સાંસદ અને લોકસભાની બેઠકના ભાજપના ઉમેદવારે આજકાલ કાર્યાલયની શુભેચ્છા મુલાકાત લીધી: મેયર, શહેર ભાજપ પ્રમુખ સહિતની ટીમ સાથે જોડાઇ: પાંચ લાખની લીડના લક્ષ્યને પાર કરવાનો ભાજપની ટીમે દર્શાવ્યો વિશ્ર્વાસ: વડાપ્રધાન મોદી સહિતના કેન્દ્રીય નેતાઓ અને મુખ્યમંત્રી સહિતના ગુજરાતના નેતાઓનો પૂનમબેને આભાર માન્યો: હેટ્રીકનો શ્રેય હાલારની પ્રજાને આપ્યો
જામનગર-દેવભૂમિ દ્વારકાની પ્રજાના અદભૂત પ્રેમ અને સાથ-સહકારના કારણે હેટ્રીક કરી શકી છું અને સફળતાનો શ્રેય હું હાલારની પ્રજાને આપુ છું તેમ સાંસદ પૂનમબેન માડમે આજકાલ કાર્યાલય ખાતેની શુભેચ્છા મુલાકાત વેળાએ કહ્યું હતું અને પોતાની સફળતાનો શ્રેય હાલારની પ્રજાને આપ્યો હતો. આ મુલાકાત દરમ્યાન એમણે વડાપ્રધાન સહિતના કેન્દ્રીય નેતાઓ અને ગુજરાતના ભાજપના મોવડીઓનો પણ આભાર વ્યકત કર્યો હતો.
૧૨-જામનગર લોકસભા બેઠકના ઉમેદવાર તરીકે ત્રીજી ટર્મ જાહેર થયેલા હાલારના ઇતિહાસના પ્રથમ સાંસદ અને હેટ્રીક રચનારા પણ પ્રથમ મહીલા સાંસદ ગઇકાલે શુભેચ્છા મુલાકાતે આવ્યા હતાં, આ દરમ્યાન એમણે આજકાલના એમ.ડી. ચંદ્રેશભાઇ જેઠાણી સાથે મોબાઇલ પર વાતચીત કરી હતી, નિવાસી તંત્રી તારીક ફારુક (પપ્પુખાન) એ પુનમબેન માડમને પુષ્પગુચ્છ આપીને આજકાલ પરિવાર વતિ શુભેચ્છચ પાઠવી હતી. ત્યારબાદ ચર્ચા થઇ હતી.
ઉમેદવારી તરીકે હેટ્રીક અને જીતનો આત્મવિશ્ર્વાસ ચહેરા પર ધરાવતાં પૂનમબેન માડમે કહ્યું હતું કે, જામનગર-દેવભુમિ દ્વારકાની પ્રજા તરફથી મને અદભૂત સાથ-સહકાર અને પ્રેમ મળ્યો છે, એટલા માટે જ કેન્દ્રીય નેતાગીરીએ વધુ એક વખત મારામાં વિશ્ર્વાસ રાખીને મને તક આપી છે, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી, રાષ્ટ્રિય અઘ્યક્ષ જે.પી.નડ્ડા, અમીતભાઇ શાહ સહિતની કેન્દ્રની ટીમ અને ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ તથા પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ દ્વારા એમના પર મુકવામાં આવેલા વિશ્ર્વાસ બદલ બધાનો આભાર માન્યો હતો.
એમણે કહ્યું હતું કે, હંમેશા લોકોની વચ્ચે રહીને લોકોના પ્રશ્ર્નો ઉકેલ્યા છે, લોકોને વધુને વધુ સુવિધા મળે તેવા કાર્યો કર્યા છે અને આવનારા દિવસોમાં પણ મારી કાર્ય પઘ્ધતિ હંમેશા લોક લક્ષી જ રહેશે, સમગ્ર હાલાર વિસ્તારથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સારી રીતે વાકેફ છે જ, એમના વિઝનરી નેતૃત્વમાં કામ કરવાની તક મળી છે, આવનારા વર્ષોમાં જામનગરને નવી ઉંચાઇ પર લઇ જવાનું સ્વપ્ન છે, હજુ ઘણા મોટા-મોટા કાર્યો કરવા છે.
તાજેતરમાં જ સુદર્શન બ્રિજનું વડાપ્રધાન દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યું, જામનગર ખાતે સાંસદ ખેલ મહોત્સવમાં જુદા-જુદા ખેલની આપણી પ્રતિભાઓને પાંગરવાની તક મળી, ઓખા સુધી લંબાવવામાં આવેલી વંદેભારત ટ્રેન ખરેખર સમગ્ર હાલાર માટે આશીર્વાદરુપ બની છે અને ઓખાથી અમદાવાદનો રસ્તો ખુબ જ ટુંકો બની ગયો છે. લોકો ખુશ છે.
છેલ્લા ૧૦ વર્ષમાં અનેક વિકાસરુપી કાર્યો સમગ્ર હાલાર પંથકમાં થયા છે, આવનારા દિવસોમાં પણ લોકો માટે ઘણા કાર્યો કરવાના બાકી છે, ખાસ કરીને બ્રાસ ઉદ્યોગ અને નાના-નાના ઉદ્યોગોને પણ પ્રોત્સાહન મળે અને લોકોને વધુને વધુ રોજગારીની તકો મળે તેવા સતત પ્રયત્નો કરતા રહીશું.
શહેર ભાજપ પ્રમુખ ડો.વિમલ કગથરાએ પાંચ લાખની સરસાઇ સાથે જીતનો પૂર્ણ વિશ્ર્વાસ વ્યકત કર્યો હતો અને પ્રદેશ પ્રમુખ તરફથી આપવામાં આવેલા લક્ષ્યને સીઘ્ધ કરવા ટીમ સજ્જ છે. એમણે એમ પણ કહ્યું હતું કે, દા.ત.ચૂંટણીની તારીખ આવતીકાલે જાહેર થઇ જાય તો પણ અમે સંપૂર્ણ રીતે તૈયાર છીએ. મતલબ કે લાંબા સમયથી સંગઠન તૈયારી કરી રહ્યું હોવાનો ઇશારો એમણે કર્યો હતો.
આ મુલાકાત દરમ્યાન મેયર વિનોદભાઇ ખીમસુરીયા, ડે.મેયર ક્રિષ્નાબેન સોઢા, શહેર ભાજપ મહામંત્રી પ્રકાશભાઇ બાંભણીયા, વિજયસિંહ જેઠવા, મીડીયા ઇન્ચાર્જ ભાર્ગવ ઠાકર, ડો.હાર્દિકભાઇ વગેરે સાથે રહ્યા હતાં, આજકાલ તરફથી ડીઝીટલ વિભાગના મુસ્તાક દલ તથા પત્રકાર અતુલ મહેતા ઉપસ્થિત રહ્યા હતાં.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationશ્રીલંકાની સરકારે ગૌતમ અદાણી સાથેનો વીજ ખરીદી કરાર આ કારણથી કર્યો રદ્દ
January 24, 2025 07:43 PMજામનગરના આકાશમાં આવતીકાલ તા.૨૫ તથા તા.૨૬મી જાન્યુઆરીના રોજ સર્જાશે અદ્ભુત દ્રશ્યો
January 24, 2025 07:12 PMમહાકુંભ મેળામાં જતા યાત્રિકો માટે ખુશખબર: પશ્ચિમ રેલવે દ્વારા સ્પેશિયલ ટ્રેનોમાં વધારાના કોચ
January 24, 2025 07:03 PMસિવિલ મેડિસિટી બની મેડિકલ ટુરિઝમનું કેન્દ્ર: આંતરરાષ્ટ્રીય સ્તરે જટિલ સર્જરી સફળતાપૂર્વક સંપન્ન
January 24, 2025 07:02 PMનળ સરોવરમાં પક્ષીઓની ગણતરી, 25 અને 26 જાન્યુઆરીએ પ્રવેશ બંધ
January 24, 2025 07:01 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech