આજથી નવું વર્ષ ૨૦૨૫ શરૂ થવા જઈ રહ્યું છે. દેશમાં આજે પહેલા જ દિવસથી ઘણા મોટા ફેરફારો (૧લી જાન્યુઆરીથી નિયમમાં ફેરફાર) પણ લાગુ થવા જઈ રહ્યા છે. જેની અસર દરેક ઘર અને દરેક ખિસ્સામાં જોવા મળશે. આમાંથી કેટલાક લોકોના ખિસ્સા પર બોજ વધારનાર સાબિત થશે, યારે કેટલાક રાહત ફેરફારો લાગુ કરવામાં આવી રહ્યા છે. આ ફેરફારોમાં બેંક એકાઉન્ટ, યુપીઆઈ પેમેન્ટ અને ઈપીએફઓના નિયમો સુધી બધું જ સામેલ છે.
નવા નિયમો મુજબ પેન્શનધારકો દેશની કોઈપણ બેંકમાંથી તેમની પેન્શનની રકમ ઉપાડી શકશે અને આ માટે તેમને કોઈ વધારાના વેરિફિકેશનની જર નહીં પડે.
યુપીઆઈ ૧૨૩પેને રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ) દ્રારા ફીચર ફોન્સથી ઓનલાઈન પેમેન્ટની સુવિધા પૂરી પાડવા માટે લોન્ચ કરવામાં આવી હતી. તેની ટ્રાન્ઝેકશન લિમિટ વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, યુઝર્સ હવે ૧૦,૦૦૦ પિયા સુધી ઓનલાઈન પેમેન્ટ કરી શકશે, જે માત્ર ૫,૦૦૦ પિયા હતા.
સેન્સેકસ અને બેન્કેકસની મન્થલી એકસપાયરીમાં ફેરફાર કરવામાં આવ્યા છે. હવે દર અઠવાડિયે શુક્રવાર નહીં પરંતુ મંગળવારે યોજાશે. યારે ત્રિમાસિક અને અર્ધવાર્ષિક કરાર છેલ્લા મંગળવારે સમા થશે. બીજી તરફ, એનએસએ ઇન્ડેકસે નિટી ૫૦ માસિક કોન્ટ્રાકટ માટે ગુવાર નક્કી કર્યેા છે. અન્ય એક ફેરફાર ખેડૂતો સાથે સંબંધિત છે. વર્ષના પ્રથમ દિવસથી ખેડૂતોને આરબીઆઈ તરફથી ગેરંટી વિના ૨ લાખ પિયા સુધીની લોન મળશે. તાજેતરમાં આરબીઆઈએ ખેડૂતો માટે અસુરક્ષિત લોનની મર્યાદા વધારવાની જાહેરાત કરી હતી. જેના કારણે હવે તેઓ ૧.૬ લાખ નહીં પરંતુ ૨ લાખ પિયા સુધીની લોન મેળવી શકશે.
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ) કેટલાક નિયમોમાં ફેરફાર કરવા જઈ રહી છે. તેનાથી દેશના લાખો બેંક ખાતાઓ પર અસર થવાની છે. કારણ કે કેન્દ્રીય બેંક ૩ પ્રકારના બેંક ખાતા બધં કરવા જઈ રહી છે. આરબીઆઈની નવી માર્ગદર્શિકા હેઠળ નિષ્ક્રિય ખાતા, અને ઝીરો બેલેન્સ ખાતા બધં કરવામાં આવશે.
આ ઉપરાંત આજથી ઘણી કંપનીઓની કાર ખરીદવી મોંઘી થવા જઈ રહી છે. માતિ સુઝુકી, ટાટા મોટર્સ, હ્યુન્ડાઈ અને ટોયોટા સહિતની ઘણી કંપનીઓએ તેમના વાહનોના ભાવમાં ૨ થી ૪ ટકાનો વધારો કરવાની જાહેરાત કરી છે.ટેલિકોમ કંપનીઓ માટે રાઈટ ઓફ વે નિયમ આજથી અમલમાં આવશે. નવા નિયમો હેઠળ કંપનીઓએ ઓપ્ટિકલ ફાઈબર લાઈનો અને નવા મોબાઈલ ટાવર લગાવવા પર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે. આ નિયમના અમલીકરણથી કંપનીઓને તેમની સેવાઓ સુધારવામાં મદદ મળશે. નવા નિયમ મુજબ ટેલિકોમ કંપનીઓએ મોબાઈલ ટાવર લગાવવા માટે વધુ પ્રયત્નો કરવા પડશે નહીં. આ નિયમો જનતા અને કંપનીઓને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યા છે. આજથી કરદાતાઓ માટે કેટલાક નિયમો વધુ કડક બનવા જઈ રહ્યા છે. આમાં મલ્ટી–ફેકટર ઓથેન્ટિકેશનનો સમાવેશ થાય છે, જે અગાઉ ફકત તે જ વ્યવસાયોને લાગુ પડતું હતું જેમનું વાર્ષિક ટર્નઓવર . ૨૦ કરોડ કે તેથી વધુ હતું, પરંતુ હવે તે જીએસટી પોર્ટલનો ઉપયોગ કરતા તમામ કરદાતાઓ માટે લાગુ થઈ શકે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationચેમ્પિયન ટ્રોફી 2025: ભારતે પાકિસ્તાનને 6 વિકેટે હરાવ્યું, વિરાટ કોહલીએ ફટકારી સદી
February 24, 2025 12:43 AMભારત-પાકિસ્તાન મહામુકાબલો: રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, હાર્દિક પંડ્યાએ પણ નોંધાવી સિદ્ધિ
February 23, 2025 07:11 PMસુરેન્દ્રનગર-લીંબડી હાઈવે પર કાળો કેર: ડમ્પર-મિની બસની ટક્કરમાં 5ના મોત, 10થી વધુ ઘાયલ
February 23, 2025 07:08 PMગૌતમ અદાણીએ દર કલાકે આટલા કરોડ ટેક્સ ચૂકવી રચ્યો આ ઇતિહાસ
February 23, 2025 06:51 PMPM મોદીએ બાગેશ્વર ધામમાં કહ્યું 'આ એકતાનો મહાકુંભ છે'
February 23, 2025 06:26 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech