BREAKING NEWS

ભારત વિકાસ પરિષદની સાધારણ સભામાં નવનિયુકત પદાધિકારીઓની શપથવિધિ યોજાઈ

  • April 01, 2026 06:28 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



ભારત વિકાસ પરિષદ સૌરાષ્ટ્ર્ર પ્રાંતના નવા પદાધિકારીઓની નિયુકિતની જાહેરાત કેન્દ્રીયસ્તર દિલ્હીથી કરવામાં આવી. તેના અનુસંધાને તા. ૨૯–૩–૨૬ના રવિવારના રોજ રાજકોટ મુકામે સંગઠનમાં જુદા જુદા મુખ્ય હોદ્દા ઉપર અનુભવી કાર્યકર્તાઓને જવાબદારી સોંપવામાં આવી. આ કાર્યક્રમમાં મુખ્ય અતિથી મહેશભાઈ જીવાણી–પ્રાંત પ્રચારકની વિશેષ ઉપસ્થિતિ અને સાથે તેમનું માર્ગદર્શન પણ મળ્યું હતું. સાથે સાથે વિનોદભાઈ લાઠીયા, પ્રફત્પલભાઈ ગોસ્વામી સાથે નરેન્દ્રભાઈ ભાડલિયા ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં નમ્રતાબેન ગોસ્વામી દ્રારા માતરમ ગીત પ્રસ્તુત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ સૌરાષ્ટ્ર્ર પ્રાંતના પાંચેય ગતિવિધિ કન્વીનરો ક્રમશ: સંસ્કાર કન્વીનર ધર્મેન્દ્રભાઈ રાવલ, સેવા કન્વીનર ઘનશ્યામભાઈ દેથરીયા, સંપર્ક કન્વીનર હરિભાઈ પરમાર, પર્યાવરણ કન્વીનર ડો. સ્નેહલભાઈ તન્ના, મહિલા બાળવિકાસ મહિલા સહભાગીતા ડોલીબેન લાઠીયાએ ગત વર્ષમાં પ્રાંતની દરેક શાખાઓમાં થતા કાર્યક્રમોના અહેવાલો રજૂ કર્યા હતા. યુવા પ્રવૃતિ સંયોજક ચિરાગભાઈ ગોસ્વામીએ પ્રાંત દ્રારા થતી ક્રિકેટ ટૂર્નામેન્ટની માહિતી આપી હતી.પિમ ક્ષેત્રના મહાસચિવ વિનોદભાઈ લાઠીયાએ કેન્દ્ર દ્રારા નિયુકત થયેલ હોદેદારોની જાહેરાત કરી શપથવિધિ કરાવેલ હતી. જેમાં પ્રફત્પલભાઈ ગોસ્વામી (પ્રાંત અધ્યક્ષ), ઘનશ્યામભાઈ દેથરીયા (પ્રાંત ઉપાધ્યક્ષ), કરસનભાઈ મેતા (પ્રાંત ઉપાધ્યક્ષ), હરિભાઈ પરમાર (પ્રાંત મહામંત્રી), જેઠસુરભાઈ ગુજરીયા (પ્રાંત કોષાધ્યક્ષ), ચંદુભાઈ ચોવટીયા (પ્રાંત સંગઠન સચિવ), સંજયભાઈ કોટક (પ્રાંત સંયોજક), વિનુભાઈ વઘાસિયા (કન્વીનર–સંપર્ક), દિવ્યેશભાઈ સતાસિયા (કન્વીનર સેવા), અશોકભાઈ દવે (કન્વીનર સંસ્કાર), જયદીપભાઈ સોની (કન્વીનર–પર્યાવરણ)ની શપથવિધિ થયેલ. આજકાલની શુભેચ્છા મુલાકાતે વિનોદભાઈ લાઠીયા, પ્રફત્પલભાઈ ગોસ્વામી, રમેશભાઈ દત્તા, જેઠસુરભાઈ ગુજરિયા, નરેન્દ્રભાઈ ભાડલીયા, જયંતભાઈ દુધાત્રા, તુલશીભાઈ સાકરિયા, શૈલેષભાઈ ખાંભરા, કરશનભાઈ મેતા, બકુલભાઈ દુધાગરા આવેલા હતા.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News