જેને KKR એ માત્ર 1.5 કરોડમાં ખરીદ્યો તે બની શકે છે કેપ્ટન,વેંકટેશ ઐયર પણ નહી

  • December 02, 2024 06:09 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



KKR એ સૌથી મોંઘા ખેલાડીને 23.75 કરોડ રૂપિયામાં ખરીદ્યો. આ રકમ તેણે વેંકટેશ અય્યર પર ખર્ચી નાખી હતી. આટલી મોટી રકમ ખર્ચ્યા બાદ એવું લાગી રહ્યું હતું કે તેને કોલકાતા નાઈટ રાઈડર્સની ટીમનો કેપ્ટન પણ બનાવવામાં આવશે. પૈસા મળ્યા બાદ આપેલા ઈન્ટરવ્યુમાં ખુદ વેંકટેશ અય્યરે કેપ્ટન બનવાનો ઈરાદો વ્યક્ત કર્યો હતો. પરંતુ,  KKR તેને વેંકટેશ અય્યર નહીં, પરંતુ તે KKR નવા કેપ્ટન તરીકે અજિંક્ય રહાણે તરફ જોઈ રહ્યું છે.

KKR એ રહાણેને 1.5 કરોડમાં ખરીદ્યો હતો

કોલકાતા નાઈટ રાઈડર્સે અજિંક્ય રહાણેને તેની બેઝ પ્રાઈઝ એટલે કે 1.5 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે. રહાણે અગાઉ CSKનો ભાગ હતો, જ્યાં તેને જાળવી રાખવામાં આવ્યો ન હતો. રહાણે પાસે IPLમાં રાજસ્થાન રોયલ્સ, મુંબઈ ઈન્ડિયન્સ, દિલ્હી કેપિટલ્સ, રાઈઝિંગ પુણે સુપરજાયન્ટ્સ અને CSKની કેપ્ટનશિપનો અનુભવ પણ છે. આવી સ્થિતિમાં જો KKR તેને કેપ્ટનશીપ આપવાનું વિચારી રહ્યું છે તો દેખીતી રીતે તેનો અનુભવ તેમના માટે ઉપયોગી થશે.
90 ટકા પુષ્ટિ... રહાણે કેપ્ટન બની શકે છે

ટાઈમ્સ ઓફ ઈન્ડિયાએ સૂત્રોને ટાંકીને લખ્યું કે હાલમાં 90 ટકા પુષ્ટિ થઈ ગઈ છે કે અજિંક્ય રહાણે KKRનો નવો કેપ્ટન બની શકે છે. KKR એ તેને ખાસ કારણસર ખરીદ્યો હતો. જો કે, આને સત્તાવાર મંજૂરી મળવાની બાકી છે.

3 વખતની IPL ચેમ્પિયન KKR સાથે અજિંક્ય રહાણેની આ બીજી ટર્મ હશે. અગાઉ, તે IPL 2022 માં આ ફ્રેન્ચાઇઝીનો ભાગ હતો, જ્યાં તેણે 7 મેચમાં 103.91 ની સ્ટ્રાઇક રેટથી 133 રન બનાવ્યા હતા.

રહાણે IPL 2023માં CSKનો ભાગ બન્યો, જ્યાં તેણે 14 મેચોમાં 172.49ના સ્ટ્રાઈક રેટથી 326 રન બનાવ્યા. આ વર્ષે CSK એ રેકોર્ડ 5મી વખત IPLનો ખિતાબ પણ જીત્યો હતો. IPL 2024 રહાણે માટે સારું રહ્યું ન હતું, જ્યાં તેણે CSK માટે 123.47ના સ્ટ્રાઈક રેટથી માત્ર 242 રન બનાવ્યા હતા. આ વર્ષે ટીમ પ્લેઓફ માટે પણ ક્વોલિફાય કરી શકી નથી.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application