ગુજરાત પોલીસની વેબસાઇટ પર મૃત આઈપીએસ અધિકારીનું નામ હજુ યથાવત
ગુજરાત પોલીસની વેબસાઇટ પર મૃત આઈપીએસ અધિકારીનું નામ હજુ યથાવત
May 08, 2026 02:55 PM
ગુજરાત પોલીસની સત્તાવાર વેબસાઇટ પર હજુ પણ મૃત્યુ પામેલા આઈપીએસ અધિકારી એમ. કે. નાયકનું નામ અમદાવાદ માટે વિદેશી પ્રવાસીઓને મદદપ થનારા પ્રથમ નોડલ અધિકારી તરીકે દર્શાવવામાં આવતું હોવાને કારણે જાહેર સુરક્ષા સંબંધિત માહિતીની જાળવણી અંગે ગંભીર પ્રશ્નો ઊભા થયા છે. સીઆઈડી વિભાગ હેઠળ ઇન યોર સર્વિસ નામથી મૂકાયેલી યાદીમાં રાયભરના ૩૨ નોડલ અધિકારીઓની વિગતો આપવામાં આવી છે.૨૦૦૬ બેચના આઈપીએસ અધિકારી એમ. કે. નાયક વડોદરામાં ડીઆઈજી આમ્ર્ડ યુનિટ તરીકે ફરજ બજાવતા હતા. એપ્રિલ ૨૦૨૧માં કોરોનાની સારવાર દરમિયાન અમદાવાદની એલિસબ્રિજ સ્થિત એસવીપી હોસ્પિટલમાં તેમનું અવસાન થયું હતું. તેઓ કોરોનાને કારણે મૃત્યુ પામનાર ગુજરાતના પ્રથમ આઈપીએસ અધિકારીઓમાંના એક હતા અને તેમને રાય સન્માન સાથે અંતિમ વિદાય અપાઈ હતી. તેમ છતાં ચાર વર્ષથી વધુ સમય વીતી ગયો હોવા છતાં તેમની વિગતો હજુ પણ વેબસાઇટ પર યથાવત છે, જે દર્શાવે છે કે વિદેશી પ્રવાસીઓ માટેની મદદલાઈન સંબંધિત માહિતી સમયસર અપડેટ કરવામાં આવી નથી. આ મામલે ગુજરાતના ડીજીપી તેમજ સીઆઈડીના વડા કે. એલ. એન. રાવનો પ્રતિસાદ મેળવવાના પ્રયાસો થયા હતા, પરંતુ તેમની તરફથી કોઈ જવાબ મળ્યો નહોતો. દસ્તાવેજની સમીક્ષા કરતાં અન્ય અનેક ગડબડીઓ પણ સામે આવી છે. કેટલાક જિલ્લાઓમાં દર્શાવાયેલા અધિકારીઓ હવે તે જગ્યાએ ફરજ પર નથી, યારે કેટલીક જગ્યાએ યાદીમાં દર્શાવેલા હોદ્દા હાલ ખાલી હોવાનું પણ જણાય છે.આ ગેરસમજના કારણે વિદેશી પ્રવાસીઓ માટે બનાવવામાં આવેલા સત્તાવાર સહાય કેન્દ્રોની વિશ્વસનીયતા પર પ્રશ્નચિ઼ ઊભું થયું છે. ખાસ કરીને આ સ્થિતિ ત્યારે સામે આવી છે યારે ગુજરાતમાં વિદેશી પ્રવાસીઓની સંખ્યા સતત વધી રહી છે. ઇન્ડિયા ટૂરિઝમ ડેટા કોમ્પેન્ડિયમ ૨૦૨૫ મુજબ વર્ષ ૨૦૨૪ દરમિયાન ગુજરાતમાં ૨૨.૭ લાખથી વધુ વિદેશી પ્રવાસીઓ આવ્યા હતા અને આ મામલે રાય દેશભરમાં ત્રીજા સ્થાને રહ્યું હતું. અમદાવાદ, ગીર નેશનલ પાર્ક અને કચ્છનું રણ જેવા સ્થળો આંતરરાષ્ટ્ર્રીય પ્રવાસીઓ માટે મુખ્ય આકર્ષણ બની રહ્યા છે. પર્યટન ક્ષેત્રના નિષ્ણાતોના મતે, વિદેશી પ્રવાસીઓ મુશ્કેલીના સમયે આવા સંપર્ક નંબર અને અધિકારીઓ પર આધાર રાખતા હોય છે, તેથી માહિતી સચોટ અને સમયસર અપડેટ હોવી અત્યતં જરી છે. એક વરિ પોલીસ અધિકારીએ પણ સ્વીકાયુ કે જાહેર સુરક્ષા માટે બનાવવામાં આવેલી આવી ડિરેકટરીમાં જૂની માહિતી હોવાને કારણે આંતરરાષ્ટ્ર્રીય પ્રવાસીઓનો વિશ્વાસ ઘટી શકે છે