ગાંઠતો પણ ન હોવાની ચર્ચા સાથે સંનિ પોલીસમાં કચવાટ છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationખાલિસ્તાની કમાન્ડો ફોર્સના 3 આતંકવાદીઓ એન્કાઉન્ટરમાં માર્યા ગયા, બે AK-47 મળી
December 23, 2024 09:07 AMPMJAY યોજનામાં કૌભાંડ બાદ સરકાર સજ્જ, નવી SOP કરશે જાહેર
December 22, 2024 08:18 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech