જૂનાગઢની સગીરાનું અપહરણ કરી પ્રેમીએ દગો દીધો હતો અને દુષ્કર્મ કર્યા પછી મિત્રોના હવાલે કરી દેહ વ્યાપારના ધંધામાં ધકેલી દીધી હતી. ત્યારબાદ પોલીસે સગીરાને કિસાન પરા રોડ પર આવેલ હોટલ ઓમ ખાતેથી કિરણ બીસ્ટ નામના માણસ સાથે મળી આવેલ અને પૂછપરછ કરતા અરબાઝ મુલતાની નામના છોકરા સાથે પ્રેમ સંબધં હોય અરબાઝે રેહાનને દોલતપરા નાકા સુધી મૂકી જવાનું જણાવેલ અને રેહાન બાઈક પર લઈ જઈ જૂનાગઢમાં એક એપાર્ટમેન્ટમાં ગયેલ અને સગીરા સાથે શરીર સંબધં બાંધી દોલતપરા બસ સ્ટોપ સુધી મૂકી ગયેલ ત્યારબાદ રાજકોટ ગોંડલ ચોકડીએ ઉતરીને અરબાજને ફોન કરતા અરબાજ તેને તેડીને રાજકોટની હોટલમાં લઈ ગયો હતો.સમગ્ર મામલે પોલીસે યુવતીનું કાઉન્સેલિંગ કરી પૂછપરછ કરતા રાજકોટની અલગ અલગ હોટલમાં ગ્રાહકો બોલાવી સગીરા પર દેહ વિક્રય થયા અંગે જણાવ્યું હતું. દુષ્કર્મમાં ૧૪ શખ્સોના નામ ખુલ્યા હતા.જે પૈકી રીહાન ઉર્ફે રેહાન યુસુફ શેખ રહે જૂનાગઢ, કિરણ કાલુસિંહ બીસ્ટ રહે રાજકોટ બંનેને ઝડપી લીધા હતા અને રિમાન્ડ મેળવી વધુ પૂછપરછ હાથ ધરી હતી.ત્યારબાદ એસપી હર્ષદ મહેતા, ડીવાયએસપી હિતેશ ધાંધલીયાના માર્ગદર્શન હેઠળ એ ડિવિઝન પીઆઇ કોળી સહિતની ટીમે દુષ્કર્મ મામલે રાજકોટની વિવિધ હોટલોમાં તપાસ હાથ ધરી અને અન્ય ઈસમોને ઝડપી લેવા વધુ તપાસ કરવામાં આવી હતી.
દેહવિક્રય મામલે સગીરાએ પૂછપરછ દરમ્યાન હોટલો ની વિગત આપી હતી જેમાં પોલીસની ટીમે ઐંડાણપૂર્વકની તપાસ શ કરતા મળેલી વિગતમાં રાજકોટ હોટલ ગ્લોરીમાં અરબાજ સગીરાને લઈ ગયેલ અને ત્યાં સગીરા પર અવારનવાર શરીર સંબધં બાંધી તેના મિત્ર કૃપાલને મોકલેલ ત્યારબાદ કૃપાલ તેને હોટલ શિવ શકિતમાં લઈ ગયો હતો અને ત્યાં તેની સાથે શરીર સંબધં બાંધ્યો હતો.અરબાઝનો મિત્ર અંશુ સુમરા તેને હોટલ વાત્સલ્યમાં લઈ ગયેલ અને શરીર સંબધં બાંધી જતો રહેલ બાદમાં હાર્દિક તથા ફર્દીન સિંધી નામના છોકરા પણ અલગ અલગ દિવસે હોટલ કિંગલેન્ડમાં લઈ ગયેલ તથા સતયુગ ઉર્ફે સત્યમ નામનો માણસ હોટલ જસ્મીનમાં લઈ ગયેલ અને યુવકોએ શરીર સંબધં બાંધ્યો હતો.
હોટલ જસ્મીનનો મેનેજર જસ્મીન મકવાણાએ પણ સગીરા સાથે શરીર સંબધં બાંધ્યો હતો.ત્યારબાદ સગીરા કિશનપરા રોડ પર આવેલ હોટલ ઓમમાં જતી રહેલ અને સાત દિવસ સુધી ત્યાં રોકાયેલ હતી.ઓમ હોટલના મેનેજર આકાશ ઓડ અને તેના મળતીયા માણસો સગીરા પાસે ગ્રાહકો મોકલતા હતા અને હોટલમાં જ વેશ્યાવૃત્તિનો ધંધો કરાવતા હોવાની હકીકત સામે આવી હતી.
એ ડિવિઝનની ટીમ દ્રારા રાજકોટમાં વિવિધ હોટલોમાં તપાસ કરી હોટલોના રજીસ્ટર તપાસતા હોટલમાં સગીરાના આધારકાર્ડના બદલે અન્યના આધાર કાર્ડનો ઉપયોગ કર્યેા હોવાની વિગતો સામે આવી હતી.જેથી
(અનુ. નવમા પાને
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationડાયાબિટીસ–કોલેસ્ટ્રોલની દવાઓ સહિત ૬૫ દવાઓ માટે નવી કિંમતો નક્કી કરાઈ
December 23, 2024 11:08 AMરિવાઇડ રિટર્નની તારીખ ૧૫મી જાન્યુઆરી સુધી લંબાવી દેવાઈ
December 23, 2024 11:07 AMગીર સોમનાથ જિલ્લામાં ફરજ દરમિયાન મીઠી ઊંઘ માણતા ઝડપાયેલા 23 હોમગાર્ડ જવાન સસ્પેન્ડ
December 23, 2024 11:05 AMઆલિયાબાડાની બી. એડ. કોલેજમાં સાયબર ક્રાઈમ અવેરનેસ વર્કશોપ
December 23, 2024 11:05 AMબ્રાઝિલમાં પ્લેન મકાન પર ક્રેશ: ૧૦નાં મોત
December 23, 2024 11:03 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech