સમાજના રીતિ–રિવાજ, સંસ્કુતિ અને વારસાને જાળવી રાખવાની સાથે સાથે તેનું નવી પેઢીમાં સિંચન કરવામાં આવે અને ગુગલની દુનિયામાં વ્યસ્ત રહેતી નવી જનરેશનને સમાજની સંસ્કૃતિ, જતન કરતા સંતો, સપૂતો સહિતની જરી બાબતોની બાલ્યવસ્થાથી જ અવગત કરવામાં આવે તો સમાજની વ્યવસ્થાથી સંપૂર્ણ પણે વાકેફ બને છે.
ભારતીય સિંધુ સભા મહિલા વિંગ રાજકોટ દ્રારા તા.૨૦ થી ૨૪ જૂન ચાર દિવસીય સિંધી સંસ્કૃતિ અને સભ્યતાનો વારસો નવી પેઢીને મળે એ હેતુથી સંતપ્રસાદ હોલ ખાતે પાંચ થી ૧૫ વર્ષના બાળકો માટે બાલ સંસ્કાર શિબિરનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ૭૦ થી ૮૦ જેટલા બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ શિબિરમાં બાળકોને સિંધી ભાષાનું જ્ઞાન, વાર્તા, ગીતો, સંતોનું જીવન જરમર તેમજ અન્ય માહિતી આપવામાં આવી હતી. શિબિરની પૂર્ણાહત્પતિના દિવસે રાજકોટ સિંધી સમાજના અગ્રણીઓ ગુ જો દરના માતૃશ્રી, પૂજનીય સાઈ સુખદેવ લાલ, રાજકોટ સિંધી પંચાયતના પ્રમુખ લીલારામ પોપટાણી, આજકાલ દૈનિકના મોભી ધનરાજભાઈ જેઠાણી, બ્રીજલાલભાઈ સોનવાણી, સુનીલભાઇ ટેકવાણી, કૃપાલભાઈ કુંદનાણી, જગદીશભઈ મગનાણી, જીમ્મીભાઈ અડવાણી, સોનુભાઈ આહત્પજા, રાજુભાઈ ઉધાણી, એડવોકેટ દુર્ગેશભાઈ ધનકાણી, શ્યામભાઈ ચંદનાણી, વિનોદભાઈ લેખાણી, ગુરદસભાઈ આહત્પજા, લતાબેન મગનાણી, ભારતીબેન મંગલાણી સહિતના સમાજ શ્રેીઓએ ઉપસ્થિત રહી બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા અને આ શિબિરના આયોજન અને આયોજકોને બિરદાવ્યા હતા. શિબિર દરમિયાન બાળકોને રોજ પોષ્ટ્રીક નાસ્તો તેમજ છેલ્લા દિવસે ભેટ આપવામાં આવી હતી. આ શિબિર ભારતીય સિંધૂ સભા ગુજરાત મહિલા વિંગના અધ્યક્ષ અનિતાબેન ચાંગરાણીના માર્ગદર્શન હેઠળ યોજવામાં આવી હતી. તેમજ શિબિરને સફળ બનાવવા રીટાબેન કુંદનાણી અને સમગ્ર મહિલા ટીમે જહેમત ઊઠાવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરમાં એક વર્ષમાં હાર્ટએટેકના ૬૨૫ કેસ : ૩૮ મૃત્યુ
January 24, 2025 05:34 PMજામ્યુકોના એસ્ટેટ અધિકારીઓ ટાઉનહોલના સીટી બસ સ્ટેન્ડ પર એક નજર તો કરો..
January 24, 2025 05:07 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech