ભારતમાં ઘટી રહી છે હાથીઓની સંખ્યા, 5 વર્ષમાં 20 %નો ઘટાડો

  • October 05, 2024 10:38 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ભારતને હાથીઓનું ઘર માનવામાં આવે છે. જો કે, જંગલોની કાપણી અને અન્ય પયર્વિરણીય ચિંતાઓને કારણે પોતાના ઘરમાં જ હાથી સંખ્યામાં સતત ઘટાડો થઈ રહ્યો છે. પયર્વિરણ મંત્રાલય દ્વારા અપ્રકાશિત વચગાળાના અહેવાલ મુજબ, ગત પાંચ વર્ષમાં દેશમાં હાથીઓની સંખ્યામાં લગભગ 20 %નો ઘટાડો આવ્યો છે. જો કે, મધ્યપ્રદેશ અને છત્તીસગઢ જેવા રાજ્યોમાં હાથીની સંખ્યામાં ઘણો વધારો નોંધવામાં આવ્યો છે. અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે, હાથી અન્ય રાજ્યોમાંથી ત્યાં ચાલ્યા ગયા હશે. મધ્યપ્રદેશમાં હાથીઓની સંખ્યા સૌથી વધુ લગભગ 1286 %, મહારાષ્ટ્રમાં 350 % અને છત્તીસગઢમાં લગભગ 82.6 % વધી છે.
મંત્રાલય દ્વારા દર પાંચ વર્ષે હાથીઓની ગણના કરાવવામાં આવે છે. મંત્રાલય હેઠળ કામ કરતા ભારતીય પુરાતત્વ સંસ્થાન (ડબ્લ્યૂઆઈઆઈ) આ ગણતરી કરે છે. ગત ફેબ્રુઆરીમાં વચગાળાનો રિપોર્ટ તૈયાર થઈ ગયો છે. પરંતુ ઉત્તર-પૂર્વી રાજ્યના આંકડા મેળવામાં થયેલા વિલંબના કારણે તેને જાહેર કરવામાં આવ્યો નથી.
પશ્વિમ ઘાટમાં 18 % જેટલો ઘટાડો હોય શકે છે. જેનું મુખ્ય કારણ કેરલમાં હાથીઓની આબાદીમાં 2017ના સંશોધિત અનુમાનમાં સતત 2,900 (51 %)નો ઘટાડો આવવો છે. માત્ર શિવાલિક પર્વતીય અને ગંગાના મેદાનોની ઉત્તરી આબાદીમાં બે ટકાના નજીવા ઘટાડા સાથે સ્થિર જોવા મળી.
પશ્વિમી ઘાટોમાં એક સમયમાં હાલ હાથીની આબાદી વ્યાસાયિક બાગો (કોફી અને ચા)ના વિસ્તાર, ખેતીની જમીનની વાડ લગાવવામાં, માનવ અતિક્રમણ અને ઝડપથી વધતા વિકાસ પરિયોજનાઓ સહિત ભૂમિ ઉપયોગમાં ફેરફારના કારણે ઓછી થઈ રહી છે.
ઉત્તરાખંડ અને ઉત્તર પ્રદેશમાં અપેક્ષાકૃત સ્થિર શિવાલિક-તરાઈની આબાદી પણ અતિક્રમણ, જંગલોની કાપણી, એકલ કૃષિ અને આક્રમક પ્રજાતિઓની સાથે-સાથે કૃષિ અને મૂળભૂત ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસથી ગંભીર જોખમોનો સામનો કરી રહી છે. પૂર્વોત્તરમાં હાથીઓની આબાદી માનવ રહેણાંક, ચાના બગીચા, ખાણો, રિફાઈનરીઓ અને મૂળભૂત ઈન્ફ્રાસ્ટ્રક્ચરના કારણે વિખેરાયેલી છે. તેનાથી તેમનું જીવન અશાંત અને અનિશ્વિત થઈ ગયું છે. ગેરકાયદેસર શિકાર પણ એક મોટું જોખમ બતાવવામાં આવ્યું છે. દક્ષિણ પશ્વિમ બંગાળ, ઝારખંડ અને ઓડિશામાં વધુ ઘટાડો આવ્યો. આ ક્ષેત્રોમાં 1700 હાથીઓનો ઘટાડો થયો છે. માનવામાં આવી રહ્યું છે કે, આ રાજ્યમાંથી 200 હાથી છત્તીસગઢ, મધ્યપ્રદેશ અને આંધ્રપ્રદેશ ચાલ્યા ગયા છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application