મહુવા તાલુકાના કળસાર ગામના ત્રણ શખ્સે સાડા ચાર વર્ષ પુર્વે અવાર-નવાર યુવતીની અશ્લિલ પજવણી કરી બળજબરીથી સબંધ રાખવાના પ્રયત્નો કરતા હોવાની યુવતીએ ફરીયાદ નોંધાવી હતી. જે કેસ મહુવાની કોર્ટમાં ચાલી જતા કોર્ટએ એક શખ્સને તકસીરવાન ઠરાવી છ માસની સજાનો હુકમ કર્યો હતો. હતી. જ્યારે બેને શંકાનો લાભ અપાયો હતો.
કેસ અંગેની વિગતો મુજબ મહુવા પંથકમાં રહેતી ૨૨ વર્ષીય યુવતીએ સાડા ચાર વર્ષ પહેલા મહુવા પોલીસ મથકમાં મહુવા તાલુકાના કળસાર ગામના ગોવિંદ કેશુભાઈ મેર, કિશોર ભરતભાઈ મેર, મનસુખ ભરતભાઈ મેર વિરુધ્ધ ફરીયાદ નોંધાવી હતી કે, ઉક્ત શખ્સોએ છેલ્લા છ મહિના દરમિયાન બાઈક લઈ તેમજ ચાલીને તેણીની પાછળ આવી ખરાબ હરકતો કરી ઈશારા કરી,અશ્લિલ ગીતો ગાઈ તેમજ તેની સાથે
ગોવિંદ મેર અને મનસુખ મેરે તેણીની મરજી વિના ફોટા પાડી લીધા હતા. આ સંદર્ભે પોલીસે આઈપીસી. ૩૫૪(એ) (સી)(ડી) મુજબ ગુનો દાખલ કર્યો હતો. મહુવાના પ્રિન્સીપાલ સિનિયર સિવિલ જજ કે.જે.રાઠોડની કોર્ટમાં ચાલી જતા સરકારી વિકલ અનસુયાબેન વી. રાજ્યગુરુની દલીલો,લેખીત અને મૌખીક પુરાવાને ધ્યાન પર લઈ
ન્યાયમુર્તીએ ગોવિંદ કેશુભાઈ મેરને તકસીરવાન ઠરાવી છ માસ સાદી કેસની સજા અને બે હજારના દંડનો હુકમ કર્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: એક જ દિવસમાં 183 નવા કેસ, એક્ટિવ કેસ 800ને પાર, આરોગ્ય તંત્ર એલર્ટ
June 07, 2025 08:24 PMકોંગ્રેસ નેતા સોનિયા ગાંધીની તબિયત અચાનક લથડી, સારવાર માટે શિમલાની IGMC હોસ્પિટલમાં ખસેડાયા
June 07, 2025 06:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech