ગોંડલનાં સ્વપ્નદ્રષ્ટ્રા રાજવી ભગવતસિંહને કારણે આજે પણ ગોંડલની અને રાજવી પરીવારની ખ્યાતિ દેશ વિદેશમાં ફેલાઈ છે.પરંતુ ગોંડલ હાલ ચર્ચા માં છે.
યદુવેન્દ્રસિંહ નામની વ્યકિતએ પોતે ગોંડલ સ્ટેટનાં યુવરાજ તરીકે ઓળખ આપી સમારંભો માં મહાલતા હોવાની વિગતો સામે આવતા ચકચાર જાગીછે.બીજી બાજુ રાજવી પરીવારે આ વ્યકતી ને નકલી ગણાવી કોઇ પણ જાતનાં સબધં નથી તેવી ચોખવટ કરીછે.રાજવી પરીવાર નકલી યુવરાજ સામે કાનુની કાર્યવાહી કરે તેવી શકયતાઓ પણ દર્શાવાઈ છે.
નકલી ડોકટર, કલેકટર, પોલીસ કે પીએ બાદ હવે કોઇ રાય નાં નકલી યુવરાજ તરીકે ઓળખ આપનારાં પણ સમાજને ઉંધા ચશ્મા પહેરાવી રહ્યા છે.
તાજેતરમાં મહેસાણા,ગોતા સહિતનાં કાર્યક્રમો માં યદુવેન્દિસહ જાડેજા નામની વ્યકિત ગોંડલ યુવરાજ તરીકે માભો જમાવતા હોવાની વિગતો યુટુબ સહિતનાં માધ્યમો દ્રારા બહાર આવતા ગોંડલ રાયનાં ઉપલેટા,ધોરાજી અને ખુદ ગોંડલનાં કેટલાક સુજ્ઞ નગરજનોનાં સાથે ભવા વંકાયા હતા. લોકો ગોંડલ રાજવી પરિવારથી સુપેરે પરિચિત હોય આ નવા યુવરાજ વળી કયાંથી આવ્યા તેવા સવાલ સાથે રાજવી પરિવારને જાણ કરી હતી. વિગતો જાણી રાજવી પરિવાર પણ અચંબીત બન્યો હતો.રાયનાં એક માત્ર યુવરાજ હિમાંશુસિહજી હતા.તેમનું રાજતિલક હજુ આઠ માસ પહેલા થતા તેઓ ગોંડલનાં રાજવી બન્યા છે. રાજવી હિમાંશુસિહએ લ જ નથી કર્યા તો યુવરાજ કયાંથી??
ઉઠેલા સવાલો અંગે રાજવી પરિવાર નાં પ્રતિનિધિ રાજેન્દ્રસિંહ જાડેજાને વિગતે ચોખવટ કરવી પડી હતી.
રાજેન્દ્રસિંહ જાડેજાએ કહ્યુ કે ધંધુકામાં આસ્થા ફાઉન્ડેશનનાં સમારોહમાં, અમદાવાદમાં ઉમીયા ફાઉન્ડેશનનાં કાર્યક્રમમાં અને તાજેતરમાં ગોતા ખાતે ક્ષત્રીય અસ્મિતા મંચનાં નેજા હેઠળ યોજાયેલ ,ક્ષત્રીય રાજવીઓનાં સંમેલનમાં યદુવેન્દિસહ જાડેજા નામની વ્યકિત પોતાની ઓળખ ગોંડલ સ્ટેટનાં યુવરાજ તરીકે આપી રાજવીઓનાં સંમેલનમાં ગોંડલ યુવરાજ તરીકે ઉધ્બબોધન પણ આપેલુ હતુ.
આ યદુવેન્દિસહનાં પરદાદાને ગોંડલ રાયની નવ પેઢી પહેલા મતલબ કે સર ભગવતસિહજી થી પણ પહેલા વેજાગામ અને દાળીયા ગામ નાં બે ગરાસ અપાયા હતા.એ સદીઓ પહેલાની વાત છે.બાદ અને હાલમાં યદુવેન્દિસહ ને ગોંડલ રાજવી પરીવાર સાથે કોઈ સબધં નથી.
રાજેન્દ્રસિંહ જાડેજાએ સ્પષ્ટ્રતા સાથે ચેતવણી પણ ઉચ્ચારી છે કે કોઇ પણ સંસ્થા કે સમાજે ગોંડલનાં રાજવી પરિવાર અંગે કોઈ સ્ટેટમેન્ટ આપતા પહેલા અગાઉથી ગોંડલ સ્ટેટની મંજુરી લેવી આવશ્યક છે.
રાજવી પરિવાર દ્રારા યુવરાજ તરીકે રોલો પાડી રહેલા નકલી યુવરાજ સામે કાનુની કાર્યવાહી કરાશે તેવું જાણવા મળ્યું છે.
(તસ્વીર માં ગોંડલ મહારાજા હિમાંશુસિહજી તથા બીજી તસ્વીર નકલી યુવરાજ યદુવેન્દ્રસિંહની છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર : ઉત્તર ભારતીયો દ્વારા છઠ્ઠ મૈયાની પૂજા-અર્ચના કરાઇ
November 07, 2024 07:37 PMટ્રમ્પ ફરી સત્તા પર આવવાથી બાંગ્લાદેશની વધી ચિંતા
November 07, 2024 05:43 PMયુપીના શાહજહાંપુરમાં ખેતરમાથી મળ્યો હથિયારનો ખજાનો
November 07, 2024 05:38 PMકર્ણાટકમાં બસ ડ્રાઈવરને ચાલુ બસે આવ્યો હાર્ટ એટેક, મહામહેનતે કંડક્ટરે બસ પર મેળવ્યો કાબુ
November 07, 2024 05:37 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech