ચોટીલા શહેરમાં થાનરોડથી જલારામ મંદિરનાં ભારે વાહાન પ્રવેશ બધં માટે પાલિકા દ્રારા કરાયેલ લોખંડની કમાનને ત્રીજી વખત બેફામ બનેલા તોતિંગ વાહન ચાલકે તોડી પાડતા પકડી પાડવા માંગ ઉઠી છે.
મળતી માહિતી મુજબ જીલ્લ ા કલેકટરનાં જાહેરનામા મુજબ થાનરોડ થી જૂના બસસ્ટેન્ડ થી રાજકોટ જતો રોડ ભારે વાહાનો માટે પ્રવેશ બધં કરવામાં આવેલ હતો જેના માટે મોટા ભારે વાહાનને પ્રવેશતા અટકાવવા લોખંડનાં ગડરની કમાન પાકા આરસીસી પીલોર બનાવીને ઉભી કરાયેલ હતી આ કમાનને મોડી રાત્રીથી પરોઢ સુધી આ રોડ ઉપર ખનીજ વહન કરતા વાહનો દ્રારા અત્યાર સુધીમાં ત્રણ વખત તોડી પાડવામાં આવેલ છે. તાજેતરમાં ડમ્પર જેવા તોતિંગ વાહનનાં ચાલકે જાણી જોઈને એટલી જોરદાર ટક્કર મારી કે આરસીસીનાં બાંધકામવાળા પિંલોર પણ ફાટી ગયેલ છે. આવા કારનામા કરવાવાળા જાણે જાહેરનામાની ઐસી તૈસી કરતા હોય તેવા ખનીજ પરિવહન કરનાર વાહન ચાલક હોવાનું અને કોઈ કાયદાનો ડર શુધ્ધા ના હોય તેવું સાબિત કરતા હોય તેમ લાગે છે.
સતત ટ્રાફિકથી ધમધમતા રોડ ઉપર મોટા વાહનોને પ્રવેશ બંધના પ્રસિધ્ધ કરાયેલ જાહેરનામું ભગં કરવા ઇરાદાપૂર્વક જે રીતે કમાનને તોડી પાડવામાં આવ્યું છે તે ટક્કર મારનાર વાહન અને તેના ચાલકે પોલીસને અને તત્રં ને જાણે ખુલ્લ ો પડકાર આપ્યો હોય તેવો આ કિસ્સો ત્રીજી વાર પ્રકાશમાં આવ્યો છે. પાલિકાનાં વર્તુળમાંથી જાણવા મળ્યાં મુજબ સમગ્ર ઘટના અંગે સક્ષમ પોલીસ અધિકારીને લેખિત જાણ કરવામાં આવેલ છે તેમજ ઘટનાનાં સમયનાં આસપાસનાં તેમજ આ રોડ ઉપરનાં સીસીટીવી કેમેરાની તપાસ કરવામાં આવેતો ગુનેગાર પકડાઈ જવાની પુરી શકયતા છે અને આ કૃત્ય કરનાર સામે ગુનો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી કરવાની પાલિકા દ્રારા માગણી કરાઇ છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપોલીસ ભરતીમાં બોગસ ઉમેદવારનો પર્દાફાશ: મહેસાણામાં બનાવટી કોલલેટર સાથે યુવક ઝડપાયો
January 23, 2025 09:10 PMરાજકોટના જાહેર ટ્રસ્ટોની નોંધણી કચેરી દ્વારા અરજી બે દિવસીય નિકાલ ઝુંબેશ સફળ
January 23, 2025 07:23 PMગુજરાતમાં આ વર્ષે આટલા લાખ વિદ્યાર્થીઓ આપશે બોર્ડની પરીક્ષા...આંકડા જાહેર
January 23, 2025 07:21 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech