રાજકોટ તાલુકા ભાજપ પ્રમુખ પદ અને રાજકોટ મહાપાલિકાના વોર્ડ નં.18ના પ્રમુખ પદ તેમ બબ્બે પદ માટે પક્ષના નિયમ વિરૂધ્ધ અને ગેરશિસ્ત આચરીને દાવેદારી કરનાર જયેશ પટેલ (લાઠીયા)ને શહેર કે જિલ્લા ભાજપમાં કોઇ જ હોદ્દો નહીં આપવા પ્રદેશના આદેશથી નિર્ણય લેવાઇ ચુક્યો છે જેના કારણે તે પોતે તો હોદ્દાથી વંચિત રહેશે પરંતુ તેની ગેરશિસ્તના કારણે હાલ રાજકોટ તાલુકા મંડલ ભાજપ પ્રમુખની નિમણુંકની સમગ્ર પ્રક્રિયા ડખ્ખે ચડી છે, રાજકોટ જિલ્લાના અન્ય તાલુકા પ્રમુખોના નામ જાહેર કરાયા છે પરંતુ રાજકોટ તાલુકા ભાજપ પ્રમુખનું નામ આજ સુધી જાહેર કરાયું નથી. શિસ્તબધ્ધ, કેડર બેઇઝ અને પંચનિષ્ઠાના સિધ્ધાંતોના પાલન સાથે સુશાસન આપવા કટિબધ્ધ ભારતીય જનતા પાર્ટીએ આ વર્ષે સંગઠન માળખામાં સવર્નિુમતે નિમણુંકો કરવાને બદલે લોકશાહી ઢબે ચૂંટણી યોજીને નિયુક્તિ કરવાનો અભિગમ અપ્નાવ્યો હતો જેમાં પ્રમુખ પદ માટે પ્રદેશ ભાજપ નિયુક્ત ચૂંટણી અધિકારી સમક્ષ દાવેદારી રજૂ કરવાની હતી અને નિયત પ્રક્રિયાને અંતે તબક્કાવાર પ્રમુખોના નામ જાહેર કરવામાં આવ્યા હતા. રાજકોટ જિલ્લામાં રાજકોટ તાલુકા સિવાયના અન્ય તાલુકા મંડલના પ્રમુખના નામ પ્રદેશ નિયુક્ત રાજકોટ જિલ્લા ચૂંટણી અધિકારી આશિષભાઇ દવે દ્વારા ગત રાત્રે જાહેર કરવામાં આવ્યા હતા જેમાં રાજકોટ તાલુકા પ્રમુખનું નામ જાહેર કરાયું નથી.
રાજકોટ તાલુકા પ્રમુખ અને મહાપાલિકાના વોર્ડ નં.18ના પ્રમુખ તેમ બબ્બે હોદ્દાઓ માટે દાવેદારી કરી વફાદારોને લટકાવ્યા
રાજકોટ જિલ્લાના મંડલ પ્રમુખના નામો જાહેર
ક્રમ તાલુકા-મંડલ ભાજપ પ્રમુખનું નામ
1. લોધિકા તાલુકો ડો.પ્રકાશભાઇ હિરાભાઇ વિરડા
2. ભાયાવદર શહેર ધવલભાઇ જયસુખભાઇ ધમસાણીયા
3. ધોરાજી તાલુકો હિતેશભાઇ હરીભાઇ વાઘમશી
4. ધોરાજી શહેર કૌશિકભાઇ મનસુખભાઇ વાગડીયા
5. પડધરી તાલુકો નિલેશભાઇ જેસીંગભાઇ ડોડીયા
6. વીંછીયા તાલુકો અશ્વિનભાઇ રૂગનાથભાઇ સાંકળીયા
7. જામકંડોરણા તાલુકો અશોકસિંહ બહાદુરસિંહ વાઘેલા
8. ગોંડલ તાલુકો અશ્વિનભાઈ છગનભાઇ ઠુંમર
9. જસદણ તાલુકો ચંકિતભાઇ રમેશભાઇ રામાણી
10. જસદણ શહેર વિજયભાઇ જયંતિભાઈ રાઠોડ
11. જેતપુર તાલુકો અશોકભાઇ ભગવાનજીભાઇ ઉંધાડ
12. જેતપુર શહેર રાહુલભાઇ રાજુભાઇ આસનાણી
13. ઉપલેટા તાલુકો મયંકભાઇ ચંદુલાલ ધીંગાણી
14. ઉપલેટા શહેર પ્રતિકભાઇ રજનીકાંત વોરા
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationGST Filing Relief: કંપનીઓને મોટી રાહત, જીએસટી ફાઇલિંગમાં થનારો આ ફેરફાર ટળ્યો
May 16, 2025 11:20 PMકોવિડ-19: કોરોનાની નવી લહેર! હોંગકોંગથી લઈને સિંગાપોર સુધી ફરી વધ્યા કેસ
May 16, 2025 11:15 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech