કરદાતાઓની સંખ્યામાં 2014-15 અને 2023-24 ની વચ્ચે 82 ટકાનો વધારો થયો છે, જ્યારે ડાયરેક્ટ ટેક્સ કલેક્શનમાં છેલ્લા 9 વર્ષમાં 182 ટકાનો વધારો થયો છે, ઉપરાંત, ગયા નાણાકીય વર્ષ (2023-24)માં દેશનું ડાયરેક્ટ ટેક્સ કલેક્શન 19.60 લાખ કરોડ રૂપિયા હતું.
સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસ (સીબીડીટી) દ્વારા જાહેર કરવામાં આવેલા સિરીઝ ડેટા દશર્વિે છે કે નાણાકીય વર્ષ 2023-24 દરમિયાન વ્યક્તિગત આવકવેરા સંગ્રહ લગભગ ચાર ગણો વધીને 10.45 લાખ કરોડ રૂપિયા થઈ ગયો છે. 2014-15માં, મોદી સરકારના પ્રથમ વર્ષમાં, ડાયરેક્ટ ટેક્સ કલેક્શન લગભગ 6.96 લાખ કરોડ રૂપિયા હતું. તેમાં લગભગ રૂ. 4.29 લાખ કરોડ કોર્પોરેટ ટેક્સ અને રૂ. 2.66 લાખ કરોડનો વ્યક્તિગત આવકવેરો સામેલ છે. આવકવેરા રિટર્ન (સુધારેલા રિટર્ન સહિત)ની સંખ્યા નાણાકીય વર્ષ 2014-15માં 4.04 કરોડથી વધીને 2023-24માં 8.61 કરોડથી વધુ થઈ ગઈ છે.
ડાયરેક્ટ ટેક્સ-જીડીપી રેશિયો 2014-15માં 5.55 ટકાથી વધીને 2023-24માં 6.64 ટકા થયો. કરદાતાઓની સંખ્યા અસેસ્મેન્ટ યર 2014-15માં 5.70 કરોડ હતી, જે અસેસ્મેન્ટ યર 2023-24માં વધીને 10.41 કરોડ થઈ ગઈ છે.
ચાલુ નાણાકીય વર્ષ (2024-25)માં 10 ઓક્ટોબર સુધી નેટ ડાયરેક્ટ ટેક્સ કલેક્શન 18.3 ટકા વધીને લગભગ 11.25 લાખ કરોડ રૂપિયા થઈ ગયું છે. જાહેર કરવામાં આવેલા સરકારી આંકડામાં આ માહિતી આપવામાં આવી છે. ડેટા અનુસાર, તેમાં રૂ. 5.98 લાખ કરોડના વ્યક્તિગત આવકવેરા સંગ્રહ અને રૂ. 4.94 લાખ કરોડના કોર્પોરેટ ટેક્સ કલેક્શનનો સમાવેશ થાય છે. સિક્યોરિટીઝ ટ્રાન્ઝેક્શન ટેક્સ રૂ. 30,630 કરોડ હતો, જ્યારે અન્ય કર (ઇક્વલાઇઝેશન ડ્યુટી અને ગિફ્ટ ટેક્સ સહિત) રૂ. 2,150 કરોડ મેળવ્યા હતા. આવકવેરા વિભાગે એક વર્ષ અગાઉના સમાન સમયગાળા દરમિયાન રૂ. 9.51 લાખ કરોડનો ડાયરેક્ટ ટેક્સ કલેક્શન કર્યો હતો.
1 એપ્રિલથી 10 ઓક્ટોબર વચ્ચે 2.31 લાખ કરોડ રૂપિયાના રિફંડ જારી કરવામાં આવ્યા હતા, જે 46 ટકાનો વધારો દશર્વિે છે. કુલ ડાયરેક્ટ ટેક્સ કલેક્શન 22.3 ટકા વધીને રૂ. 13.57 લાખ કરોડ થયો છે. કલેક્શનમાં રૂ. 7.13 લાખ કરોડનો પીઆઈટી (વ્યક્તિગત આવકવેરો) અને રૂ. 6.11 લાખ કરોડનો કોર્પોરેટ ટેક્સનો સમાવેશ થાય છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationત્રીજો રાજકીય પક્ષ સ્થાપનાર શંકરસિંહ વાઘેલા ભાલા સાથે ઊતરશે ચૂંટણી જંગમાં
November 21, 2024 10:35 PMઈન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટે ઈઝરાયેલના PM નેતન્યાહુ વિરુદ્ધ ધરપકડ વોરંટ કર્યુ જાહેર...જાણો ગુનો શું છે
November 21, 2024 09:32 PMસાંજ સુધીમાં અદાણીને બીજો મોટો ફટકો, કેન્યાએ અદાણી ગ્રૂપ સાથેનો કરાર કર્યો રદ્દ
November 21, 2024 09:31 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech