યુએસમાં ભારતીય દૂતાવાસના અધિકારીનું થયું રહસ્યમય મોત

  • September 21, 2024 12:23 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


અમેરિકામાં ભારતીય દૂતાવાસમાં કાર્યરત એક અધિકારીનું મોત થયું છે. અધિકારીનો મૃતદેહ ભારતીય દૂતાવાસના પરિસરમાં મળી આવ્યો હતો. અધિકારીના મૃત્યુનું કારણ જાણવા સઘન તપાસ શરુ કરવામાં આવી છે. જો કે પોલીસ આત્મહત્યા સહિતના વિવિધ એંગલથી તપાસ કરી રહી છે.જણાવી દઈએ કે અધિકારીની ઓળખ જાહેર કરવામાં આવી નથી.

અમેરિકામાં ભારતીય દૂતાવાસના પરિસરમાંથી એક અધિકારીનો મૃતદેહ મળી આવ્યો છે. અધિકારીનું રહસ્યમય સંજોગોમાં મોત થતા ખળભળાટ મચી ગયો છે. અધિકારીના મૃત્યુની માહિતી આધિકારિક નિવેદનમાં આપવામાં આવી હતી. આ ઘટના બે દિવસ પહેલા બની હતી. આ કેસની હાલમાં સ્થાનિક કાયદા સત્તાવાળાઓ અને સિક્રેટ સર્વિસ બંને દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. સમાચાર એજન્સીના જણાવ્યા અનુસાર, દૂતાવાસના અધિકારીના મૃત્યુના મામલામાં અલગ-અલગ એંગલથી તપાસ કરવામાં આવી રહી છે, જેમાં આત્મહત્યાની શક્યતા પણ સામેલ છે.

ભારતીય દૂતાવાસે એક નિવેદનમાં જણાવ્યું હતું કે,ભારતીય દૂતાવાસના એક સભ્યનું 18 સપ્ટેમ્બર 2024ની સાંજે નિધન થયું છે. મૃતદેહને ભારત મોકલવા માટે અમે તમામ સંબંધિત એજન્સીઓ અને પરિવારના સભ્યોના સંપર્કમાં છીએ. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, ’પરિવારની ગોપ્નીયતાને ધ્યાનમાં રાખીને, મૃતક વિશે વધારાની માહિતી આપવામાં આવી રહી નથી. મોતના કારણ અંગે હજુ તપાસ ચાલુ છે.

પીએમ મોદીની અમેરિકા મુલાકાત સમયે જ બની ઘટના
દૂતાવાસના અધિકારીના મોતનો મામલો એવા સમયે સામે આવ્યો છે જ્યારે ભારતીય પીએમ અમેરિકા જવા રવાના થયા છે. મોદી શનિવારે ક્વાડ સમિટમાં ભાગ લેવા અને ’યુનાઈટેડ નેશન્સ જનરલ એસેમ્બલી’માં ભાવિ સમિટને સંબોધિત કરવા માટે અમેરિકાની ત્રણ દિવસની મુલાકાતે છે. આ દરમિયાન તેઓ અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેનને પણ મળશે.મોદીએ કહ્યું કે તેઓ ભારતીય ડાયસ્પોરા અને મહત્વના અમેરિકન બિઝનેસ લીડર્સ સાથે મુલાકાત કરવા ઉત્સુક છે. 21 સપ્ટેમ્બરે પીએમ મોદી રાષ્ટ્રપતિ બિડેન દ્વારા આયોજિત ચોથા ક્વોડ લીડર્સ સમિટમાં ભાગ લેશે. 22 સપ્ટેમ્બરે તેઓ ભારતીય અમેરિકન લોકોને સંબોધિત કરશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application