સફાઈ કર્મચારીઓના રાષ્ટ્ર્રીય આયોગના ચેરમેન એમ. વેંકટેશન આજે રાજકોટ આવ્યા હતા. તેમણે રાજકોટ જિલ્લા કલેકટર કચેરી ખાતે જિલ્લા કલેકટર,જિલ્લા મેજિસ્ટ્રેટ, મહાનગર પાલિકા કમિશનર, રાજકોટ સંયુકત પોલીસ કમિશનર, નગરપાલિકાઓના કમિશનર, પાલિકાઓના ચીફ ઓફિસર તેમજ સફાઈ કર્મચારીઓના અગ્રણીઓ, સફાઈ કર્મચારીઓ સાથે બેઠક યોજી હતી.
આયોગના ચેરમેને યુનિયનના પ્રતિનિધિઓ પાસેથી સફાઈ કર્મચારીઓને લગતા વિવિધ પ્રશ્નો જાણ્યા હતા. આ સાથે તંત્રના સંબંધિત અધિકારીઓ પાસેથી આ પ્રશ્નો બાબતે લેવાયેલા પગલાંની વિગતો પણ જાણી હતી.રાજકોટ મ્યુનિસિપલ કોર્પેારેશનમાં સફાઈ કર્મચારીઓની ભરતી, સુવિધા સહિતના પ્રશ્નો રજૂ થયા હતા. જેમાં રાજકોટ મ્યુનિસિપલ કમિશનર તરફથી આયોગને જણાવાયું હતું કે, રાજકોટ મહાનગરમાં ટુંક સમયમાં જ ૫૩૧ સફાઈ કર્મચારીઓની ભરતી કરવામાં આવશે. આ માટેની પ્રક્રિયા શ થઈ ગઈ છે. ઉપરાંત સફાઈ કર્મચારીઓ માટે અલાયદો અધતન કમ્યુનિટી હોલ પણ બનાવવામાં આવશે. જેની ક્ષમતા એક સાથે ચાર – પાંચ લો થઈ શકે એટલી હશે. આ માટે બજેટમાં જોગવાઈ પણ કરી દેવામાં આવી છે. આ ઉપરાંત સફાઈ કર્મચારીઓને નિયમિત દર મહિને વેતન મળી જાય તે માટે કોન્ટ્રાકટર માટે ટેન્ડરની શરતોમાં પણ બદલાવ કરવામાં આવ્યો છે.
આયોગના ચેરમેને રાજકોટ મહાનગર, ગોંડલ, જસદણ, ધોરાજી, ઉપલેટા, જેતપુર સહિતની નગરપાલિકાઓના કોન્ટ્રાકટ કર્મચારીઓ સાથે વાત કરીને તેમને અપાતા પી.એફ., વીમા કવચ, અન્ય સુવિધા સહિતની વિગતો પણ જાણી હતી.
આ તકે રાજકોટમાં અનુસૂચિત જાતિ કલ્યાણ વિભાગના નાયબ નિયામક આનંદબા ખાચરે સફાઈ કર્મચારીઓને વિવિધ યોજનાઓ અંતર્ગત અપાયેલા લાભોની વિગતો રજૂ કરી હતી.આયોગના ચેરમેને સફાઈ કર્મચારીઓ માટે વીમાની રકમ પાંચ લાખની કરવા, વર્ષમાં એકવાર ફલ લેન્થ મેડિકલ ચેક અપ કરવા, મહિલા સેલ સક્રિય રાખવા સહિતના વિવિધ મહત્વપૂર્ણ સૂચનો આપ્યા હતા.આયોગના ચેરમેન વેંકટેશનના આગમન સમયે કલેકટર પ્રભવ જોશીએ તેમને આવકાર્યા હતા. ચેરમેને જસદણના કારીગરોએ તૈયાર કરેલી કલાત્મક કૃતિ અર્પણ કરવામાં આવી હતી.
આ બેઠકમાં રાજકોટ મ્યુનિસિપલ કમિશનર આનદં પટેલ, સંયુકત પોલીસ કમિશનર વિધિ ચૌધરી, નાયબ મ્યુનિસિપલ કમિશનર તથા નગરપાલિકાઓના ઇન્ચાર્જ કમિશનર સ્વપિનલ ખરે, રાજકોટ ગ્રામ્ય પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠોર, રાજકોટ ઝોન –૧ નાયબ પોલીસ અધિક્ષક સનસિંહ પરમાર, નિવાસી અધિક કલેકટર ચેતન ગાંધી, અધિક કલેકટર ઈલાબહેન ચૌહાણ, મહાનગરપાલિકાના અધિકારીઓ, શ્રમ વિભાગ સહિત વિવિધ વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ, સફાઈ કર્મચારીઓના વિવિધ યુનિયનના પ્રતિનિધિઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationબ્રેકફાસ્ટમાં ઝડપથી બનાવો ક્રીમી મશરૂમ ટોસ્ટ, સ્વાદ એવો કે બાળકો અને પુખ્ત વયના બંનેને આવશે પસંદ
January 27, 2025 11:45 PMપ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે ફોન પર કરી વાત
January 27, 2025 11:43 PMરાજકોટમાં કાલે ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે ટી૨૦નો જંગ: ટીમ ઇન્ડિયાની નેટ પ્રેક્ટિસ, સુરક્ષા વ્યવસ્થા સઘન
January 27, 2025 11:42 PMકૈલાશ માનસરોવર યાત્રા ફરી થશે શરૂ, બંને દેશોના વિદેશ સચિવોની બેઠકમાં નિર્ણય લેવાયો
January 27, 2025 11:40 PMકોલ્ડપ્લે બેન્ડના મુખ્ય સિંગર ક્રિસ માર્ટિન પહોંચ્યા મહાકુંભ
January 27, 2025 11:38 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech