સિવિલ હોસ્પિટલમાં દર્દીએ પાંચમા માળેથી કુદવાનો પ્રયાસ કરતા મહામહેનતે બચાવ્યો

  • May 04, 2024 03:20 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


સિવિલ હોસ્પિટલમાં દાખલ દર્દીએ અહીં ટ્રોમા સેન્ટર બિલ્ડિંગમાં પાંચમાં ચડી કુદકો લગાવવાની કોશિશ કરતા દોડધામ મચી ગઈ હતી. ફાયર બ્રિગેડના સ્ટાફ અને પોલીસ દ્રારા મહા મહેનતે આ દર્દીને બચાવી લેવામાં આવ્યો હતો. ઘટનાને લઇ અહીં લોકોના ટોળા એકત્ર થઈ ગયા હતા.પાંચમા માળે ચડી કુદકો આ દર્દી માનસિક અસ્થિર હોવાનું જાણવા મળ્યું હતું.

જાણવા મળતી વિગતો મુજબ, સિવિલ હોસ્પિટલમાં સારવારમાં રહેલો દર્દી ટ્રોમા સેન્ટરમાં પાંચમા માળેથી કૂદકો મારવાનો પ્રયાસ કરતા ફાયર બ્રિગેડની ટીમ અને પોલીસ સ્ટાફ પણ અહીં રેસ્કયુમાં લાગી ગયો હતો. મહામહેનતે યુવકને બચાવવામાં આવ્યો હતો. બાદમાં પૂછતાછ કરતા આ યુવકનું નામ રઘુ મોનાભાઇ(ઉ.વ ૩૦ રહે. જાંબવા,મધ્યપ્રદેશ) હોવાનું અને તે અહીં છ દિવસથી પગની સારવાર માટે દાખલ થવાનું માનવું પડું હતું. એક જ કલાકની ભારે મહેનત બાદ આ યુવકને બચાવવામાં આવ્યો હોય જેમાં પોલીસ કર્મીને પણ ઇજા પહોંચી હતી.દર્દીએ સિવિલ્ હોસ્પિટલના પાંચમાં માળેથી કુદવાનો પ્રયાસ કરતા અહીં સિવિલ હોસ્પિટલે લોકોના ટોળેટોળા એકત્ર થઈ ગયા હતા. યુવાન માનસિક અસ્થિર હોવાનું જાણવા મળ્યું છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News