પાદરિયાને સાંજ સુધીમાં સસ્પેન્ડ કરવામાં આવે તેવી સંભાવના

  • November 26, 2024 02:50 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુજરાત સરકાર વારંવાર તેના અધિકારીઓને કાયદો હાથ મા ના લેવા સુચના આપે છે પણ શેઠની શિખામણ ઝાપા સુધી જ હોય તેવો હાલ થાય છે.ગઈકાલે રાજકોટમા જેન્તીભાઈ સરધારા પર થયેલા હુમલામા પીઆઈ પાદરીયાના રોલની ગૃહ વિભાગ દવારા ગંભીર નોંધ લેવામા આવી છે.
રાય સરકારના ગૃહ મંત્રાલય દવારા જેન્તીભાઇ સરધારા પર હત્પમલો કરનાર સામે કાર્યવાહી કરવા માટે ઉચ્ચ અધિકારીઓની બેઠક મળી હતી.આ મુદે રાજય પોલીસ વડા,અને મુખ્યમંત્રી કક્ષાએ ગંભીર નોંધ લેવામા આવી છે. અને પી.આઈ. સંદીપ પાદરીયા સામે શિક્ષાત્મક કાર્યવાહીની પ્રક્રિયા શ કરી હોવાના સંકેત મળી રહ્યા છે.
મળતી વિગત મુજબ રાજકોટમાં સરદારધામના ઉપપ્રમુખ જયંતિ સરધારા પર હત્પમલાનો મામલો ચર્ચામાં છે. જયંતિ સરધારાનો આરોપ છે કે, જૂનાગઢના પી.આઈ. સંજય પાદરિયાએ તેમના પર હથિયારથી હત્પમલો કર્યેા. પરંતુ આ ઘટના બની ત્યારના સીસીટીવી સામે આવ્યા છે. જેમાં જોઈ શકાય છે કે, પી.આઈ.સંજય પાદરિયાના હાથમાં કોઈ હથિયાર જ નથી. સંજય પાદરિયા ચાલીને જતા જોવા મળી રહ્યા છે. ત્યારે બાદ જયંતિ સરધારા ગાડીમાંથી ઉતરીને સંજય પાદરિયા પાસે જાય છે. અને બાદમાં મારામારી થતી હોવાનું જોવા મળે છે. આ સીસીટીવી બાદ ચર્ચાઓ એવી થઈ રહી છે કે, જયંતિ સરધારાએ પહેલા હત્પમલો કર્યેા હતો. સંજય પાદરીયા પર હત્પમલો થયા બાદ મુક્કો માર્યેા હોવાની ચર્ચા છે. સાથે એવું પણ સામે આવ્યું છે.
બીજી તરફ, સરદારધામના ઉપપ્રમુખ જયંતિ સરધારા પર હત્પમલાનો મુદ્દા બાદ પીઆઇ સંજય પાદરીયા ઓફિશિયલ રજા પર હોવાનું ખૂલ્યું છે.  રજા પર હોવાથી તેનું હથિયાર જમા કરેલું હોવાનું સામે આવ્યું છે.
ખોડલધામ સાથે સંકળાયેલા પી આઈ સંજય પાદરિયાએ હત્પમલો કર્યાનો આરોપ કરાયો હતો. જયંતી સરધારાએ પીઆઈ સંજય પાદરિયા પર ગંભીર આક્ષેપ કર્યા હતો. મળતી માહિતી મુજબ, રાજકોટ પાટીદાર અગ્રણી પર હત્પમલો કરનાર પીઆઈ સંજય પાદરિયા વિદ્ધ ફરિયાદ નોંધાઈ ગઈ છે.
નોંધનીય છે કે, પીઆઈ સંજય પાદરિયા જૂનાગઢમાં પોતાની ફરજ બજાવે છે અત્યારે તેમની સામે ફરિયાદ રાજકોટ નોંધાઈ છે. હત્પલમાની ઘટના રાજકોટમાં બની હતી જેથી રાજકોટ તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી છે. વધારે વિગતે વાત કરવામાં આવે તો,  ની ૧૦૯ (૧), ૧૧૫ (૨), ૧૧૮ (૧), ૩૫૨, ૩૫૧(૩) તથા  એકટ ૧૩૫(૧) મુજબ ફરિયાદ નોંધવામાં આવી છે.પી.આઈ. સંદીપ પાદરીયાને ગૃહ વિભાગ સાજ સુધીમા સસ્પેન્ડ કરવા મા આવે તેવા સંકેત મળી રહયા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application