પોરબંદરના માધવપુર ગામે યોજાનાર મેળા અંગે રાજ્યભરના લોકો જાણકારી મેળવે અને આ મેળામાં જોડાય તેવા હેતુ સાથે સુરત ખાતે ભાતીગળ મેળાની સંસ્કૃતિ રજુ કરવામાં આવી હતી.
પોરબંદર જિલ્લાના માધવપુર ખાતે તા.૬ થી ૧૦ એપ્રિલ સુધી માધવપુરનો ભાતીગળ મેળો યોજાશે,જેમાં સાંસ્કૃતિક વિરાસતો અને ધરોહરોને જોવા, જાણવા અને માણવાની તક મળશે, ત્યારે સુરતવાસીઓ પણ રાજ્યની આગવી સાંસ્કૃતિક પરંપરાથી અવગત થાય એ માટે સુરતના ઈન્ડોર સ્ટેડિયમ-અઠવાલાઈન્સ ખાતે એક ભારત, શ્રેષ્ઠ ભારતની થીમ પર આયોજિત ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમમાં પુર્વોત્તર રાજ્યોના ૨૦૦ તથા ગુજરાતના ૨૦૦ કલાકારોએ એક એકથી ચડિયાતી રંગારંગ પ્રસ્તુતિઓ રજુ કરી હતી.
રાજ્યના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ અને પ્રવાસન વિભાગની પ્રેરણા અને માર્ગદર્શનમાં જિલ્લા વહીવટી તંત્ર અને સુરત મહાનગરપાલિકા આયોજિત આ કાર્યક્રમમાં પુર્વોત્તર રાજ્યો અરૂણાચલ પ્રદેશ, આસામ, મણિપુર, મિઝોરમ, મેઘાલય, સિક્કિમ, ત્રિપુરા અને નાગાલેન્ડ અને ગુજરાતના મળી કુલ ૪૦૦ કલાકારોએ સુરતમાં સૌપ્રથમવાર સંયુક્ત રીતે ભવ્ય સાંસ્કૃતિક પ્રસ્તુતિઓ રજુ કરી સુરતવાસીઓ મંત્રમુગ્ધ કર્યા હતા. દેશની બે અલગ-અલગ સંસ્કૃતિના કલાકારો દ્વારા સંયુક્ત રીતે પરફોર્મ કરવામાં આવેલી આ સૌથી મોટી સામુહિક સાંસ્કૃતિક કૃતિઓ હતી.
આ પ્રસંગે પુર્વ કેન્દ્રીય ટેક્ષટાઈલ રાજ્ય મંત્રી દર્શનાબેન જરદોશ, જિલ્લા કલેકટર ડો.સૌરભ પારધી,પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગહલૌત, નાયબ પોલીસ કમિશ્નર વબાંગ ઝમીર સહિત વરિષ્ઠ પોલીસ અધિકારીઓ, જિલ્લા યુવા વિકાસ અધિકારી રાધિકા લાઠીયા, જિલ્લા વહીવટી તંત્ર અને મ.ન.પા.ના અધિકારીઓ, વિવિધ શાળાના વિદ્યાર્થીઓ, શહેરીજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
ગુજરાત અને નોર્થ ઈસ્ટના વિવિધ કલાનૃત્યો બન્યા આકર્ષણનું કેન્દ્ર
ઈન્ડોર સ્ટેડિયમમાં નોર્થ ઈસ્ટના વિવિધ કલા નૃત્યોમાં અણાચલનું ટેંગ કો ન્યોન, તાપુ, આસામનું બિહુ અને દાસોઅરી દેલાઈ નાચ, મણિપુરનું પંગ ઢોંગ ઢોલોક ચોલમ, મિઝોરમનું ચોંગ્લેઝવોન, વાંગલા, મેઘાલયનું કોચ, નાગાલેન્ડનું સંગતામ (માકુ હીનયાચી), સિંગઈ/યોક છમ, તેમાંગ સેલો, સિક્કિમનું ચુટકે, હોજાગીરી, ત્રિપુરાનું મમીતા અને સંગ્રેઈન નૃત્ય રજુ કર્યા હતા. ગુજરાતના સુરેન્દ્રનગરનો રાસ,મહિસાગર ટ્રાઈબલ નૃત્ય, છોટાઉદેપુરનું રાઠવા, ડાંગનું ડાંગી, જોરાવરનગરનું હુડો, પોરબંદરના ઢાલ તલવાર અને મણિયારો, પોરબંદર ગાંધીનગરનો મિશ્ર રાસ, મોરબીના ગરબા, ભાલ વિસ્તારનું પઢાર મંજીરા નૃત્ય રજુ કરી કલાકારોએ કાર્યક્રમમાં ચાર ચાંદ લગાવી દીધા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationન્યૂયોર્ક ટાઈમ્સે હુમલાને આતંકવાદીના બદલે ઉગ્રવાદ ગણાવતા યુએસ સરકારે ઠપકો આપ્યો
April 25, 2025 02:34 PMબાંદીપોરામાં એન્કાઉન્ટરમાં એક આતંકી ઠાર, બે થયા સૈનિકો ઘાયલ
April 25, 2025 02:27 PM3.5 કરોડના જીએસટી ક્રેડિટ કૌભાંડના વધુ બે આરોપીના જામીન સેશન્સ દ્વારા મંજુર
April 25, 2025 02:25 PMવીરડા વાજડીના કરોડોના પ્લોટના ઉતરોત્તર દસ્તાવેજો રદ કરવાનો વાદીનો દાવો ફગાવાયો
April 25, 2025 02:23 PMકાલે તમે મહાત્મા ગાંધીને અંગ્રેજોના નોકર કહેશોઃસુપ્રીમ કોર્ટે રાહુલ ગાંધીને ખખડાવ્યા
April 25, 2025 02:22 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech