રાજકોટ કદમ અસ્થિર હો એને કદી રસ્તો જડતો નથી, અડગ મનના મુસાફરને હિમાલય પણ નડતો નથી...! આ ગુજરાતી કહેવતને રાજકોટ મહાપાલિકાની પી.એન્ડ ટી.વી.શેઠ હાઇસ્કુલના વિધાર્થીએ સાર્થક કરી બતાવી છે. બન્યું એવું કે શેઠ હાઈસ્કુલમાં ધો.૧૦માં અભ્યાસ કરતો તાલિબહુસૈન પીપરવાડીયા જંગલેશ્વરમાં રહેતો હતો અને તેના પિતા ઓટો રિક્ષાનું ડ્રાઈવિંગ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે.

દરમિયાન ધો.૧૦ની બોર્ડ પરીક્ષા પૂર્વે તા.૨૨.૨.૨૦૨૬ના પૂર્વે જ તેનું નિવાસસ્થાન જંગલેશ્વર મેગા ડિમોલિશન અંતર્ગત ડિમોલિશ કરવામાં તાલિહુસેન પીષરવાડીમા આવ્યુંહતું તેમ છતાં જરા પણ વિચલિત થયા વિના તાલિબ હુસૈને પૂરી ધગશ સાથે લગાતાર વાંચન અને અભ્યાસ ચાલુ રાખતા આજે જાહેર થયેલા પરિણામોમાં તાલિબ હુરોન ૯૭.૮૯ પી.આર.સાથે સ્કુલ ફર્સ્ટ આવ્યો છે. ગુજરાત બોર્ડના ધોરણ-૧૦ના આજે સવારે જાહેર થયેલા પરિણામોમાં રાજકોટ મહાપાલિકાની પી.એન્ડ ટી.વી.શેઠ હાઇસ્કુલના વિધાર્થી તાલીબહુસૈન પીપરવાડીયાએ કુલ હાર્દિક પાડલીયા જીગર વનાળીયા ૬૦૦માંથી ૫૫૮ માર્ક મેળવી ૯૩ ટકા અને ૯૭.૮૯ પી.આર.સાથે એ વન ગ્રેડ મેળવ્યો છે એટલું જ નહીં સમગ્ર સ્કૂલમાં પ્રથમ ક્રમે આવ્યો છે. જ્યારે શેઠ હાઈસ્કુલના ટોપ ફાઈવ વિધાર્થીઓમાં બીજા ક્રમે હાર્દિક નીતિનભાઈ પાડલીયા (૯૩.૭૯ પી.આર.), ત્રીજા ક્રમે જીગર પ્રદીપભાઇ વનાળીયા (૮૭.૦૩ પી.આર), ચોથા ક્રમે સમિત હનીફભાઈ કઈડા ( ૮૩.૪૬ પી.આર.) અને પાંચમાં ક્રમે જય કિરીટભાઈ કોટક (૮૨.૭૭પી.આર.)એ સ્થાન મેળવ્યું છે. મ્યુનિસિપલ હાઈસ્કુલમાં અભ્યાસ કરતા વિધાર્થીઓ પણ શ્રેષ્ઠ પરિણામ લાવી શકે તે બાબત પી.એન્ડ ટી.વી.શેઠ
હાઇસ્કૂલના વિધાર્થીઓએ સાબિત કરતા શાળા પરિવારના નીતિનભાઈ ભૂતએ ઉપરોક્ત પાંચેય વિધાર્થીઓ સહિત ઉતીર્ણ થયેલા તમામ વિધાર્થીઓને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application