આ વખતે અમરનાથ ધામ યાત્રા માટે શ્રદ્ધાળુઓની સંખ્યા રેકોર્ડ પાર પહોંચી છે. યાત્રાની શરૂઆતના પ્રથમ દિવસથી જ ભક્તો બાબા અમરનાથના દર્શન કરવા ઉમટી પડ્યા હતા. મુલાકાતીઓની સંખ્યામાં છેલ્લા 12 વર્ષનો રેકોર્ડ તુટ્યો છે. આજે આ યાત્રા પૂર્ણ થશે.
ગઈકાલે છડી મુબારક માટે 14800 ફૂટની ઉંચાઈએ મહાગુન્સ ટોપ થઈને મહંત દીપેન્દ્ર ગિરીના નેતૃત્વમાં સંતો બેઝ કેમ્પ પંજતરણી પહોંચ્યા હતા. અગાઉ પવિત્ર છડી શેષનાગથી સવારે 8:05 વાગ્યે નીકળી હતી. પંજતરનીમાં રાત્રિ રોકાણ બાદ છડી આજે પવિત્ર અમરનાથ ગુફામાં પહોંચી હતી. આ સાથે 52 દિવસની અમરનાથ યાત્રા સમાપ્ત થશે. શ્રાવણ પૂર્ણિમા નિમિત્તે સવારે પવિત્ર ગુફામાં વૈદિક મંત્રોચ્ચાર સાથે પરંપરાગત પૂજા-અર્ચના કરવામાં આવી હતી.
29 જૂનથી શરૂ થયેલી યાત્રામાં અત્યાર સુધીમાં 5.10 લાખથી વધુ શ્રદ્ધાળુઓ પવિત્ર ગુફાના દર્શન કરી ચૂક્યા છે. અગાઉ 2011ની સમગ્ર યાત્રા દરમિયાન 6.34 લાખ અને 2012માં 6.22 લાખ શ્રદ્ધાળુઓએ દર્શન કયર્િ હતા.
ગઈકાલે 1244 શ્રદ્ધાળુઓએ પવિત્ર ગુફાના દર્શન કયર્િ હતા. જેમાં 613 પુરૂષો, 243 મહિલાઓ, 8 બાળકો, 25 સાધુ અને 355 અન્યનો સમાવેશ થાય છે. અત્યાર સુધીમાં મુલાકાત લેનારા લોકોની સંખ્યા 5,11,813 પર પહોંચી ગઈ છે. આ વર્ષે, કલમ 370 નાબૂદીના પાંચ વર્ષ પૂર્ણ થવા પર 5 ઓગસ્ટના રોજ, સુરક્ષાને ધ્યાનમાં રાખીને યાત્રા જૂથને ફ્લેગ ઓફ કરવામાં આવ્યું ન હતું. જો કે, સમગ્ર સમયગાળા દરમિયાન યાત્રા સરળ રહી હતી.
વરસાદને કારણે પહેલગામ અને બાલટાલ રૂટ મારફતે માત્ર એક જ વાર યાત્રા મોકૂફ રાખવામાં આવી હતી. ગયા વર્ષે, જમ્મુ-શ્રીનગર નેશનલ હાઈવે પર ભૂસ્ખલનને કારણે યાત્રા ચાર વખત સ્થગિત કરવામાં આવી હતી. આ વખતે, જમ્મુ-શ્રીનગર રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર રામબન જિલ્લાના ચંદ્રકોટમાં બનેલા યાત્રી નિવાસમાં શ્રદ્ધાળુઓને રહેવાની કોઈ જરૂર જણાતી નથી. આ બધું શક્ય બન્યું કારણ કે હવામાન અનુકૂળ હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકેનેડા બન્યું કંગાળ, ૨૫ ટકા માતાપિતા બાળકોને ખવડાવવા ખોરાકમાં કરી રહ્યા છે ઘટાડો: સર્વે
November 22, 2024 03:35 PMજો બાળકો સોશિયલ મીડિયાનો ઉપયોગ કરશે તો પ્લેટફોર્મને થશે ૨૭૮ કરોડનો દંડ
November 22, 2024 03:33 PMફાયર એનઓસીના અભાવે મહાપાલિકાના કોમ્યુનિટી હોલ મેરેજ સીઝનમાં બંધ, દેકારો
November 22, 2024 03:30 PMઈ–ચલણ ન ભરનાર ૬૦૯ વાહન માલિકોના આરટીઓ ડ્રાઇવીંગ લાઇસન્સ કરશે સસ્પેન્ડ
November 22, 2024 03:29 PMસગીરપુત્રી પર દુષ્કર્મ કરનાર પિતાને ૨૦ વર્ષની કેદ
November 22, 2024 03:27 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech